ભાજપે છેલ્લા 1 વર્ષમાં પોતાના 5 મહાન રત્નો ગુમાવ્યા-જાણો વિગતે

ભાજપે છેલ્લા 1 વર્ષમાં પોતાના 5 મહાન રત્નો ગુમાવ્યા છે. આ તમામ નેતાઓએ ભાજપને શરૂઆતથી સફળતા સુધીના સંઘર્ષમાં સાથ આપ્યો છે. અટલ બિહારી વાજપાઈ, અનંત કુમાર, મનોહર પારિકર, સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલીએ દુનિયાને અલવિદા કહેતા ભારતીય રાજકારણે ઘણું બધુ ગુમાવવાનો વખત આવ્યો છે. જ્યારે ભાજપ પક્ષે અંગત રીતે તો પોતાના મજબૂત સ્તંભો ગુમાવ્યા છે. સોશિયલ મીડિયામાં પાંચેય નેતાઓના અવસાનને જોડી એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, ભગવાનને સરકારની જરૂર પડતા વડાપ્રધાનથી લઇ પ્રધાનોને તેમની પાસે બોલાવ્યા છે. ઉપરાંત આ દિગ્ગજોને આજે પણ દેશ અને ભાજપ પક્ષ યાદ કરી તેમના યોગદાનને વાગોળી રહ્યો છે.

અટલ બિહારી વાજપાઈ

16 ઑગષ્ટ 2018ના રોજ અટલ બિહારી વાજપાઈનું અવસાન થયું હતું. 93 વર્ષીય અટલ ડાયાબીટીસનો શિકાર હતા. અટલ બિહારી બાજપાઈનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ થયો હતો. તેમની પ્રતિભા, નેતૃત્વ, ક્ષમતા અને લોકપ્રિયતાના કારણે તેઓ ચાર દશકથી વધારે સમય સુધી ભારતીય સંસદમાં સાંસદ રહ્યાં હતાં. ઉપરાંત તેમણે 3 વાર ભારતના વડાપ્રધાન પદને શોભાવ્યુ હતું. વિપક્ષમાં રહીને પણ કોઈ સત્તા પક્ષ માટે લોકપ્રિય હોય તેવા ભારતીય રાજકારણના આ માત્ર એક રાજનેતા હતા.

અનંત કુમાર

ભાજપ નેતા અને સાંસદ રહેલા અનંત કુમારનું 12 નવેમ્બર 1918ના દિવસે અવસાન થયું હતુ. તેઓ કર્ણાટકના બેંગ્લોર દક્ષિણથી સાંસદ હતા. તેઓ કેન્દ્ર સરકારમાં સંસદીય કાર્યપ્રધાન હતા. અનંત કુમારને લાલકૃષ્ણ અડવાણીએ પક્ષ અને સરકારમાં મોટી ભૂમિકા માટે તૈયાર કર્યા હોય તેવા નેતા હતા. તેઓ કેન્સરથી પિડાઈ રહ્યાં હતાં. અનંત કુમારે અટલ બિહારી વાજપાઈના નેજા હેઠળ બનેલી ભાજપની પ્રથમ સરકાર અને મોદી સરકારમાં પ્રધાનપદે સેવા આપી હતી.

મનોહર પારિકર

મનોહર પારિકરનું 17 માર્ચ 2019ના રોજ કેન્સરના કારણે મૃત્યું થયુ હતું. તેઓ મૃત્યુના એકાદ વર્ષ પહેલાથી બિમારીથી પીડાતા હતા. કેન્સરની સારવાર માટે તેઓ અમેરિકા પણ ગયા હતા. બાદમાં ભારત પરત ફર્યાના થોડા મહિનામાં જ દિલ્હી એઈમ્સમાં ભર્તી કરાયા હતાં. આ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતુ. મનોહર પારિકર 4 વાર ગૌવાના મુખ્યપ્રધાન પદ પર બિરાજમાન થયા હતા, ગોવાના રાજકારણમાં તેઓ તમામના પસંદગીના નેતા હતા. ઉપરાંત તેમણે મોદી સરકારમાં પણ રક્ષાપ્રધાન તરીકે સેવા આપી હતી.

સુષ્મા સ્વરાજ

ભાજપના દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજનું 6 ઑગષ્ટ 2019ના રોજ અવસાન થયું હતુ. હ્રદય રોગના હુમલાના કારણે તેમનું અવસાન થયું હતું. સુષ્મા સ્વરાજ દેશના પ્રથમ વિદેશપ્રધાન તરીકે ઓળખાય છે. 1970માં સુષમા સ્વરાજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાઈ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન તેમણે જેપીના આંદોલનમાં પણ ભાગ લીધો હતો. ત્યારબાદ જનસંઘ, ભારતીય જનતા પક્ષ એટલે કે અટલ-અડવાણીથી લઇ મોદી-શાહ સુધી ભાજપમાં પોતાનો દબદબો યથાવત્ રાખ્યો હતો. તેમણે વિરોધ પક્ષમાં રહીને પોતાના ધારદાર ભાષણથી પ્રજાનો પક્ષ રજૂ કરતા હતાં. સત્તામાં આવ્યાં બાદ પણ તેમણે પ્રજા સાથે જોડાયેલા કાર્યો અવિરતપણે કર્યા છે. 1975માં સુષ્માના લગ્ન સ્વરાજ કૌશલ સાથે થયા હતા. કૌશલ 6 વર્ષ સુધી રાજ્યસભા સાંસદ રહ્યાં હતા. ઉપરાંત તેઓ મિજોરમના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે.

અરૂણ જેટલી

પૂર્વ નાણાંપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અરુણ જેટલીનું 24 ઑગષ્ટ 2019ના રોજ અવસાન થયું હતું. જેટલીને શ્વાસ લેવામાં સમસ્યા થતા તેમને 9 ઑગષ્ટથી એઈમ્સમાં દાખલ કરાયાં હતા. વર્ષ 2014માં ભારતીય જનતા પક્ષની સરકારમાં તેમને નાણાંપ્રધાન તરીકે સેવા આપી હતી. જ્યારે 2019માં મોદી સરકાર ફરીથી પ્રચંડ બહુમતી સાથે સત્તામાં આવી ત્યારે અરુણ જેટલીએ વડાપ્રધાનને પત્ર લખી પોતાને સરકારમાં કોઈ જવાબદારી ન સોંપવામાં આવે તેવી માંગણી કરી હતી. જેનું કારણ તેમણે પોતાની નાદુરસ્ત તબિયત હોવાનું જણાવ્યું હતું. અરુણ જેટલી મોદી અને શાહના માનીતા નેતા હતાં.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: