અમિતાભ બચ્ચન રોજ સવારે દુધ વગર ની ચાય પીવે છે કારણ કે વાંચો તેના જ શબ્દોમાં….

૧૯૯૭ નો ગંભીર સમય ચાલી રહ્યો હતો રાત ના ઉજગરા લગભગ સાહજીક થઇ ગયા હતા સવારે ઉઠવા માં સહેજ મોડુ થયુ રોજ ની આદત મુજબ થોડુ વોક કર્યુ અને ટેરસ ગાર્ડન માં આવ્યો રોજીંદા ક્રમ મુજબ વર્તમાન પત્રો આવ્યા પણ ચા ના આવી છેલ્લા ૨૬ વર્ષ થી પરીવાર ના સભ્ય બની ગયેલા જશોદાતાઇ ને બુમ પાડી પુછ્યુ ચાય નુ તો તેને કહ્યુ કે દુધ નથી આવ્યુ મને યાદ નથી કે ક્યારેય મારા ઘર પર દુધ નહતુ આવ્યુ તેવુ બન્યુ ના હતુ વાત ને કોઇ કારણ થી સાહજીક ગણી ને અન્ય થી દુધ ની વ્યવસ્થા કરી બીજા દિવસે પણ તેજ ક્રમ બન્યો દુધ ના આવ્યુ.

મારી ચાય ની વ્યસ્થાતો થઇ ગઇ પણ ચાય નો ટેસ્ટ રોજ બદલાવવા લાગ્યો ખબર નહીં લગભગ એક અઠવાડીયા પછી મને ખબર પડી કે મારી અને મારી કંપની ABCL વિશે ના સાચા ખોટા સમચાર મિડીયા માં આવતા તથ્યહિન સમાચારો ની અસર એ દુધ વાળા પર પડી હતી અને પોતાના પૈસા ની સલામતી ની ચિંતા માટે તાત્કાલીક દુધ બંધ કરી દિધુ તે મારા ઘરે રોજ ૩ લિટર જેટલુ દુધ આપતો હતો અને છેલ્લા ૧૭ વર્ષ થી આપતો હતો .

સમાચાર સાંભળી મારા લેણીયાતો પ્રત્યે નો મારો ગુસ્સો ઓગળી ગયો મૈ રિતસર ટેરેસ પર જઇ ખૂલ્લા આકાશ સામે અટ્ટાહાસ્ય કર્યુ હું ટેન્શન માં થી હળવો ફુલ બની ગયો મને પ્રતિત થયુ કોઇ મને કહી રહ્યુ હતુ સંકેત આપી રહ્યુ હતુ  દોસ્ત સહુ થી મહાન સમય છે આ એજ સુપર સ્ટાર મહાનાયક અમિતાભ બચ્ચન છે જેના નામ ના ભારત ની ફિલ્મ ઇન્ડ. માં ડંકા પડતા હતા ઓટોગ્રાફ માટે લાઇનો હતી એજ અમિતાભ છે.

જેની માં તેજી બચ્ચન ભારત ના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન ઇંદિરાજી ની મિત્ર હતી જે તે સમયે ભારત ના વડાપ્રધાન રાજીવજી મારા મિત્ર હતા અને બોફોર્સકાંડ માં મારૂ નામ ખરડાયુ હતુ જેના પિતા પૂજ્ય હરિવંશ રાય બચ્ચન રાષ્ટ્રભાષા હિંદી ના મોટા દરજ્જા ના કવિ હતા જેની પત્ની સફળ હિન્દી અભિનેત્રી છે તે અમિતાભ ના ઘર નુ દુધ પણ દુધ વાળો બંધ કરી શકે છે .

વાંચકો આપણે માત્ર સમય ની કઠપુતળી ઓ છીઇએ . હોશિયાર સમય ના માન આપો વ્યક્તિઓ પ્રત્યે રાગ -દ્રેશ ના રાખો કોઇ ભેદી શક્તિ તેને આપણા વિશે સારા ખરાબ વિચારો લાવે છે હા અને મૈં મારા પિતા શ્રી ની સ્મૃતી માં ધારાવી ઝુડપપટ્ટી નો વ્યક્તિગત ધોરણે દુનીયાનો  સહુ થી મોટો મફત દુધ નો પ્રોજેક્ટસ કરેલ ત્રણ વર્ષ સુધી ચાહકો અને મિત્રો ના સૌજન્ય થી ચલાવેલ જેના પર થી મહારાષ્ટ્ર સરકાર દુધ સંજીવની યોજના લાવી .

મારા ઘર નૂ દુધ દુધ વાળા એ બંધ કર્યુ કારણે મારા વિશે ની ગેરસમજો વધુ ઝડપ થી ફેલાઇ રહી હતી પણ એક દુધવાળો મને ઘણુ શિખવી ગયો આજે પણ હું હવે સવારે દુધવાળી ચાય નથી પિતો બ્લેક ટી પીવુ છુ માટે જ સમય ને યાદ રાખી કામ કરી શકુ છુ ..

“EXCELLENCE”

by Virendr kapoor

અમિતાભ બચ્ચન ની બાયોગ્રાફી

પેજ નં 213-214

ગુજરાતી અનુવાદ – અરૂણ મેઘ

અમિતાભ બચ્ચન નો સ્વ અનુભવ … તેના શબ્દો માં

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: