પ્રજા વત્સલ રાજવી ( ભાગ -3 )

ભાવેણા ધણીએ અઢારેવરણ ને એક કરવા એવો દાખલો બેસાડ્યો કે તમે કહેશો વાહ રાજવી વાહ

કૃષ્ણકુમાર સિંહજી ઉચ્ચ વહિવટી કુનેહ અને પ્રજા કલ્યાણ ની પ્રખર ભાવના ધરાવતા રાજવી હતા.મહારાજ ગોપનાથમાં આવેલ બંગલે હવાફેર કરવા જાય. ત્યા આરામ કરવા ઉપરાંત આજુબાજુન ગામડાઓમાં આકસ્મિક મુલાકાતે પહોચી જાય.ગોપનાથની આજુબાજુના ગામડાઓમાં એ સમયે ગરબી મંડળો થતા અને એ ગરબી આખા પંથકમાં વખણાતી હતી.

મહારાજે આ ગરબી જોવા જવાનુ નક્કિ કર્યુ. આખા પંથકમાં ખબર પડી કે આપણા અન્નદાતા આજ આપણી ગરબી જોવા આવે છે.નેકનામદાર મહારાજની પ્રજા તો આજ હિલેળે ચડી કે જાણે દિવાળીનો આનંદ મહાલતી હોય એવી તૈયારીઓ થતી હતી.ગામ આખાને નવવધુને શણગારવામાં આવ્યુ. ઢોલીયા ઢળાઇ ગયા. નવી નકોર ધડકી અને રજાઇઓ પથરાઇ ગઇ. ખેલૈયાનો ઉત્સાહ તો આજ કઈક ઓર જ હતો. મહારાજ પધારવાના એ સાંભળી પચ્ચિસ પચ્ચિસ ગાવથી લોકો જોવા માટે આવવા લાગ્યા.

પ્રજાના પાલક કૃષ્ણકુમાર સિંહજી પધાર્યા પ્રજાનુ અભિવાદન જીલ્યુ. ઢોલીયા પર બિરાજમાન થયા. મહારાજની મહેમાનગતિ કરાવતા કણબી ભાઇને મહારાજે પુછ્યુ પટેલ કેમ છે અહિની પ્રજા? માતાજીની ગરબી માટે તમારા ગામનુ નામ સાંભળ્યુ છે.

પટેલે કહ્યુ જી મહારાજ અમારા ગામમાં પાંચ પાંચ પેઢીથી આ પરંપરા છે. એમાય જો સારા વરસાદના એંધાણ હોય તો તો રંગત કઈ ઓર જ હોય. જુવાનીયામાં પોરહ એટલો હોય કે ગરબી રમતા હોય એટલામાં વેત વેત ખાડો પાડી દે.

મહારાજ કહે તમારા ગામની ઉપર માતાજી કૃપા જોઇ મને માતાજી સામે અને આવા હોશીલા પ્રજાજનો સાથે હુ પણ ગરબી રમવાનો લ્હાવો લઇશ.

આ વાક્ય સાંભળી સૌ બે ઘડી વિચાર કરવા લાગ્યા. અઢારસો પાદરનો અધિપતિ અમારી સાથે ગરબી રમશે.? સૌને આનંદ હતો અને મુંજવણ પણ

એ વૃધ્ધએ બે હાથ જોડી કહ્યુ મહારાજ ક્ષમા પણ આ તો સામાન્ય ગામડાનો તહેવાર છે. આપ આપ રાજ રજવાડથી આપ અમારી ભેળા ન રમી શકો.

મહારાજ ઉભા થઈ ગયા અને કહ્યુ શુ હુ શક્તિની આરાધના કરવા લાયક નથી?

વૃધ્ધના હાથ જોડેલા જ હતા એ વધુ ભાવુક થઈને બોલ્યા અરેરે બાપુ આપ શુ બોલો છો? ભાવેણાના રાજપરિવાર માથે તો આઇ ખોડલની અસીમ કૃપા છે. ભાવેણાના તોરણ જ જગદંબાએ બાંધ્યા હતા.

મહારાજ- તો આપ શા માટે મને કહો છો?

હવે વૃધ્ધે રહસ્ય જ ખોલ્યુ આ રાસ એકસરખા સમોવડીયા જ રમી શકે છે કેમકે ગરબી સમનારે સામે આવનારને ગોઠણ સુધી નમી તાળી દઈ આગળ જવાનુ. એક્બીજાને પગે લાગવાનુ. આખાય વરસમાં જે ભુલ થઈ હોય  એની માફિ માગવાની અને ગરબી માણવાની પણ મહારાજ આ ગરબીમાં એટલે તો અમે વસવાયા વરણને રમવા નથી દેતા. કાઠી, દરબારો અને રાજપુતોની વસતીનુ ગામ છે. એ લોકો સ્વપ્નમાંય કોઇને ઝુકે નહિ એટલે આપ પણ અમારી સાથે ન રમી શકો.

મહારાજ ની મુખમુદ્રા જ બદલાઇ ગઇ અને કહેવા લાગ્યા માતાજીની આરાધના વખતે તો આ અહમને ઓગાળવો જોઇએ. માને તો એના સૌ છોરુ સરખા જ હોય. એના દરબારમાં ઉચનીચના ભેદ ક્યાથી હોય. હાલો આજે હુ ગરબી રમીને આ ભેદની ભીંતો ભાંગી નાખુ.

ગામના અઢારે વરણ સ્તબ્ધ બની ગયા. વાહ પ્રજાવત્સલ રાજવી વાહ ના પોરહ છુટવા લાગ્યા.

મહારાજે એટલુ જ કહ્યુ કે હુ મારી રૈયતના કોઇ એક વરણ જોડે ભેદ રાખુ તો એનુ કોણ? સૌ રૈયત તો મારા રાજની શોભા છે.અઢારે વરણને ભેળા લઈ હુ ગરબી રમીશ. નમવામાં કે પગે લાગવામાં ભલે અમને નાનપ લાગે.

અને પછી તો એ ગરબીનો રંગ જામ્યો. આવા નેકનામદાર મહાપુરુષ સાથે ગરબી રમવાનો લ્હાવો કોણ જતો કરે? આખી જીંદગીમાં ગરબી જોઇ ન હોય એ પણ ખેલૈયાની જેમ જ ઉતરી પડયા.

એ જોનારા એમ કહે છે કે દરેક ગ્રામજનોને  મહારાજ ગોઠણ તો શુ પગના પંજા સુધી નીચા નમીને બે કલાક સુધી ગરબીમાં ફર્યા. અઢાર સો પાદરનો ધણી જ્યારે એની રૈયતને પગે લાગતો હશે એ રૈયતની મુખમુદ્રાઓ કેવી હશે? એ હર્ષના આંસુ સાથે એમ કહેતો હશે કે

હે કુળદેવી અમારા મહારાજને અમારી જીંદગીના વર્ષ પણ આપી દે જે એના સંકટ અમ પર લાવજે પણ માં એને યુગોનુ આયુષ્ય આપજે.

ગરબી પુરી થયા બાદ સવર્ણોએ મહારાજની માફિ માંગી અને કહ્યુ કે આજથી આજ પરંપરા સાથે અઢારે વરણ આ ગરબીમાં જોડાશે.

આવા હતા નેકનામદાર કૃષ્ણકુમાર સિંહજી. આજ કથિત લોકશાહિની જગ્યાએ આવા પ્રજાવત્સલ રાજવીની રાજાશાહી પ્રજાને વધુ પસંદ હતી.

Vijay M. Khunt ની કલમે

કલમના કસુંબલ

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: