સ્ટેચ્યુ ઑફ યુનિટી નજીક સર્જાયો બસ અકસ્માત, દર્દીને હેલિકોપ્ટર દ્વારા અમદાવાદ લઈ જવાયા

રાજપીપળા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બે બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 25થી વધુ બસ સવાર ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને ગરૂડેશ્વર રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જન્માષ્ટમીની રજાના પગલે પ્રવાસીઓના ઘસારા વચ્ચે રોડ પર અકસ્માત સર્જાતા ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસ અને તંત્ર ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, રાજપીપળા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બે બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેથી બસમાં સવાર 25થી વધુ પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતના પગલે આસપાસથી લોકો એકઠાથઈ ગયા હતા. અને તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે ગરૂડેશ્વરની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે 6 ઈજાગ્રસ્તોને વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે.એક મહિલાની હાલત વધુ ગંભીર થતા વડોદરાથી અમદાવાદ હેલિકોપ્ટર દ્વારા મોકલવામાં આવ્યા છે. 18 વર્ષની કીનીબેન પટેલને સ્ટેચ્યુના હેલિકોપ્ટરમાં વધુ સારવાર માટે લઇ જવાયા છે. હાલ અમદાવાદ સિવિલમાં સારવાર ચાલી રહી છે.તમામ પ્રવાસીઓને સારવાર માટેનો ખર્ચ સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્રારા ભોગવવામાં આવશે તેમ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું.

જન્માષ્ટમીની રજામાં 25000 જેટલા પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. દરમિયાન બસના અકસ્માતના પગલે સ્ટેચ્યુ જવાના રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. જેથી પ્રવાસીઓને સ્ટેચ્યુ જોવા પગપાળા જવાનો વારો આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ અને તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું. અને ક્રેઈન દ્વારા બસને હટાવી ટ્રાફિક રાબેતા મુજબ કરવાની કામગીરી હાથ ધરી છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

One thought on “સ્ટેચ્યુ ઑફ યુનિટી નજીક સર્જાયો બસ અકસ્માત, દર્દીને હેલિકોપ્ટર દ્વારા અમદાવાદ લઈ જવાયા

  1. કવિની પટેલ ને એપોલો અમદાવાદમાં સારવાર ચાલે છે જેનો જમણો હાથ અલગ કરી દીધો છે જેની બાકી ની જિંદગી નુ શુભ ??????

Leave a Reply

%d bloggers like this: