છેતરપીંડી ના કિસ્સા મા જાણો ગ્રાહકોના માનવ અધિકારો, ફરિયાદ ક્યારે અને કેવી રીતે કરવી…

આજના સમયમાં માર્કેટ માં જાત જાત ની પ્રોડક્ટ ઉપલબ્ધ છે જેમની ઘણી પ્રોડક્ટ લઈને ગ્રાહક છેતરાય છે. આજના ખોટા સમયમાં ગ્રાહકોની સમસ્યાનું ઝડપી અને બિનખર્ચાળ ઉકેલ પૂરો પાડવા રાજ્યના દરેક જિલ્લા માં અર્ધ-ન્યાયિક તંત્ર રચવામાં આવ્યા છે. તો ચાલો જણાએ ગ્રાહકો માટેના હક્ક અને તેના અધિકારો અંગે. તથા Consumer Court માં ફરીયાદ કરવાની પ્રક્રિયા વિષે.

* ગ્રાહકોના માનવ અધિકારો :

– સલામતીનો માનવ અધિકાર

જીવન માં સ્વાસ્થ માટે નુકશાનકારક ઉત્પાદન પ્રક્રિયાઓ ને રોકવા અને જે પ્રોડક્ટ થી માણસ નું જાન જોખમમાં હોય તો તેની સામે સુરક્ષા મેળવાનો અધિકાર છે.

– વળતર મેળવાનો માનવ અધિકાર

ગ્રાહકને થયેલ નુકશાન ની ભરપાઈ કરી જરૂરી વળતર મેળવવા નો અધિકાર 1964 થી અમલી છે. ખામીયુક્ત માલ, ક્ષતિયુક્ત સેવા કે છેતરામણી ભરેલી રજૂઆત થી ગ્રાહક ને થયેલ નુકશાન માટે વળતર મેળવાનો અધિકાર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

– ઉપભોક્તા શિક્ષણનો માનવ અધિકાર

સરકાર દ્વારા આ અધિકાર મુજબ ગ્રાહકનાં જીવન અને હિત સંબંધિત બધીજ બાબતો અને વસ્તુઓથી માહિતગાર થવા માટે લાગુપડતું ભણતર મેળવવાનો ગ્રાહકને અધિકાર સોપવામાં આવ્યો છે.

– માહિતીનો માનવ અધિકાર

આ અધિકાર પ્રમણે ગ્રાહક વસ્તુઓ ની શુદ્ધતા, ગુણવતા, પ્રમાણિકતા જેવી બધીજ યોગ્યતા વિષે સંપૂર્ણ માહિતી મેળવી શકે છે.

– પસંદગીનો માનવ અધિકાર

આ અધિકાર મુજબ ગ્રાહક વસ્તુ જોઈ કે તપાસી કે પછી ઉપયોગ કરીને જેમ પોતાને વધુ માં વધુ લાભ મળે એ રીતે તેમાંથી પસંદગી કરવાનો અધિકાર મેળવે છે.

– જીવનજરૂરી સેવાઓ મેળવવાનો માનવ અધિકાર

આ અધિકાર ને આધીન ગ્રાહક ગૅસ, પાણી કે વીજળી જેવા બધાજ લાભ પોતાની મરજી થી અને પ્રામાણિકતાથી સમયસર મેળવી શકે છે.

– ફરિયાદ નિવારણનો માનવ અધિકાર

આ અધિકાર ને આધીન કસ્ટમર પોતાની સાથે થયેલા શોષણ તેમજ બીજા દ્વારા થયેલ અયોગ્ય કાર્યો અને એના થી થયેલ હેરાનગતિ વિરુદ્વ કરેલ ફરિયાદનું નિવારણ અને તેનો યોગ્ય ચુકાદો મેળવી શકે છે.

* ફરિયાદ એટલે શુ?

ફરિયાદ નો મીનિંગ, ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 1968 ની જોગવાઇ મુજબ ગ્રાહક ને રાહત મેળવવાનો છે, જ્યારે ફરિયાદીએ લેખિતમાં નીચે દર્શાવ્યા પ્રમાણેનો કોઈ આક્ષેપ કર્યો.

* ફરિયાદ ક્યારે કરી શકીએ?

-અધિનિયમની એક ધારાની અંદર ફરિયાદીનો પણ ઉલ્લેખ કરાયો છે.

-જો ખોટી રીતે કોઈ વસ્તુનો વેપાર થઈ રહ્યો હોય કે કોઈ વસ્તુને ખોટી રીતે વેપારી વેચાણ કરી રહ્યો હોય તો.

-જો ખરીદેલ વસ્તુમાં અનેક ખામીઓ હોય.

-જો કોઈ સેવા લીઢેલ હોય અને તેમાં કોઈ ખામી હોય.

– જો વ્યાપાર કરનારાએ અમુક વસ્તુની કિંમત મૂળ કિમત કરતાં વધુ વસુલી હોય તો..

-જે વસ્તુ મનુષ્યના સ્વસ્થ્ય માટે અને સલામતી માટે નુકસાનકારક હોય, તેનું વેચાણ થતી હોવાની ફરિયાદ કરી શકાઈ.

* વસ્તુ ના વળતર માટે Consumer અદાલત મા ફરીયાદ:

ગ્રાહક પોતે ગ્રાહક કોર્ટમા ફરિયાદ કરી શકે છે. ફરીયાદ કરવાનુ સ્થાન વળતરના આધાર પર નક્કી કરવામા આવે છે. જો ફરિયાદની રકમ ૨૦ લાખ રૂપિયાથી ઓછી હોય તો જિલ્લા ફોરમમા ફરિયાદ કરો.

જો ફરિયાદની રકમ ૨૦ લાખથી વધારે કે ૧ કરોડથી ઓછી હોય તો તે રાજ્ય આયોગની સમક્ષ કરવી. અને જો ફરિયાદ ની રકમ એક કરોડથી વધારે હોય તો રાષ્ટ્રીય આયોગની સમક્ષ ફરિયાદ દાખલ કરવી પડશે.

ફરિયાદ કરવા માટે કસ્ટમરે સાદા પેજ પર પૂરી માહિતી લખવાની હોય છે. જેમાં કે આ બધું ક્યારે અને ક્યાં બન્યું તેનો ઉલ્લેખ કરવાનો હોય છે. દાખલ કરેલ ફરિયાદમાં આરોપોના સમર્થનમાં પુરાવા પણ આપવા. ફરીયાદની સાથે આરોપોને લઇને દરેક પુરાવો પણ લગાવો અને સાથે તમારા નુકસાનના દસ્તાવેજો રજૂ કરવા જોઇયે. અલબત, ફરિયાદકર્તાઓ અને સામે વાળી પાર્ટીના નામનું વિવરણ અને એડ્રેસ પણ લખવાનું હોય છે. આમાં કોઈ વકીલ ની જરૂર રેતી નથી.

  • ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ સંસ્થા

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: