ભીખ માંગતા બાળકો તેમજ ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને મફત ભણાવે છે અમદાવાદના પોલિસ કર્મીઓ..

અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા, પેટ ભારવામાટે ભીખ માગતા, અને જરૂરિયાતમંદ બાળકો માટે શહેરના ટ્રાફિક પોલીસ દ્વારા એક બહુજ અનોખી કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસકર્મીઓ આ બાળકોને પૈસા વગળ (મફત) ભણાવે છે. આ પહેલની શરૂઆત દોઢ વર્ષ પહેલાં કરવામાં આવી હતી, જેમાં અત્યાર સુધીના બાળકોની સંખ્યા 200થી વધારે થઈ ગઈ છે…

બાળકો તેમનું નામ લખી અને વાંચી પણ શકે છે

આં જરૂરિયાતમંદ બાળકોની સ્કૂલનું નામ ‘પોલીસ પાઠશાળા’ રાખેલ છે, આ પોલીસ પાઠશાળાના અમદાવાદમાં કુલ ત્રણ સેન્ટર આવેલા છે. આ પોલીસ પાઠશાળાની અસર એ થઈ છે કે જે બાળકો એક સમયે વાંચન નહતા કરી શકતા તે હાલ પોતાનું નામ લખી અને વાંચન પણ કરી શકે છે. આમ શાળામાં બાળકોને માત્ર ભણતર જ ફ્રીમાં નહીં પણ જમવાનુંએ ફ્રીમાં આપવામાં આવે છે.

મોટો ફાયદો એ છે કે શિક્ષણ આપતા પહેલાં તેમને વ્યસનમુક્ત કર્યા

અહીં આવતાં ઘણા બાળકો તમાકું, ગુટકા જેવી વસ્તુઓથી વ્યસન કરતા હતા. અને તેમના મા-બાપ પાસે કોઈ કમાવાનું સાધન ણ હોવાથી તે પોતાના બાળકને ભાવ મૂકી નહોતા શકતા. આથી બાળકો ખુબ જ અજ્ઞાની રહેતા હતા. અતો જોવા જઈએ તો પોલિસ કર્મીઓની એક મોટી મહેરબાની છે. જયારે પહેલા શરુઆતમાં બાળકોને કક્કો શીખવાડવાને બદલે વ્યસનમુક્ત કરવામાં આવ્યા હતા અને ત્યાર પછી શિક્ષણ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

બાળકોની જિંદગી સુધરશે તો ભારતનું ભવિષ્ય સુધરશે

આ શરૂઆત મામલે અમદાવાદ ટ્રાફિક પોલીસના એસપી અંકિત પટેલએ કહ્યું કે, ફૂટપાથ પર રહેતા બાળકો મોટાભાગે કોઈ ગુના સાથે સંકળાયેલા જોવા મળે છે. આ બાળકોને ક્રાઈમથી બચાવવા માટે અમે તેમને શિક્ષણ તરફ વાળવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. મને આશા છે કે, અમારા આ પ્રયત્નથી તેમની જિંદગીમાં ચોક્કસથી સુધારો અને સારા ગુણો આવશે. પોલીસ પાઠશાળાના વિદ્યાર્થીઓનું નામાંકિત સ્કૂલમાં એડમિશન પણ કરવામાં આવે છે.દરેક સેન્ટર પર અમે તેમને બેઝિક એજ્યુકેશન આપીએ છીએ. સમજાય તો લોકો સુધી શેર કરજો જેથી અમદાવાદમાં જ્ઞાનથી અજાણ બાળકો આ સેન્ટરની મુલાકાત લઇ શકે અથવા તમે સાથે રહીને પણ એડમિશન કરાવી શકો છો જેથી બાળકોમાં ભણવાનો ઉત્સાહ વધશે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: