બેડની અંદર ઇનબિલ્ટ ૭૦ ઇંચની સ્ક્રીનવાળું ટી.વી

આર્કિટેક્ટ ફાબિઓ વિનેલાએ ઇટાલિયન ફર્નિચર બ્રૅન્ડ હાઈ-ઇન્ટીરિયર્સ માટે એક અનોખો બેડ ડિઝાઇન કર્યો છે. આનાથી વધુ હાઇ-ટેક બેડ આજની ટીવી, નેટફ્લિક્સ અને સ્ક્રીન-ઍડિક્ટ જનરેશન માટે બીજો કોઈ હોઈ જ ન શકે એવો દાવો થઈ રહ્યો છે. એનું કારણ એ છે કે બેડની અંદર ઇનબિલ્ટ ૭૦ ઇંચની સ્ક્રીન છે જે તમારા મોબાઇલની ઍપ દ્વારા કન્ટ્રોલ થઈ શકે છે. એ 4K પ્રોજેક્ટર જેવી આ સ્ક્રીન કાઢીને અલગ પણ કરી શકાય એવી છે. એમાં સ્પીકર્સ પણ ઇનબિલ્ટ છે.

આ બેડની સ્ક્રીન મોબાઇલ ઍપ દ્વારા કન્ટ્રોલ થાય છે અને એની ‌કિંમત છે ૩૩,૦૦૦ પાઉન્ડ એટલે કે લગભગ ૨૯ લાખ રૂપિયા. આ ઉપરાંત બેડ તમને ઊંઘવા-જગાડવા માટેના અલાર્મ પણ વગાડે છે અને એ મુજબ લાઇટિંગમાં પણ બદલાવ કરી શકે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: