કાઠીઓનાં પ્રાચીન મુખપત્રો

કાઠીઓ પરથી કાઠિયાવાડ કહેવાય છે. કાઠીઓનાં એક સમયે મુખપત્રો પ્રકાશિત થતાં હતાં . જોકે આજે તો એ મુખપત્રો ઇતિહાસમાં સરી ગયા છે. ઘણાં બધાં નાં તો નામ આજે ભુલાયા છે. આજે જાણીએ કાઠીઓનાં એ પ્રાચીન મુખપત્રો ને જેણે વર્તમાનપત્રો પેહલાં કૃતિઓ પ્રગટ કરવાનું એક મહત્વનું સાધન હતું . એ સમયે ચારણ અને બારોટ પોતપોતાની કૃતિઓ પ્રગટ કરી સમાજ જીવનનાં મૂલ્યોને ટકાવી રાખવા પ્રયત્ન કરતાં હતાં . આવા મુખપત્રો સમય જતાં જ્ઞાતિ મુજબ પ્રકાશિત થવા લાગ્યા . જેને આજે આપણે મેગેજીન કહીએ છીએ એવું એનું સ્વરૂપ હતું .

જેમકે ઇ.સ. 1885 માં જૈન ધર્મ પ્રકાશિત થયું હતું . ઇ.સ. 1092 માં ભાવનગરથી જૈન નું પ્રકાશન થયું હતું તો ઇ.સ. 1915 માં રાજકોટથી લોહાણા હિતેચ્છુ પ્રગટ થયું હતું . વખત જતાં આગળ કહ્યું એમ જ્ઞાતિગત મુખપત્રોની શરૂઆત થઈ. આ યાદીમાં કાઠી જ્ઞાતિએ પણ પોતાનાં મુખપત્રો પ્રકાશિત કર્યા હતાં . આજે આપણે એ અજાણ્યા મુખપત્રો વિશે વાત કરવાનાં છીએ.

તો ચાલો જાણીએ કાઠીઓનાં પ્રાચીન મુખપત્રોને !

( ૦૧ ) ક્ષત્રિય મિત્ર

ક્ષત્રિય મિત્ર કાઠીઓનું સર્વ પ્રથમ મુખપત્ર હતું . જાણીને નવાઈ લાગશે પણ આ મુખપત્રનો પહેલો અંક ઇ.સ. ૧૯૧૨ ને પેહલી જાન્યુઆરીના રોજ પ્રગટ થયો હતો . તેમાં ક્ષત્રિય ધર્મ , અફીણ દારૂની લડાઈ , ઈનામી પ્રશ્નનો રસથાળ પીરસવામાં આવતો . એ પણ માત્ર ૨ ₹ ના વાર્ષિક લવાજમ ( પોસ્ટજ સાથે ) સાથે ! બોલો ! જે રાજુલાથી પ્રકાશિત કરવામાં આવતું હતું . રાજુલાનાં ‘ ધી મહુવા ત્રિભુવન પ્રિન્ટિંગ પ્રેસમાં તૈયાર થતું . આ મુખપત્રના કર્તા હર્તા હતાં રાણીગભાઈ રામભાઈ ધાખડા ! ને પ્રશ્ન ના જવાબ આપવામાં જીતનાર ને ૧૦ ₹ નું ફોટોગ્રાફનું આલ્બમ ઇનામમાં આપવામાં આવતું.

પણ અફસોસ જે એનાં વિશે વધારે માહિતી મળતી નથી . વધારે સમય કદાચ નોહતું ચાલ્યું . એનું કદ , આકાર અને બાઇન્ડિંગ જોતાં તો સારું હતું એવુ લાગે છે. મુખપૃષ્ઠ પર ભગવાન શ્રીરામનું ચિત્ર છાપવામાં આવતું હતું .

આ મુખપત્રનો મુખ્ય હેતુ ક્ષત્રિયને આપણે કોણ છીએ ? પેહલાં કેવાં હતાં ? આજે શું હાલત છે ? અત્યારે કેવી સ્થિતિમાં પોહચી ગયા છીએ એનું જ્ઞાન આપવાનો હતો . ઇતિહાસ પર નજર ફેરવી બોધ પાઠ આપવાનો હેતુ હતો .

આ મુખપત્ર જ્યાં સુધી ચાલ્યું ત્યાં સુધી ઇતિહાસની સેવા તો કરી જ હતી. જે આજે પણ જરૂરી છે જ ! તે સમયે આ મુખપત્રમાં સામાજિક સુધારણાના વિચારો ફેલાવવામાં આવતાં , પ્રલોભન આપીને પણ લોકોને વાંચનમાં રસ લેતાં કરવા પ્રયત્ન થતો હતો .

( ૦૨ ) કાઠી રાજપૂત

ક્ષત્રિય મિત્ર મુખપત્ર ઇ.સ. ૧૯૧૨ માં શરૂ હતું. પણ ટૂંકા ગાળામાં બંધ થઈ ગયું હતું. તેનાં પછી ૧૫ – ૧૬ વરસ પછી ઇ.સ. ૧૯૨૯ માં કાઠી રાજપૂત નામનું મુખપત્રની શરૂઆત થઈ હતી . એનો પહેલો અંક પ્રકાશિત થયો ઓક્ટોબર , ૧૯૨૯ માં ! તે પણ ખૂબ નજીવી કિંમતમાં – પોસ્ટજ સાથે વાર્ષિક ₹ ૨-૧૨-૦ હતું . ને એનાં નિર્માતા રાજપુરોહિત ભગવાનજી ભીમજી સાવરકર !

તંત્રી રાજગોર હતા એટલે જ્ઞાતિ હિતમાં ખૂબ કડક અને સત્ય વાતો લખી શક્યાં હતાં . એમનાં જેવા તંત્રીઓની આજે આ સમાજમાં ખૂબ જ આવશ્યકતા છે.

આ મુખપત્રમાં દારૂ , અફીણ છોડનારાના નામ અને વિગત છોડ્યા પછી કેવી અડગતાથી પ્રતિજ્ઞા પાળે છે એનાં સમાચાર છાપી સમાજ સુધારણામાં યોગદાન આપતાં .

એ સમયે રાજાઓ ,તાલુકાદારો ને સામન્ય ગૃહસ્થોને વી.વી.પી. થી અંકો મોકલાતા પણ એ અંક ન છોડાવે તો એનો ખર્ચ પણ માથે પડતો. છતાં નિર્ભક રીતે સુજ્ઞ જ્ઞાતિજન , કદરદાન રાજવીઓની મદદથી લગભગ નવ દસ વર્ષ એકધારું પ્રકાશિત થયું .

આ મુખપત્રમાં કવિતા ,વ્યક્તિ વિશેષ લેખ , પ્રશ્ન હરીફાઈ , સમાજ સુધારણાનાં લેખ , વિવિધ મિટિંગના અહેવાલ , ગરાસ સંબંધી તકરારોનાં લેખ પ્રકાશિત થતાં . જેમાં તંત્રીના વિદ્વતા , સાક્ષરતા , સહિષ્ણુતા , નિર્ભયતા , નિષ્પક્ષતાનાં ગુણો જણાઈ આવે છે .

( ૦૩ ) કાઠી અભ્યુદય

કાઠી રાજપૂત મુખપત્ર ચાલતું હતું એ જ સમયગાળામાં નાજભાઈ ખાચરે ભાવનગરથી ‘ કાઠી અભ્યુદય ‘ નામનું મુખપત્ર શરૂ કર્યું હતું . જેનો પ્રથમ અંક ચૈત્ર સુદ સવંત ૧૯૮૭ નાં રોજ પ્રકાશિત થયો હતો . જોકે કોઈ કારણથી એ બંધ થઈ ગયું હતું . પેહલાં અંકમાં કાઠીઓની પેટા શાખા વિશેનાં ખાસ લેખો હતા .

( ૦૪ ) કાઠી મિત્ર

થોડા રાજકીય હેતુથી વાઘણીયા ( તા. કુંકાવાવ જી. અમરેલી ) થી શ્રી અમરાવાળા એ આ મુખપત્ર ઇ.સ. ૧૯૩૯-૪૦ આસપાસ શરૂ કર્યું હતું .

આ થોડું આધુનિક મુખપત્ર હતું . તે ભગવતસિંહજી ઇલેક્ટ્રિક લિથો એન્ડ પ્રિન્ટિંગ પ્રેસ ગોંડલથી છપાતું . અડધા ગુજરાતનાં નકશામાં એક ઘોડેસવાર ને મંદિરનાં ચિત્ર વાળા આ મુખપત્રની વાર્ષિક લવાજમની કિંમત ₹ ૩ હતી . જેનું પ્રેરનાસૂત્ર હતું – उतिष्ठ जाग्रत प्राप्य वरान्नीबाधत ।

આ મુખપત્રમાં ચિંતાત્મક લેખો , સ્તુતિઓ , કાવ્યો , જ્ઞાતિ સમાચાર , ટૂંકી વાર્તાઓ , સામાજિક સમાચાર , સુધારા વિષયક લેખો , શૈક્ષણિક લેખો અને ઇતિહાસ વિષયક લેખો છપાતા હતાં . જેમાં શૈક્ષણિક સ્થિતિ સુધારવા ર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો .

જોકે એક વાત ખાસ જાણવા લાયક કે આ મુખપત્ર ‘ કાઠી રાજપૂત ‘ નામનાં મુખપત્ર કરતાં થોડું ઉણું ઉતરતું હતું . છાપકામથી લઈ લેખો , અંદરના ચિત્રો , ફોટોગ્રાફ અને તટસ્થતામાં ઉણું ઉતરતું હતું .

( ૦૫ ) કાઠી જાગૃતિ

કાઠી રાજપૂત નાં તંત્રી ભગવાનજી ભીમજી સાવરકરે એ મુખપત્ર બંદ કર્યા બાદ ૦૯ વર્ષનાં વિરામ પછી કાઠી જાગૃતિ નામનાં મુખપત્રની શરૂઆત કરેલી . ઇ.સ. ૧૯૪૭ માં અર્થાત સ્વતંત્રતાની લડાઈ સમયે જ . જેમાં ઉગતો સૂર્ય અને ફરતાં કિરણોના બદલે હથિયાર ને બેય બાજુ બે જુવાન દર્શાવેલા હતાં.

આ મુખપત્ર પ્રગટ થયું ત્યારે કાઠી મિત્ર નામનું અન્ય એક મુખપત્ર પણ પ્રગટ થતું હતું. એ મુખપત્રના આશ્રયદાતા અમરાવાળા થાણાદેવળી હતાં . જ્યારે કાઠી મિત્રનાં આશ્રદાતા હતાં – દ. શ્રી અમરાવાળા ! આમ બન્ને મુખપત્ર રાજવીઆશ્રિત હતાં .

આ માસિક હપ્તે પ્રગટ થતું . જેનું વાર્ષિક લવાજમ ₹ ૪ હતું . જય સૌરાષ્ટ્ર પ્રિન્ટીંગમાં છપાતા આ મુખપત્રના ઘણાં વિશેશાંકો પ્રગટ થયા હતાં . જેમાં ઇતિહાસ , તત્કાલીન રાજકીય પરિસ્થિતિ , લોકસાહિત્ય , સામાજિક રીતરિવાજો , કવિતાઓ , વ્યસન નાબૂદીના લેખ , જાણવા જેવું , ટુચકા , મુલાકાત , રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રીય સમાચાર , સમાધાન વેગેરે છપાતાં હતાં . જોકે અત્યાર સુધીના મુખપત્રોના અંક મળવા મુશ્કેલ છે.

( ૦૬ ) સુરજ

કાઠી જાગૃતિ મુખપત્ર નો છેલ્લો અંક જ્યારે બહાર પડ્યો હશે ત્યારે કદાચ એ જ સમયગાળામાં તારીખ ૦૪/૧૦/૧૯૪૯ના રોજ સૂરજ નામનું એક મુખપત્ર અમરેલીથી વિસામણભાઇ કાળુભાઈ વાળાએ શરૂ કરેલું . એ ઉત્સાહી યુવાન અને વ્યવસાયે એડવોકેટ હતા. સુધારણા અને જ્ઞાતિ હિત માટે તેમને ઘણા બધા પ્રયત્નો કરેલા . એટલે તે જ્ઞાતિ રાજા-મહારાજા અને તાલુકદારોથી જાણકાર અને પરિચિત હતા. આથી કટોકટીના કાળમાં એમણે આ મુખપત્ર પુત્રની શરુઆત કરી હતી . આ મુખપત્રના મુખ પૃષ્ઠ ઉપર સૂર્ય અને ખાંભીઓ નું ચિત્ર દોરેલું હતું .

આ મુખપત્રનું વાર્ષિક લવાજમ રૂપિયા ચાર હતું ને મિનરવા પ્રિન્ટરી અમરેલી થી છપાતું . સુરજ નામના મુખપત્રે જ્ઞાતિબંધુઓ ની ખૂબ જ સેવા કરી હતી, કારણ કે તેની અંદર ના બધા જ લેખો ઉપયોગી અને મનનીય હતા . સૌરાષ્ટ્રને અને ગરાશદાર નામના લેખોમાં ગરાસદાર પ્રથા વિશે ની ખૂબ જ અનુપમ માહિતી આપવામાં આવી હતી . આ સિવાય ગરાસીયા એસોસિએશનને પસાર કરેલા ઠરાવો પણ તેમાં છાપવામાં આવતા , તેમજ અગત્યની મીટીંગ નો ઠરાવ પણ છપાતા એ જ રીતે પ્રખ્યાતિ સુધારકોના અને શિક્ષણને લગતા ઘણા બધા લેખ કોઈની પણ શેહશરમ વિના તેમાં છાપવામાં આવતા હતી. સમાજની સારી એવી માહિતી પાડી પૂરી પાડી અને કટોકટીના સમયે માહિતી અને માર્ગદર્શન આપીને લોકશાહીને મજબૂત કરવાનો પ્રયત્ન કર્યો હતો.

( ૦૭ ) ઉદયભાણ

સુરજ અને કાઠી જાગૃતિના મુખ પત્ર બંધ થયા પછી લગભગ ૧૮ વર્ષ પછી ફરી વારના કાઠી જ્ઞાતિ નું મુખપત્ર ઉદયભાણ નામથી શરૂ થયું હતું . લગભગ ૧૯૫૧ થી ૧૯૧૯ સુધીના વર્ષોમાં કાઠી જ્ઞાતિ નું કોઈ મુખપત્ર કદાચ પ્રકાશિત થતું ન હતું તેથી આ સમયગાળાના સામાજિક સમાચાર શેક્ષણિક સમાચાર વિશેની કોઈ પણ માહિતી મળતી નથી . આ 18 વર્ષ સુધી આવડી વિશાળ જ્ઞાતિથી મુખપત્ર વગરની રહી તેના માટે પણ એક સંશોધન થઈ શકે તેમ છે. મુખપત્ર વગર રહેવાનું કારણ કદાચ મુખપત્ર ચલાવવામાં પડતી મુશ્કેલીઓ અને જ્ઞાતિ બંધુઓનાં પ્રોત્સાહન નો અભાવ તેના કારણે જ શરૂઆતથી જ મુખ પત્ર વારંવાર બંધ પડેલા જણાય છે. આમેય મુખ પત્ર ચલાવવું એ અઘરું કામ હોય છે . કારણ કે તેમાં વારંવાર જ્ઞાતિ જનોના રોષનો ભોગ સત્ય લખવાથી બનવું પડતું હોય છે.આ કાઠી જ્ઞાતિના આજ સુધીના દરેક મુખપત્રમાં કાઠી રાજપુત સૌથી અને કડક સત્યપ્રેમી રહ્યું છે.

( ૮ ) ઉદયભાણ

ઉદયભાણના તંત્રી જગુભાઈ જે ધાંધલ હતા. લવાજમ રૂપિયા ૧૨ હતું અને દર મહિને કોટડાસાંગાણી થી પ્રગટ થતું હતું, જે લેક્સી પ્રિન્ટર્સ રાજકોટ આપવામાં આવતો હતો અને આ મુખપત્ર પત્ર નો પહેલો અંક માર્ચ મહિનામાં 1969માં બહાર પડ્યો હતો . ને લગભગ બે-ત્રણ વર્ષ ચાલે ને વળી પાછું આ સામાયિક મુખપત્ર બંધ થઈ ગયું હતું . પણ આ તે ત્રણ વર્ષમાં જ્ઞાતિની સારી એવી સેવા કરી . સારા સારા લેખ સામાજિક શૈક્ષણિક જાગૃતિ ફેલાવવાના કાર્યો કર્યા હતા. મુશ્કેલી આવવાના કારણે બંધ કરવામાં આવ્યું હતું.

( ૦૯ ) ભલે ઉગ્યા ભાણ

હવે આ મુખપત્ર અમરેલી બોર્ડિંગ માંથી બહાર પડતું હતું . તેનો પ્રથમ અંક 15/ 8/ 1973ના રોજ બહાર પડ્યો હતો અને જેવો અંક બહાર પડ્યો કે તરત આ મુખપત્ર બંધ થઈ ગયું હતું . તેના તંત્રી રાવતભાઇ ધવલભાઇ વિછીયા હતા.

( ૧૦ ) કાઠી જાગૃતિ

મુખપત્ર જૂનાગઢથી પ્રસિદ્ધ કરવામાં આવતું. આ મુખપત્ર ના તંત્રી ઓઘડભાઈવાળા અને સંપાદક તરીકે બહાદુરભાઇ વાંક, ચાંપરાજ ભાઇ માંજરીયા , નાગ ભાઈ ચા . વાળા હતા. આ મુખત્ર ના લવાજમ પાંચ પ્રકારના હતા.

૧. સામાન્ય રૂપિયા ૬

૨. શુભેચ્છક રૂપિયા ૧૫

૩. હિતચિંતક રૂપિયા ૨૫

૪.સહાયક રૂપિયા એકાવન

૫.અને વાર્ષિક રૂપિયા ૪

મુખપૃષ્ઠ ઉપર શિક્ષણ શિસ્ત અને સંગઠન નું સૂત્ર રહેતું હતું. આમુખ પત્ર નો પહેલો અંક 15/ 10/ 1970ના રોજ પ્રગટ થયો હતો અને છેલ્લો અંક 1913માં પ્રગટ થયો હતો.

આ રીતે આ મુખપત્ર લગભગ ચાર વર્ષ જ્ઞાતિ સેવા કરી પોતે બંધ થયુ હતું. આખરમાં આ મુખપત્ર ના લગભગ ૨૦૦ ગ્રાહક નોંધાયા હતા, જેમાંથી 965 વ્યક્તિઓએ જ લવાજમ ભર્યું હતું . અને બાકીના 235 લોકોએ લવાજમ ભર્યું નોહતું . આ રીતે મુખપત્ર કાઢવામાં ઘણી બધી મુશ્કેલીઓ પડતી હતી તે આ બાબતમાં જણાઈ આવે છે. આમ પત્ર ત્રણ વર્ષ સુધી આ મુખપત્રે સેવા કરી . સારી પ્રવૃત્તિ ઈતિહાસ સામાજિક શૈક્ષણિક વિગતો છાપી . આ મુખપત્ર ના અંકોમાં એ સમયનાં સારા લેખકોના ખુબ જ સરસ મજાના લેખો પ્રગટ થયા હતા.

( ૧૧ ) સૂર્ય જ્યોત

સૂર્યજ્યોત ઇ.સ. 1913માં પ્રગટ થયેલું . સૂર્ય જ્યોત મુખપત્ર પણ પ્રગટ થયા પછી તરત જ બંધ થયુ હતું. બહાદુરભાઈ વાંક , ચાંપરાજ ભાઈ અને નાગબાઈ ચા. વાળા હતા . આ તમામ સંપાદકોએ જ જાગૃતિ મુખપત્રમાં કામ કરેલુ . તેઓએ કેટલાક કારણોસર કાઠી જાગૃતિ બંધ કર્યું અને આ નવું મુખપત્ર ચાલુ કર્યું પણ તે પણ ચાલી શક્યુ નહીં.

( ૧૨ ) પ્રગતિ નોબત

રાજકોટથી નીકળતા આ મુખ પત્ર ના સંપાદક શ્રી વલ્લભભાઈ ધાંધલ ફેબ્રુઆરી ૧૯૮૦ માં પ્રથમવાર પ્રગટ થયો હતો અને લગભગ છ અંક બહાર પડ્યા પછી અમુક કારણસર આ મુખપત્ર બંધ થઈ ગયું હતું. મુખપત્રનું કોઈ લવાજમ રાખવામાં આવ્યું નોહતું . મુખપત્ર કોઈને કોઈ આશ્રદાતાની મદદથી છાપવામાં આવતું અને જ્ઞાતિજનોને મફત મોકલવામાં આવતું હતું . જે રાજકોટની ખોડીયાર પ્રિન્ટિંગ પ્રેસમાં છાપવામાં આવતું હતું , છતાં પણ તે લાંબો સમય માટે ટકી ન શકયુ . જો કે તે એક પ્રશંસનીય પ્રયાસ હતો જે જ્ઞાતિ આઠ વર્ષથી મુખપત્ર વિહીન હતી તે ખોટ ટૂંક સમય માટે તો પૂરી થઈ જ.

( ૧૩ ) જય ઉદયભાણ

પ્રગતિ નોબત જે રીતે શરૂ થયું તે થોડા સમયમાં બંધ થઈ ગયા 10 વર્ષ બાદ ફરી વાર જુના ઉદયભાણ માસિકના તંત્રી જગુભાઈ જી. ધાધલે જય ઉદયભાણ નામે નવું મુખપત્ર પ્રગટ કરયુ . પ્રથમ અંક 11/ 5 /1990ના રોજ પ્રગટ કરવામાં આવ્યો. લવાજમ 30 રૂપિયા રાખવામાં આવ્યું હતું .

આ મુખપુત્ર પણ ચારેક વર્ષ સુધી ચાલ્યા બાદ ફરી વખત બંધ થયું હતું. રાજકોટના જ્યોતિ પ્રિન્ટિંગ પ્રેસમાં છપાતા આ મુખોપત્રમાં રાજકીય શૈક્ષણિક સામાજિક સમાચાર છપાતા. તે ઉપરાંત ઇતિહાસ , કાવ્ય ,નવલિકાઓ ,વાર્તાઓ, જાણવા જેવું જેવા લેખ ઉપર લખી જ્ઞાતિબંધુઓને વાંચન પૂરું પાડી સાથે જ્ઞાતિ ઉદ્ધાર અને જ્ઞાતિ સુધારવાનું કાર્ય કર્યું હતું . તે સમયનાં ખ્યાતનામ લેખકો ના લેખ આ મુખપત્ર માં છપાતા હતા.

જય ઉદયભાણ મુખપુત્ર ખાસ કરીને વ્યક્તિ વિશેષ પરિચય આપીને ત્યારના સમાજનો પરિચય કરાવ્યો હતો. એ સિવાય ઇતિહાસ સંબંધી અને સુધારાવાદી પણ આ મુખપત્ર રહ્યું હતું. અમુક પુત્ર ના લેખો કરક જરૂર પડ્યે કડવા અને મીઠા પણ લખાયા છે તેથી તેની નોંધ ઇતિહાસમાં અવશ્ય લેવામાં આવે છે.

( ૧૪ ) ભાનુકુળ

આ મુખપત્ર તખુભાઈ આ.સાંડસુર નામના શિક્ષક તંત્રી દ્વારા 1996માં પહેલીવાર પ્રગટ થયું હતું . જેનું વાર્ષિક લવાજમ 50 હતુ . તે ગારિયાધારના વેળાવદર ગામ થી પ્રસિદ્ધ કરવામાં આવતું હતું પણ તે માત્ર બે જ વર્ષમાં બંધ થઈ ગયું હતું. ભાવનગરના આવકાર પ્રિન્ટિંગ પ્રેસમાં છપાતા કાલા છોડો નામનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું . કાલા છોડ નામના નામો અંકમાં પ્રગટ કરવામાં આવતાં અને કાલા છોડવાની પ્રતિજ્ઞાઓ લેવામાં આવતી હતી . બાકી અંદર તો ઠીક ઠીક પ્રમાણમાં લેખો આવતા હતા અને થોડા જ સમયમાં આ મુખપુત્ર બંધ થઈ ગયું હતું.

( ૧૫ ) કાઠી અભ્યુદય

કાઠી અભ્યુદય મુખપત્ર જૂનાગઢના તંત્રી શ્રી નાગબાઈ ચા. વાળાની 15/ 1 /2000 ના રોજ પહેલી વાર પ્રગટ કરવામાં આવ્યુ હતું. તેનું વાર્ષિક લવાજમ 50 હતું પણ પછી થી વધારીને 80 કરવામાં આવ્યું અને વળી પાછું થોડુંક ઘટાડીને સિત્તેર કરવામાં આવ્યું હતું થોડા સમય બાદ તે વળી રૂપિયા સો કરવામાં આવ્યુ હતું .

જૂનાગઢના ગોકુલ ઓફસેટ માં છપાતા આ મુખપત્ર આજે પણ ડિજિટલ સ્વરૂપમાં આવે છે. 2005માં દીપોત્સવી નિમિત્તે એક અંક ભૂલે બીસરે આઈને નામથી દળદાર ઐતિહાસિક તસવીરો સાથે નો આલ્બમ પ્રસિદ્ધ કરીને આ મુખપત્ર જ્ઞાતિની બહુ મોટી સેવા કરી હતી .

કાઠીએ પોતાના મુખપત્ર શરૂ કરવામાં અને અન્ય ઉજળીયાત વર્ગ સાથે કદમ મિલાવીને સૌ પ્રથમ પોતાનું મુખ પત્ર 1912માં ક્ષત્રિય મિત્ર નામથી શરૂ કર્યું હતું .પરંતુ અને ધીમા અભ્યાસનો પ્રમાણ ઓછું હોવાથી આમ વારંવાર બંધ પડ્યા છે અને થોડા ઘણા વર્ષો ના વિરામ બાદ વળી પાછા કોઈનું કોઈ મુખપત્ર શરૂ થઈ જતું હતું અને આ મુખપત્ર શરૂ કરવાવાળા મોટાભાગના તંત્રીઓ પણ જ્ઞાતિના જ હતાં . દરેક ખાસ કરીને શિક્ષણ પ્રચાર કરવાનો અને કુરિવાજો ને તિલાંજલિ આપવા માટેની ભૂમિકા તૈયાર કરી અને ઘણા બધા સુધારા કરાવ્યા જે કાઠી ઇતિહાસના યાદ કરાવી તેમને પૂર્વજોના સંસ્કાર ટકાવી રાખવાનું કાર્ય પણ આ મુખપત્રોએ કર્યું હતું.

દેશને આઝાદી મળી ત્યારે લોકોને રાજાઓ તાલુકા રોગ અરજદારો અસમંજસમાં હતા ત્યારે ખાસ કરીને સુરજ મુખપત્રે ખૂબ જ માહિતીપ્રદ અને માર્ગદર્શક રૂપ લેખ છાપીને તાલુકો તારો અને ખેડૂતો વચ્ચે સંઘર્ષ ટાળવા અને તેના સાચા સ્વરૂપને બહાર લાવવાના ખૂબ જ પ્રયત્ન કર્યા હતા. સાચી લોકશાહી ના સિદ્ધાંતો સમજાવીને બદલાયેલી પરિસ્થિતી થી બધાને વાકેફ કર્યા હતા .

કાઠીઓના મુખપત્ર ની સો યક વર્ષથી યાત્રા ચાલી રહી છે જેના દ્વારા સમાજમાં જાગૃતિ અને જોબ સતત વધતા ચાલ્યા છે આજે પણ ફેસબુકમાં કાઠી અભ્યુદય નામનું ફેસબુક પેજ પહેલું છે જેમા નિયમિતરૂપે માહિતી અપડેટ કરવામાં આવે છે. જ્ઞાનની આ એવી સરવાણી છે જેની શરૂઆત તો છે પણ એનો અંત નથી.

સંદર્ભ સ્ત્રોત : કાઠીઓ અને કાઠિયાવાડ ( પ્રા. ડૉ. પ્રદ્યુમ્ન ભાઈ ખાચર )

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: