શું ગુજરાતમાં ફરી એક વાર વરસાદનું આગમન થશે ? હવામાન વિભાગે કરી આગાહી.

ગુજરતમાં કેટલાક સમયથી વરસાદી માહોલ હતો.અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ક્યાંક ભારે તો ક્યાંક ઝાપટા રૂપે વરસાદ થયો હતો. વડોદરા જેવા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા. ગુજરાતમાં થયેલા વારસાદના કારણે નદીઓ અને જનાશયોની પાણીની આવકમાં વધારો થયો હતો. ત્યાર પછી વરસાદએ ગુજરાતમાં વિરામ આપ્યો છેપરંતુ કેટલાક વિસતારોમાં હજુ પણ ઝાપટારૂપે વરસાદ થઇ રહ્યો છે. હવમાન વિભાગે લાંબા સમયના વિરામબાદ ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં લાંબા સમયના વરસાદના વિરામ બાદ અગામી 5 દિવસમાં ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદથવાની આગાહી કરવામાં આવી છે. આ આગાહી એટલા માટે કરવામાં આવી છે કે ઉત્તરપૂર્વ અરેબિયન સમુદ્ર અને તેને સંલગ્ન સૌરાષ્ટ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને તેના કારણે ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદ તી શકે છે.

24મીએ પોરબંદર, 25મીએ વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જ્યારે 26 અને 27 ઓગસ્ટનાં રોજ સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ શકે છે,આ વિસ્તારો ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ખેડા, મહીસાગર જિલ્લામાં પણ વરસાદી માહોલ જામશે તેવી આગાહી કરવામાં આવી છે.28મી તારીખે પંચમહાલ, મોરબી, ભાવનગર,મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ,ભારેથી અતિભારે વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: