અરૂણ જેટલીની અંતિમયાત્રામાં જોડાશે ગુજરાત ના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

પૂર્વ કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીનું નિધન થતાં ગુજરાતના રાજકીય વર્તુળોમાં પણ શોકની લાગણી જોવા મળી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અરૂણ જેટલીના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રી રૂપાણીએ પૂર્વ નાણામંત્રીને શોકાંજલિ પાઠવતા કહ્યું કે, અરૂણ જેટલીએ દેશના નાણામંત્રી તરીકે આર્થિક સુધારા અને નાણાકીય શિસ્ત ક્ષેત્રે પહેલ રૂપ નિર્ણયો કર્યાં હતાં, તે સદાકાળ યાદ રહેશે. તેમના નિધનથી ભાજપે સંનિષ્ઠ અને સમર્પિત નેતૃત્વ ગુમાવ્યું છે. મુખ્યમંત્રી અરૂણ જેટલીજીના અંતિમ દર્શન અને અંત્યેષ્ટીમાં ઉપસ્થિત રહેવા માટે આવતીકાલે સવારે નવી દિલ્હી જશે. મુખ્યમંત્રી 25 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યે ભાજપના હેડ ક્વાર્ટર ખાતે સ્વર્ગસ્થ જેટલીજીના અંતિમ દર્શન કરી ભાવાંજલિ અર્પણ કરશે, ત્યાર બાદ તેમની અંતિમ યાત્રામાં પણ જોડાશે.

જ્યારે ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા અરૂણ જેટલીજીને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે, આ ઓગસ્ટ મહીનામાં સ્વ શ્રીમતિ સુષ્માજી પછી દેશની જનતા ફરીથી આઘાતની લાગણી અનુભવી રહી છે. અરૂણજીનાં જવાથી
ગુજરાતે એક પ્રભાવી મિત્ર ગુમાવ્યાં છે. ભારતે એક વિદ્વાન નેતૃત્વ ગુમાવ્યું છે. ભાજપે એક પોલીસી મેકર અને પ્રખર વક્તા ગુમાવ્યાં છે. અરૂણજીની બહુમુખી પ્રતિભાની ખોટ કયારેય પૂરી ન થઈ શકે. ભગવાન તેમનાં આત્માને શાંતિ આપે. તેમનાં પરીવાર તેમજ આપણને સહુને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: