વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદમાં તૈયાર થયુ – જાણો વિગતવાર

અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટુ સ્ટેડિયમ તૈયાર થઇ ગયુ છે. 63 એકર જમીનમાં આ સ્ટેડિયમમાં 700 કરોડ રૂપિયા ખર્ચ થયો છે. આ સ્ટેડિયમમાં એક સાથે 1 લાખ 10 હજાર લોકો બેસીને ક્રિકેટની મજા લઇ શકે છે. આ સ્ટેડિયમનું ઉદઘાટન થયા બાદ ક્રિકેટ જગતને અમદાવાદ તરફથી એક નવો નજારો મળશે. મહત્વપૂર્ણ છે કે આ સ્ટેડિયમ મોટેરા વિસ્તારમાં છે, જેનું નામ સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ રાખવામાં આવ્યુ છે. એક લાખ 10 હજાર દર્શકોની ક્ષમતા ધરાવતુ આ સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડથી પણ મોટુ હશે. આ સ્ટેડિયમની ખાસ વાત એ છે કે આ પુરો સ્ટેડિયમ 63 એકર જમીન પર બનાવવામાં આવ્યુ છે.

મોટેરા સ્ટેડિયમની ખાસ વાતો

– વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ત્રણ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ,ક્લબ હાઉસ, ઓલિમ્પિક સાઇઝ સ્વિમિંગ પૂલ અને એક ઇન્ડોર ક્રિકેટ એકેડમી પણ બનાવવામાં આવી છે.

– સ્ટેડિયમનું સ્ટ્રક્ચર એવુ છે કે જ્યારે પણ કોઇ ખેલાડી બાઉન્ડ્રી મારે તો સ્ટેડિયમમાં બેઠનારા દરેક ક્રિકેટ પ્રેમી તે બાઉન્ડ્રીને જોઇ શકશે.

– કાર અને સ્કૂટરની પાર્કિંગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેમાં 4 હજાર કાર અને 10 હજાર ટુ વ્હિલરની પાર્કિંગ વ્યવસ્થા છે.

– આ સિવાય 75 કોર્પોરેટ બોક્સ બનાવવામાં આવ્યા છે.

– પ્રથમ વખત કોઇ સ્ટેડિયમમાં એલઇડી લાઇટ લગાવવામાં આવશે.

– સ્ટેડિયમ પાસે મેટ્રો લાઇન પણ લાવવામાં આવી છે.

– સ્ટેડિયમમાં પ્રવેશ અને બહાર નીકળવા માટે અલગ અલગ વ્યવસ્થા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી રહેતા ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ પદ પર રહેતા મોટેરામાં વિશ્વનું સૌથી મોટુ સ્ટેડિયમ તૈયાર કરવાનું સ્વપ્ન જોયુ હતું. વડાપ્રધાન બન્યા બાદ મોદીએ આ સપનાને વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી અને જીસીએ અધ્યક્ષ અમિત શાહે આગળ વધાર્યુ છે. નવા સ્ટેડિયમનું ભૂમિપૂજન જાન્યુઆરી 2016માં કરવામાં આવ્યુ હતું અને હવે તૈયાર થઇ ગયુ છે.ડિસેમ્બરના અંત સુધી આ પૂર્ણ થઇ જશે અને 2020થી અહી આંતરરાષ્ટ્રીય મેચ પણ રમાશે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: