આવો જાણીએ મહાદેવની ત્રીજી આંખનું રહસ્ય

મહાદેવ માત્ર એક એવા દેવતા છે જે પોતાના ભક્તોની ભક્તિથી જલ્દી પ્રસન્ન થાય છે, અને પોતાના ભક્તોની તમામ મનોકામના પૂરી કરે છે. મહાદેવ સ્વભાવથી ઘણા જ ભોળા છે, એટલા માટે તેમના ભક્તો તેમને ભોળાનાથ નામથી બોલાવે છે. પરંતુ તે જેટલા સ્વભાવના ભોળા છે તેમને ગુસ્સો પણ એટલો જ વધુ આવે છે. જો તેમને એક વખત ગુસ્સો આવી જાય તો તેમના ગુસ્સાને શાંત નથી કરી શકતા. તમે બધા લોકોએ તમામ દેવી દેવતાઓના ફોટા કે મૂર્તિઓ જોઈ હશે. પરંતુ તમામ દેવતાઓમાં ત્રીજી આંખ માત્ર ભોળેનાથની જ જોવા મળે છે.

શાસ્ત્રોમાં પણ દરેક જીવની ત્રીજી આંખો હોય છે તેના વિષે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ આખા બ્રહ્માંડમાં માત્ર મહાદેવ જ એવા છે જેમની ત્રીજી આંખ જોવા મળે છે. શું તમે લોકોએ તેમની ત્રીજી આંખના રહસ્ય વિષે જાણવાનો પ્રયાસ કર્યો છે? કદાચ જ એવા કોઈ વ્યક્તિ હશે જે તેમની ત્રીજી આંખના રહસ્ય વિષે જાણતા હશે.

આ સંસારમાં દરેક જીવને ત્રીજી આંખ હોય છે, પરંતુ માત્ર મહાદેવની ત્રીજી આંખ કેમ જોવા મળે છે? ખરેખર મહાદેવની ત્રીજી આંખનું રહસ્ય શું છે? આ એક ઘણું મોટું રહસ્ય છે જેને આજે અમે આ લેખના માધ્યમથી તમને જણાવવાના છીએ.

આવો જાણીએ મહાદેવની ત્રીજી આંખનું રહસ્ય :

મોટા ભાગના લોકોને ખબર હશે કે ભગવાન શિવજીને ત્રિલોચન નામથી પણ ઓળખવામાં આવે છે. જેનો અર્થ થાય છે ત્રણ આંખો વાળા. મહાદેવ આ સંસારમાં એકમાત્ર એવા દેવતા છે જેમને ત્રણ આંખો છે. શાસ્ત્રોના જણાવ્યા મુજબ મહાદેવની બે આંખો માંથી એક આંખને ચન્દ્રમા અને બીજી આંખને સૂર્ય કહેવામાં આવે છે, જો કે ત્રીજી આંખને વિવેક કહેવામાં આવે છે.

મહાદેવ એકમાત્ર એવા દેવતા છે જેની આંખોથી સત્ય ક્યારે છુપાઈ શકતું નથી. એટલા માટે મહાદેવને પરમ બ્રહ્મ પણ કહેવામાં આવે છે. મહાદેવની આ ત્રીજી આંખ જ્ઞાન ચક્ષુ હોય છે, તેને વિવેક એટલે બુદ્ધીનું પ્રતિક કહેવામાં આવે છે.

મહાદેવ પોતાની ત્રીજી આંખ હંમેશા બંધ કરીને રાખે છે, તે પોતાની ત્રીજી આંખ ત્યારે ખોલે છે જયારે તેમને વધુ ગુસ્સો આવે છે. તેમનો વિવેક વિચલિત થવાથી તેમની ત્રીજી આંખ ખુલે છે, જેના કારણે જ પ્રલય આવે છે.

ત્રીજી આંખ દરેક માણસને મળેલી હોય છે, જે અંતઃ પ્રેરણા સમાન અંદર હોય છે. જેને જાગૃત કરવા માટે આકરી સાધના અને જ્ઞાનની જરૂર પડે છે. વાસ્તવમાં જોવામાં આવે તો આ ત્રીજી આંખ કામ, વાસના, ક્રોધ, લોભ, મોહ, અને અહંકારને કાબુમાં રાખે છે. તેની સાથે જ તે આત્માને જન્મ મરણ માંથી મુક્ત પણ કરાવે છે.

જો આપણે સાંસારીક દ્રષ્ટિએ જોઈએ તો એવું કહેવામાં આવે છે, કે ત્રીજી આંખ સાચું અને ખોટું, જીવનમાં આવતી તકલીફો અને મુશ્કેલીઓની જાણકારી આપે છે. અને તે આપણને સાચો રસ્તો દેખાડે છે. ત્રીજા નેત્રની મદદથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણો ગુસ્સો, લોભ, મોહ અને અહંકારને દુર કરી શકીએ છીએ.

મહાદેવના ત્રણેય નેત્રોમાં ત્રિલોક વસેલા છે. એટલા માટે ભગવાન શિવજીને ત્રિલોક સ્વામી પણ કહેવામાં આવે છે. આ ત્રણે નેત્ર ત્રિલોકનું પ્રતિક માનવામાં આવે છે. જે ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્ય કાળને દર્શાવે છે. હવે તમે મહાદેવની ત્રીજી આંખનું રહસ્ય તો સમજી જ ગયા હશો. આ ત્રીજી આંખ દરેક માણસની અંદર રહેલી હોય છે. જો તમે તેને જાગૃત કરવા માંગો છો તો તેના માટે તમારે આકરી તપસ્યા કરવી પડશે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: