પ્રજા વત્સલ રાજવી ( ભાગ -૧ )

(સરદાર જો આ અભિયાનની શરુઆત થઈ ગઇ હોય તો હુ મારા અઢારસો પાદર રાષ્ટ્રને અર્પણ કરુ છુ.)

અંબાડી વગરનો હાથી નો શોભે.

અઢાર સો પાદરના ધણી નેકનામદાર લોક લાડીલા રાજવી કૃષ્ણકુમાર સિંહજી પોતાના મહેલના ઝરૂખે બેઠા બેઠા વિચાર કરતા હતા કે મારી પ્રજાનુ હમેશા કલ્યાણ થાય. મારીને કોઇ સમસ્યા ન આવવી જોઇએ. અચાનક જ સેવક આવીને સંદેશો આપે છે કે સરદાર વલ્લભભાઇ પટેલ નિલમબાગ પધાર્યા છે. આપને મળવા માગે છે. મહારાજ તો ઉભા થઇને કહે છે કોણ સરદાર? વાહ વાહ એમને મળવા હુ આવુ જ છુ. એમને માન સન્માન સાથે આપણા દિવાનખંડમાં સ્થાન આપો. એમને કહો અમે આવીએ છીએ.

મહારાજ ખુશખુશાલ મુદ્રામાં દિવાન ખંડમાં જાય છે. દ્રઢમનોબળ અને લોખંડી પુરૂષ કણબીના કુવર એવા સરદાર વલ્લભભાઇ પટેલ મહારાજને જોઇ ઉભા થાય છે. બન્ને એકબીજાને મળે છે. જાણે વર્ષો જુની મિત્રતા હોય એમ વાર્તાલાપ શરુ થાય છે. મહારાજ પુછે સરદાર અહિ આવવુ કોઇ ખાસ પ્રયોજન છે કે ભાવેણાની મહેમાનગતિ માણવા પધાર્યા છો.

સરદારના ચહેરા પણ થોડી મુંજવણ હતી. જે મહારાજ પણ સ્પષ્ટ જોઇ શક્તા હતા એટલે ફરી પુછે છે આપ હિંદના લોકલાડીલા સુસ્વપ્નદ્રષ્ટા છો. સરદાર આપ કોઇ વાતથી અચકાશો નહિ. અમને ખ્યાલ છે કે આપના કોઇ પણ પ્રસ્તાવથી રાષ્ટ્રનુ ભલુ જ થતુ હશે.

સરદાર ખુલીને વાત કરે છે મહારાજ વાત એમ છે કે ભારત આઝાદ થઈ ગયા પછી અનેક રજવાડાઓમાં ટુકડે ટુકડે વહેચાયેલુ છે. જો રાષ્ટ્રને અખંડ બનાવવુ હશે ફરીથી કોઇ ગુલામ ન બનાવી જાય એના માટે  દરેક રજવાડાનુ દેશમાં વિલીનીકરણ કરવુ પડશે એટલે એના માટે હુ સૌ પ્રથમ આ પ્રસ્તાવ લઇ આપની પાસે આવ્યો છુ.

મહારાજની ચહેરાની એક પણ મુખમુદ્રા બદલાઇ ન હતી. એ જ પ્રસન્નતા અને એ જ હાવભાવ સાથે મહારાજ કહે છે સરદાર જો આ અભિયાનની શરુઆત થઈ ગઇ હોય તો હુ મારા અઢારસો પાદર રાષ્ટ્રને અર્પણ કરુ છુ.આપ કહો એટલે તામ્રપત્ર પર આપને લીખીત આપવા પણ હુ તૈયાર છુ.

સરદાર વલ્લભભાઇ તો જોઇ જ રહ્યા. મનમાં તો હરખ સાથે બોલતા હશે કે વાહ ગોહિલવાડ, વાહ ભાવેણા. એક પળનો પણ વિલંબ કર્યા વગર જ રાષ્ટ્રની અખંડતા ખાતર પોતાના પ્રાણથી પ્યારા અઢારસો પાદર આપી દિધા.

સરદાર સાહેબ તો મહારાજનો આભાર વ્યક્ત કરતા હતા પણ મહારાજને કોઇક મુંજવણ વર્તાતી હોય એવુ ચહેરા પરથી લાગતુ હતુ. હજી મહારાજ કોઇ મુંજવણમાં હશે એમ સમજી સરદાર સાહેબ પુછે છે કે મહારાજ આપે અઢાર સો પાદર આપી દિધા એની મુંજવણ તો મને નથી લાગતી. જે હોય એ સ્પષ્ટ કહો કે આપ શુ દુવિધા અનુભવો છો?

મહારાજ કહે અઢારસો પાદર તો મે પળનો વિચાર કર્યા વગર જ આપી દિધા કેમ કે એ મારા વડવાઓ એ મને સોપેલા પણ અમારા રાણીના ઘરેણા છે. એ એમના કરિયાવરમાં આવેલા હોય. એમના પિયરમાંથી કન્યાદાન રુપે આવેલ હોય તો, એની પર અમારો અધિકાર નથી. આપ કહો તો હુ એમને પુછી લઉ. જો એ હા કહેશે તો જ હુ આપી શકીશ.

સરદાર ઉભા થઈને મહારાજ સામે બે હાથ જોડી ઉભા રહ્યા અને કહ્યુ મહારાજ આપ ધન્ય છો, ધન્ય છે ગોહિલવાડની પ્રજા એમને આવો રાજવી મળ્યો. આપને રાણી સાહેબના ઘરેણા આપવાની કોઇ જરુર નથી.

મહારાજ છતા રાણી સાહેબને પુછવા જાય છે. માંડિને વાત કરે છે અઢાર સો પાદર દેશને અર્પણ કર્યા એ પણ વાત કરે છે. હવે ઘરેણા માટે આપની આજ્ઞા લેવા આવ્યો છુ કેમકે એમની ઉપર પેલા અધિકાર આપનો લાગે.

અંબિકા થી રણકાળકા થી વો હિંદ કી રાજપુતાનીયાથી એવા શબ્દો જેવા દર્શન માત્રથી ગુંજવા લાગે એવા ભાવેણાના પાલક માવતર સમા મહારાણી કહે છે, મહારાજ તમે દેશમાટે જે અર્પણ કર્યુ એની સામે તો અમે કહિ નથી આપી શકવાના અને આપણે તો પ્રજાના માવતર છીએ જેટલુ આપીએ એટલુ ઓછુ છે એટલે સરદાર સાહેબને કહિ દો અંબાડી વગરનો હાથી નો શોભે.

મહારાજ ગૌરવભેર રાણીનિવાસમાંથી દિવાનખંડમાં આવતા હતા. ત્યારે એવુ લાગતુ હતુ કે નિલમબાગની અટારીઓ અને કોતરણી વાળી દિવાલો કહેતી હશે કે, હે પ્રજાવત્સલ રાજવી ભાવેણા ભલે રાષ્ટ્રમાં વિલીનીકરણ થાય પણ તમારી ભાવેણાની પ્રજા તમને યુગો યુગો સુધી એમના રાજા તરીકે સ્વીકારશે.

લેખક વિજય ખુંટની કલમે

કલમના કસુંબલ

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: