ડાંગની દીકરીનું ડ્રેનેજ સાફ કરવાનું યંત્ર રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થતાં સન્માન કરાયું

ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલા દગડીઆંબા ગામે રહેતી આશા પવારે ડ્રેનેજ સાફ કરવાનું યંત્ર બનાવીને રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામી જાપાન જવાની તૈયારીઓમાં લાગી ગઈ છે ત્યારે આશા પવારનું નવસારી વિરવાડી હનુમાન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલા દગડીઆંબા ગામે રહેતી આશા પવાર પિતાની છત્રછાયા બાળપણથી ગુમાવી ચૂકી છે. છેવાડાના આદિવાસી જિલ્લાની આશા પવારે ન તો ડ્રેનેજ જોઈ છે કે ભૂગર્ભ ડ્રેનેજ, પરંતુ આ વિદ્યાર્થિનીએ સ્કૂલના વિજ્ઞાન મેળામાં ગટર સાફ કરવા માટેનું યંત્ર બનાવ્યું હતું જેની પસંદગી રાષ્ટ્રીય કક્ષાએ થઈ છે. દેશમાંથી આવેલી ૮૫૦ કૃતિઓમાંથી ૬૬ પસંદ કરવામાં આવી હતી, જેમાંની દગડીઆંબા ગામની સ્કૂલની આશાનું ગટર સાફ કરતું યંત્ર પણ પસંદ કરવામાં આવ્યું છે. આથી વિરવાડી હનુમાન ટ્રસ્ટ દ્વારા આશાનું સમ્માન કરવામાં આવ્યું હતું.

એક વર્ષમાં આપણા ભારત દેશમાં સર્વે મુજબ અંદાજિત ૩૦ હજાર સફાઈ કામદારો ગટરમાં ઊતરવાના કારણે મૃત્યુ પામતા હોય છે. જે ન બને એ માટે આશાએ એક આશ બાંધી હતી અને એમાં સફળતા મળતાં આશા પવારે મશીન બનાવ્યું છે જેના થકી ગટરનું પાણી કે કચરો સીધો બહાર આવી શકે છે જે પ્રોજેક્ટને તૈયાર કરવા માટે દગડીઆંબાના શિક્ષકે પણ આશાને સારો સહકાર આપ્યો છે સાથે વિરવાડી ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા દત્તક લઈને વધુ પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. અનેક બાળકીઓમાં રહેલી શક્તિઓને ખિલવવા માટે સદાય અગ્રેસર રહેતા લોકોએ આ દીકરીને સન્માની છે, જેના કારણે કામ કરવાની વધુ ધગશ મળી છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: