પૂર્વ નાણાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીનું લાંબી બિમારી પછી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં નિધન થયું હતું. જેટલીના નિધનના કારણે સમગ્ર દેશમાં શોકનું મોજુ છે.
બીજેપીના દિગ્ગ્જ નેતા અને પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીએ ગુજરાત રાજ્યના બે ગામોને દત્તક લીધા હતા , જેમાં વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં નર્મદા નદી કિનારે આવેલા પવિત્ર તીર્થ સ્થાન કરનાળી અને ચાંદોદ ગામ દત્તક લીધું હતું.
અને તેઓએ ત્યારબાદ 11 જાન્યુઆરી 2015નાં રોજ કરનાળીની મુલાકાત પણ લીધી હતી. કરનાળીમાં આવેલા પ્રખ્યાત એવાકુબેરભંડારી દાદાના દર્શન કર્યા હતા. કરનાળી અને ચાંદોદ ગામો દત્તક લીધા બાદ તેઓએ સૌથી પ્રથમ ત્યાંના રસ્તા બનાવવાનું કામ શરુ કર્યું હતું
અરૂણ જેટલીએ આ બંને ગામો ને દત્તક લીધા બાદ તેમની આ બંને ગમાઓમાં કુબ્જ વિકાસ ના કર્યો કર્યા હતા. જેમાં તેઓએ ચાંદોદ અને કરનાળી વચ્ચેથી પસાર થતી ઓરસંગ નદી ઉપર એ નવો પુલ બનાવ્યો હતો.અને આ પુલા બનાવવા પાછળ નો જેટલીનો હેતુ એ હતો કે ત્યાંના ગામના સ્થાનિક લોકોને લાંબુ અંતર કાપવું પડતું હતું અને તેમને આ પુલ પાછળ રૂપિયા 50 કરોડનો ફાળો આપ્યો હતો,
આ ઉપરાંત તેઓએ કરનાળી ગામમાં ટેલિફોન સુવિધા માટે ટાવર, બેંક, ઇ-બેકીંગ, જેવી સુવિધાઓ ઉભી કરાવી હતી. આ સાથે તેઓએ ડભોઇ-તિલકવાડા મેઇન રોડથી કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિર સુધીનો માર્ગ બનાવ્યો હતો.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.