અરૂણ જેટલીની કરોડોની સંપત્તિના કોણ છે વારસદાર? કેટલી છે સંપત્તિ

પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીનું નિધન થયુ છે. તે કેટલાક દિવસથી એમ્સમાં દાખલ હતા.અરૂણ જેટલીને મોંઘી ગાડી અને ડાયમંડ્સનો શોખ હતો.અરૂણ જેટલી કરોડોની સંપત્તિના માલિક છે.

111 કરોડ રૂપિયાની સંપત્તિ છોડી ગયા અરૂણ જેટલી

2018માં રાજ્યસભાના મેમ્બર રહેતા તેમણે ચૂંટણી પંચને પોતાની સંપત્તિનું નિવેદન આપ્યુ હતું. જેમાં તેમણે પોતાની કુલ પ્રોપર્ટી 1,11,66,20,881 રૂપિયા જણાવી હતી. રાજ્યસભા મેમ્બર્સમાં આટલી સંપત્તિ ભાગ્યે જ કોઇની પાસે હશે. અરૂણ જેટલી પર 8,69,08,381 રૂપિયા દેવુ હતું. જાણકારો અનુસાર જેટલીએ પોતાના જીવનમાં ભારતીય રાજકારણમાં ઇજ્જતની સાથે રૂપિયા પણ ઘણા કમાવ્યા છે. જેમાં બીજેપીમાં ઘણો મહત્વનો રોલ હતો.

જેટલીનો પરિવાર

અરૂણ જેટલીની પત્નીનું નામ સંગીતા છે. તેમના લગ્ન વર્ષ 1982માં થયા હતા. અરૂણ જેટલીને એક પુત્ર અને એક પુત્રી એમ બે બાળકો છે. પુત્રનું નામ રોહન અને પુત્રીનું નામ સોનાલી છે. અરૂણ જેટલીના બન્ને સંતાનો પિતાની જેમ જ વકીલના વ્યવસાયમાં છે. આ તેમની ત્રીજી પેઢી છે, જેમણે વકીલાતના વ્યવસાયમાં કારકિર્દી બનાવી હોય.

15 લાખ કેશ અને 19 કરોડથી વધુ બેન્કમાં

એફિડેવિટમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર અરૂણ જેટલી અને તેમની પત્નીના હાથમાં 15,41,910 રૂપિયા કેશ હતી. જેમાંથી અરૂણ જેટલીના હાથમાં 10.40 લાખ રૂપિયા હતા. આ સિવાય બેન્કની વાત કરીએ તો બન્ને પાસે 8 બેન્ક એન્કાઉન્ટ છે, જેમાંથી 6 અરૂણ જેટલી અને 2 તેમની પત્ની પાસે હતા. આ તમામ 19,36,49,607 રૂપિયા જમા હતા. જેમાંથી 18 કરોડ રૂપિયાથી વધુ અરૂણ જેટલીના બેન્ક એન્કાઉન્ટમાં છે.

પીપીએફમાં જમા 33 લાખથી વધુ રૂપિયા

અરૂણ જેટલી તરફથી પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કરેલુ છે. એફિડેવિટ અનુસાર અરૂણ જેટલી તરફથી 33,26,386 રૂપિયા પ્રોવિડન્ટ ફંડ પણ જમા કરેલુ છે, તેમણે પીપીએફની વ્યવસ્થા માત્ર પોતાના માટે નથી કરી, તેમણે પોતાની પત્ની માટે પીપીએફ એન્કાઉન્ટ ખોલાવડાવ્યુ છે.જેમાં 19,41,811 રૂપિયા જમા છે. બન્ને મળીને પીપીએફમાં 52,68, 197 રૂપિયા જમા છે.

મર્સિડીજ અને ડાયમંડ્સના શોખીન છે જેટલી દંપત્તિ

અરૂણ જેટલી ભારતીય રાજકારણમાં કેટલાક પસંદગીના નેતા હશે જેમની પાસે મર્સિડીજ બેન્જ ગાડી છે. એક મર્સિડીજ 2017માં ખરીદી હતી, જેની કિંમત 72,83,247 રૂપિયા છે. જ્યારે એક મર્સિડીજ 2012માં ખરીદી હતી. જેમની કિંમત 71,50,000 રૂપિયા છે, જેમની પાસે ટોયોટા ફોર્ચ્યુનર પણ છે. જેની કિંમત 23,28,138 રૂપિયા છે. આ તેમણે 2011માં ખરીદી હતી, તેમની પત્ની પાસે એક પણ ગાડી નથી. આ સિવાય દંપત્તિ ડાયમંડ્સનો પણ શોખ છે. જ્યાં અરૂણ જેટલી પાસે 45 લાખ રૂપિયાના ડાયમંડ્સ છે. અરૂણ જેટલીની પત્ની પાસે 1.40 લાખ રૂપિયા છે. બીજી તરફ 82,28,109 રૂપિયાનું સોનું અને 6,06,009 ચાંદી અરૂણ જેટલી પાસે અને 23,05,472 રૂપિયાનું સોનું અને 3,60,547 રૂપિયાની ચાંદી તેમની પત્ની પાસે છે.

આશરે એક ડજન ઘરના માલિક છે અરૂણ જેટલી અને તેમની પત્ની

રિયલ એસ્ટેટમાં પણ જેટલીના ઘણા રૂપિયા લાગેલા છે. અરૂણ જેટલી પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે.આંકડાની માનીએ તો અરૂણ જેટલી અને તેમની પત્ની પાસે પંજાબ,હરિયાણા અને દિલ્હીના પોશ વિસ્તારમાં 12 મકાન છે. આ 12 મકાનની કુલ કિંમત 64.40 કરોડ રૂપિયા છે. અરૂણ જેટલીના નામે ફરીદાબાદમાં નોન એગ્રીકલ્ચર લેન્ડ છે, જેની કિંમત 90 લાખ રૂપિયા છે. સાથે જ અરૂણ જેટલી અને તેમના પત્નીના નામે ગુરૂગ્રામ સ્થિત સાઇબર પાર્કમાં એક-એક કમર્શિયલ બિલ્ડિંગ પણ છે, બન્નેની કિંમત 12 કરોડ રૂપિયા છે.

Leave a Reply

%d bloggers like this: