ફણગાવેલા અનાજ-કઠોળ એટલે આરોગ્ય માટેનો ગજબ ખજાનો…

ફણગાવેલા કઠોળમાંથી ભરપૂર માત્રામાં પ્રોટીન મળે છે. ફણગાવેલા કઠોળ ખાવાથી શરીરને પ્રોટીન, પોટેશિયમ અને વિટામીન જેવા પોષક તત્વો મળી રહે છે. ફણગાવેલા કઠોળ ખાવાથી શરીરને ભરપૂર તાકાત મળે છે. એટલે જો તમારું શરીર નબળું છે તો તમારે ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ. જાણો કઈ રીતે મગ ફણગાવી શકાય છે.

મગને એક વાસણમાં લઈને એને પાણીમાં પલાળી દો. 8 કલાક ઝાડ પલળે એ પછી આ મગને જારીવાળા વાસણમાં કાઢીને તેના પર ભીનું કપડું ઢાંકી દો અને આખી રાત રહેવા દો. સવાર સુધીમાં તેમાં ફણગા ફૂટી જશે. આ મગનું સેવન કરો. જે ખુબ જ ફાયદાકારક છે.

જેમાં તમે વાપરી શકો છો મગ, મઠ, ચણા…

1) લોહીમાં રહેલી અશુદ્ધિઓ દૂર કરે છે. ફણગાવેલા કઠોળ શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢે છે અને લોહીને સાફ કરે છે. લોહીના કારણે જે થયેલી બિમારીઓને દૂર કરે છે.લોહી સાફ હોવાથી ત્વચા સંબંધી બિમારી તેમજ ખીલથી રાહત થાય મળે છે.બાળકોને અડધો કપ ફણગાવેલા કઠોળ આપવું જોઈએ. મોટા લોકોએ આખો કપ ફણગાવેલા અનાજ ખાવું જોઈએ.

2) પાચનતંત્રને સારુ રાખે છે. ફણગાવેલા કઠોળમાં એન્ટીઓક્સીડેન્ટ તેમજ વિટામીન એ-બી-સી-ઈ ફોસ્ફરસ અને આયન મેગ્નેશિયમ ઝિંક જેવા બધા જ પોષક તત્ત્વો હોય છે.તેમજ તેના ફાયબરની પણ ખૂબ જ માત્રા હોય છે.તમારી હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે.

3) હાડકા મજબૂત કરે છે.ફણગાવેલા કઠોળમા કેલ્શિયમ સૌથી વધારે માત્રામાં આવેલું હોય છે.ફણગાવેલું કઠોળ બધા જ પ્રકારના લોકો લઇ શકે છે. બાળકો અને વૃદ્ધો બધા લોકો ખાઈ શકે છે.

4) મેદસ્વીતા દૂર કરે છે.મેદસ્વીતા અને થાક, પ્રદૂષણ, જંકફૂડ ખાવાથી ઉત્પન્ન થાય છે. ફણગાવેલા કઠોળ શરીરના એસિડને ખતમ કરે છે. શરીરમાં ઉર્જા વધારે છે.તેમજ વધારાની કેલરી ઘટી જાય છે.પરંતુ ફણગાવેલા કઠોળને રાતના સમય ન ખાઓ. કારણકે તે પેટમાં ગેસ ઉત્પન્ન કરે છે.

5) વાળ માટે પણ ફાયદાકારક છે.વાળને ખરતા અટકાવે છે તેમજ વાળનો ગ્રોથ કરે છે.ફણગાવેલા કઠોળમા પોટેશિયમ તેમજ ફેટી એસિડ પણ આવેલા હોય છે. જે દિલના રોગો માટે ખૂબ જ મહત્વના છે.ફણગાવેલા કઠોળ ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. હાર્ટ એટેકનો ખતરો ઓછો જોવા મળે છે.

6) આંખો માટે પણ ખૂબ જ ઉપયોગી છે. રોજ ફણગાવેલા કઠોળ ખાવાથી આંખની રોશની મળે છે. તેમજ આંખના નંબર દુર થાય છે.

7) ફળગાવેલા કઠોળ અસ્થમા તેમજ શ્વાસને લગતી બિમારીઓમાં ખુબ જ ઉપયોગી છે.

ફણગાવેલ અનાજ :-

દરેક પ્રકારનું કઠોળ અને જુવાર, બાજરી, ઘઉં પલાળીને “ફણગાવી” શકાય છે. ફણગાવેલ અનાજ કાચું કે બાફીને કે મસાલો છાંટીને કે ટામેટા. મરચાં. ધાણાભાજી.મમરા, બાફેલ બટેટા મિક્સ કરીને ભેળ બનાવીને બારેમાસ જમી શકો છો.

[1] ફણગાવેલ અનાજમાં વિવિધ પ્રકારના પ્રોટીન હોય છે જેનાથી શરીરને તાકાત મળે છે

[2] ફણગાવેલ અનાજમાં લો કેલેરી હોય છે તેથી “ડાયેટિંગ” કરનારાઓ માટે ફણગાવેલ અનાજ એક આદર્શ ડાયેટ કહી શકાય

[3] ફણગાવેલ અનાજમાં ફાયબર્સનું પ્રમાણ વિશેષ હોય છે તેથી પાચનતંત્રમાં કબજિયાત થતી નથી

[4] ફણગાવેલ અનાજમાં “વિટામિન્સ, એન્ટી ઓક્સીડંટ” વિશેષ માત્રામાં હોય છે જેનાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વિકસે છે.

[ ફણગાવેલ અનાજને તેલ કે ઘીમાં તળીને ખાવું નહિ એનાથી એના પોષક તત્વો નાશ પામે છે ]

દોસ્તો કોઇ પણ આયુર્વેદિક ઉપાય કરતાં પહેલા તમારા શરીર ની પ્રકૃતિ કોઇ અધિકૃત આયુર્વેદ ચિકિત્સક પાસે થી જાણી યોગ્ય આહાર વિહાર અને ઉપચાર કરવાથી ૧૦૦% લાભ થાય જ છે. જરુર છે યોગ્ય પરેજી સાથે ની આહાર વિહાર ને ઉપચાર કરવા ની એ પણ ધીરજ સાથે!

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: