શ્રી શીતળા માતાજી મંદિર- કાલાવાડનો ઇતિહાસ

અભેદ મા – અદ્વૈતમાં પ્રભુ ઉપાસના કરવી એ ભારતનો સંસ્કાર રહ્યો છે. સતી અને જતી , સાંઈ અને સાધુ , મૌલાના અને મહંત પીર અને વીરની સંસ્કૃતિ અભેદપણે સૈકાઓથી જોડાજોડ વહી રહી છે. જામનગર જિલ્લામાં રાજકોટ થી ૪૫ કિલોમીટર દૂર કાલાવડ નદીને કાંઠે વસેલું કાલાવડ ગામ ધર્મનિરપેક્ષતાનો ઉદાહરણ છે.

કાળા માંજરીયા નામના એક કાઠી એ કાલાવડની આસપાસનો પ્રદેશ કબજે કરી ત્યાં કાલેશ્વર મહાદેવનું મંદિર બંધાવ્યું .સાથે-સાથે પુરાતન એવા શીતળા મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો .

મંદિરની નામના ધીમે ધીમે પ્રસરવા લાગી. ગામ કાલાવડ શીતળા ને નામે ઓળખવા લાગ્યું .દિલ્હીમાં અલાઉદ્દીન ખીલજી તે સમયે રાજ્ય તપે. હિન્દુ મંદિરો ને તોડી નાખવા તે આ ધર્માંધ બાદશાહ ની એકમાત્ર મુરાદ હતી .તેણે પોતાના એક સરકારને સૌરાષ્ટ્ર પર હલ્લો કરવા મોકલ્યો. સૌરાષ્ટ્રના દેવ સ્થાનોને ખંડિત કરતો હતો .મુસ્લિમ સરદાર પોતાની સેના સાથે આગળ વધી રહ્યો હતો. ત્યાં તેને કાને કાલાવડના શીતળા મંદિરની ખ્યાતિ સંભળાઇ.

તેણે પોતાના સૈન્યને કાલાવડ તરફ વાળ્યું. એક સાંજે લશ્કરને ગામથી થોડે દૂર આવી પહોંચ્યું. કાલાવડમાં પીરના એક તકીયામાં શરાફત અલાદીન નામે ફકીર રહે .ખુદાના બંદા જેવા આ ફકીર મુસ્લિમ રસ કરાવવાનું જાણે તેના સરદારને મળવા ગયા. ફજીરે આજીજી કરી કે શીલા મંદીરનું સ્થળ નું મંદિર તોડશો નહી . અહીના હિંદુ-મુસ્લિમ સૌ સંપીને રહે છે .મંદિર હિંદુઓની આસ્થાનું કેન્દ્ર છે. મારી આજીવિકાનો આધાર પણ હિન્દુઓ છે. ગામનાં લોકોનું દિલ દુભાઈ એવું કોઈ કૃત્ય ન કરવા શરાફત અલાદીન અને વિનંતી કરી .પરંતુ ધર્મ અને સેનાપતિ એ ફકીરને કોઇ વાત ન સાંભળી અને તેને હડધૂત કરીને કાઢી મૂકયો . ફકીરે તકીયામાં આવી શીતળા મંદિરની પૂજારી રામગીરી અતીતને બોલાવીને માટીની એક કથરોટ આપી અને પ્રતિમા પર ઢાંકી દેવા જણાવ્યું.

કથા તો આગળ ચાલે છે કહે છે કે બીજા દિવસે પરોઢના અંધકારમાં મુસ્લિમ લશ્કર તોડવા આગળ વધ્યુ .પરંતું ઝાકળ ખૂબ પડેલું અને અંધારું હતું તેમાં લશ્કર વગડામાં ભૂલુ પડ્યુ . કોઈ સતી માતાના મંદિરને શીતળા મંદિર ને સમજી તેની તોડફોડ કરી સૈન્ય આગળ જતું રહ્યું .પૂજારી રામગરી ફકીરની લાગણીથી પ્રસન્ન થયા અને પૂજાની આવકમાંથી તો તેમને કાયમી ભાગ કરી આપ્યો .ત્યારથી ફકીર ના વારસદારો મંદિરના પૂજાના હકદાર બન્યા . પૂજા નો વારો આવે ત્યારે તેઓ બ્રાહ્મણ પાસે પૂજા કરાવતા .લાંબા વખતે બ્રાહ્મણો પણ પૂજામાં ભાગીદાર થયા. કાલાવડમાં આવેલા મંદિરમાં આજે આઠ દાયકાથી અતિત , ફકીર અને બ્રાહ્મણ એમ ત્રણેના પૂજામાં વારા ચાલે છે.

કાલાવડ ની બહાર જામનગરને રસ્તે કાલાવડ તાલુકો અને સંગમ સ્થળે જ બાજુ ઉંચી દીવાલોથી સુરક્ષિત કેવું શીતળા માતાનું મંદિર આવેલું છે. સ્થાનકમાં સાથે તેમની છ બહેનો ઓરી ,અછબડા, ધાસણી ,નૂરબીબી ,અને ખસ તથા ભાઈ રતવેલીયો ના પણ ફળા આવેલા છે. સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસની બંને સપ્તમીને શીતળા સાતમ કહે છે. આ દિવસે આગલા રોજ એટલે કે રાંધણ છઠે પકવેલી રસોઈ જવામાં આવે છે સાતમને દિવસે અનેક પરિવારો ઘરમાં રસોઇ માટે અગ્નિ પેટાવવા નથી . કચ્છમાં ચૈત્ર વદ તેરસ તરીકે ઉજવવામાં આવે છે. શીતળા માતાના સમગ્ર ભારતમાં લગભગ બધા પ્રાંતમાં એક યા બીજા સ્વરૂપે વધારેમાં વધારે સિદ્ધ લોકમાતા છે .દરેક મહિનામાં તહેવારો આવે છે ગુજરાતમાં તો ગામેગામ શીતળા માતાના સ્થાનકો છે .

બાળકમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી માંદગીમાં કે વહેલું ઝડપાઈ જાય છે. બાળકની રક્ષા માટે કેટલી દેવીઓની માનતા માને છે અને રોગ તો હવે વિશ્વભરમાંથી નાબૂદ થયો છે .પણ અગાઉના સમયમાં શીતળાનો રોગ વ્યાપક હતો .ઉપરાંત ઓરી નૂરબીબી જેવા રોગો બાળકોને ઝડપી લેતા તેમાંથી બાળકનું ક્ષેમ વાંછવા શીતળાની પૂજા પ્રચલિત બની . એમનું વાહન ગર્દભ એટલે કે ખર છે . માતાજીના એક હાથમાં સાવરણી બીજામાં કળશ તેમજ માથા ઉપર સુપડું મૂકેલું હોય છે. શ્રાવણ મહિનામાં મહિલાઓ શીતળા માતાની પૂજા કરે છે ત્યારે બ્રાહ્મણ ભીની માટી માંથી મૂર્તિ ઘડી કાઢે છે. તેને કોડીની આંખો ચોંટાડી ચૂંદડીનો કટકો ઓઢાડાય છે. શીતળા માતાનો વાસ બોરડીમાં હોવાથી ઘણે સ્થળે બોરડી બળાતી નથી.

વાણી અને આચરણમાં ભેદ ન રાખનાર સંતો દ્વારા સામાજિક સમરસતા પુષ્ટ બને છે .આ મંદિર તેની ગવાહી પુરે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: