ગુજરાતી અશોક પટેલ નામનો યુવાન રશિયામાં PM મોદીની સ્પીચ ટ્રાન્સલેટ કરશે

રશિયામાં ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમ (EEF)નું આયોજન કરવામાં આવ્યું છે જે 4 થી 6 સપ્ટેમ્બર 2019 સુધી યોજાશે. રશિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ કાર્યક્રમમાં સામેલ થવા આમંત્રણ આપ્યું છે. આ પ્રસંગે મહેસાણાનો યુવાન ટ્રાન્સલેટરની ભૂમિકા ભજવશે.

અશોક પટેલને ટ્રાન્સલેશનના કામ માટે બોલાવવામાં આવ્યા છે. આ પહેલા તેઓ 2015માં મોસ્કોમાં PMO ડેલિગેશન માટે ટ્રાન્સલેશનનુ કામ કરી ચૂક્યા છે. તે સિવાય 2017માં અને NSA અજીત ડોવાલની રશિયા મુલાકાત સમયે પણ અશોક પટેલ તેમના ટ્રાન્સલેટર બન્યા હતા. અશોક પટેલે રશિયામાં મેડિકલનો અભ્યાસ પૂર્ણ કરી ત્યાં રેડિયોલોજીમાં પીજીનો અભ્યાસ કર્યો છે.અત્યારે તેઓ ઓરેનબર્ગ શહેરમાં ભારતીય વિદ્યાર્થીઓના પ્રતિનિધિ તરીકે ફરજ બજાવી રહ્યા છે.

મારા માટે પ્રધાનમંત્રીની યાત્રા ખૂબ યાદગાર રહેશે- અશોક પટેલ

દેશને એવા PM મળ્યા છે જે અસરકારક અને ત્વરિત નિર્ણયશક્તિ માટે દુનિયાભરમાં જાણીતા થયા છે. ત્યારે આવી શખ્શિયત સાથે 3 દિવસ મારા માટે લાઇફટાઇની યાદગાર પળો બની રહેશે. PMના આગમનથી શહેરમાં હકારાત્મક અહેસાસ પણ થઇ રહ્યો છે. અમે તેમની રશિયા મુલાકાતની આતુરતાથી રાહ જોઇ રહ્યા છીએ- અશોક પટેલ

પોસ્ટ સ્ત્રોત : દિવ્ય ભાસ્કર

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: