ચોમાસાની ઋતુમાં જોવા મળતા રોગો અને તેમને અટકાવવાના ઉપાયો..

ચોમાસાની ઋતુ પોતાની સાથે વરસાદનો અનેરો આનંદ તો લાવે જ છે, પરંતુ સાથે સાથે અનેક પ્રકારના રોગ પણ લાવે છે. ચોમાસાની ઋતુમાં ઠંડા અને ભેજવાળા વાતાવરણના લીધે તથા પાણીના ભરવાના લીધે ઘણા પ્રકારના રોગ થઇ શકે છે. આમાં ઘણા રોગ જીવલેણ હોઈ શકે છે અને ઘણા રોગની સહેલાઈથી સારવાર કરી શકાય છે. મુખ્યત્વે ચોમાસામાં નીચેના રોગ જોવા મળે છે કે જેને યોગ્ય માહિતી હોય તો સહેલાઈથી અટકાવી શકાય છે.

1.મલેરિયા

મલેરિયા એ ચોમાસામાં જોવા મળતા મુખ્ય રોગોમાંનો એક છે. આ રોગ માદા એનીફીલીસ મચ્છર દ્વારા ફેલાય છે. આ રોગ ચોમાસામાં બંધિયાર પાણી ભરવાના લીધે ફેલાય છે. કારણ કે આવા પાણીમાં મચ્છરોની વૃદ્ધિ સહેલાઈથી થાય છે.આ રોગમાં ચોક્કસ અંતરે તાવ આવવો, શરીરમાં ઠંડી સાથે ધ્રુજારી આવવી, સ્નાયુનો દુખાવો તથા અશક્તિ આવી જવી જેવા ચિન્હો અને લક્ષણો જોવા મળે છે.

મલેરિયાને અટકાવવાના ઉપાયો:-

આ રોગને અટકાવવા માટે સૌ પ્રથમ બંધિયાર પાણી નો નિકાલ થવો જોઈએ તથા મચ્છરોને અટકાવવા મચ્છરદાની કે જાળી નો ઉપયોગ કરવો જોઈએ. ઉપરાંત, અગાઉથી જ એન્ટી મલેરિઅલ દવાઓ પણ લઇ શકાય છે જે મલેરિયા થતો અટકાવે છે.

2.ડેન્ગ્યુ

ડેન્ગ્યુ પણ મચ્છર દ્વારા ફેલાતો રોગ છે અને વાઇરસ દ્વારા થાય છે, કે જેમાં મચ્છર જયારે ડેન્ગ્યુના દર્દીને કરડે છે ત્યારે ડેન્ગ્યુ ના વાઇરસ મચ્છર માં પ્રવેશે છે અને જયારે આ મચ્છર અન્ય લોકોને કરડે ત્યારે મચ્છરમાંથી ડેન્ગ્યુ વાઇરસ જે તે વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે અને આ રીતે ડેન્ગ્યુનો ફેલાવો થાય છે. ડેન્ગ્યુમાં અચાનક ખુબ જ વધારે તાવ આવવો, શરીરમાં ધ્રુજારી આવવી, સ્નાયુ તથા સાંધામાં દુખાવો થવો, ભૂખ ના લાગવી, શરીર પર લાલ ચાંઠા દેખાવા, અસામાન્ય રીતે લોહી નીકળવું જેમ કે નાકમાંથી, પેઢામાંથી કે પેશાબમાં લોહી પડવું જેવા લક્ષણો જોવા મળે છે.

ડેન્ગ્યુને અટકાવવાના ઉપાયો:-

બને ત્યાં સુધી મચ્છરદાનીનો ઉપયોગ કરવો.

ઘરમાં યોગ્ય અંતરે પેસ્ટિસાઇડ્સ દ્વારા મચ્છરો નો નિકાલ કરવો.

ઘરમાંથી બહાર અતિ વખતે લાંબી સ્લીવના શર્ટ તથા લાંબા પેન્ટ પહેરવા.

શરીર પર કે કપડાં પર મચ્છર દૂર રાખવાની ક્રિમ લગાડી શકાય .

3.ચિકનગુનિયા

ચિકનગુનિયા તાવ સંક્રમિત એન્ડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. જે વાઈરલ રોગ છે. આ મચ્છર ઘરમાં અન્ય મચ્છર ને જન્મ આપે છે. તેમજ દિવસ દરમિયાન કરડે છે.ચિકનગુનિયા ના મચ્છર કરડવાથી અત્યંત અથવા ક્યારેક સતત સાંધાના દુઃખાવો તેમજ ચામડી પર ચાભા થાય છે. આ રોગ મટે કોઈપણ જાતની એન્ટી વાઈરલ દવા કે રસીની શોધ થઈ નથી. વહેલું નિદાન અને પૂરતી સારવાર જ આ રોગના નિયંત્રણ માં મદદ કરી શકે છે. આ રોગ ના લક્ષણો માટેની દવા આપવામાં આવે છે જ્યારે આ રોગ ની સારવાર માટે કોઈ દવા નથી.

ચિકનગુનિયા અટકવાના ઉપાયો:-

મચ્છર નો ઉપદ્રવ ઘટાડવો

ઘરમાં અને આજુબાજુ માં પાણીનો ભરાવો ન રહેવો જોઈએ.

પુરી સ્લીવ ના કપડાં પહેરવા જોઈએ.

મચ્છરદાની નો ઉપયોગ કરવો જોઈએ

મચ્છર અગરબત્તી કે ઇન્સેકટીસાઈડ વેપોરાઈઝર પણ મચ્છર કન્ટ્રોલ માટે ઉપયોગી છે.

4.પેટ ના રોગો:-

આ સીઝન ના દૂષિત ખોરાક અને પાણીના કારણે અમુક સમસ્યા જેવી કે ઝાડા, મરડો અને ગેસ ની સમસ્યા થાય છે.

ઘરગથ્થુ ઉપચાર:-

છાશ સાથે કડુ ની છાલ નું મિશ્રણ મરડામાં ઉપયોગી છે.

ત્રિફળા નું ચૂર્ણ સમગ્ર પેટનું સ્થિતી સામાન્ય રાખે છે.

ચા સાથે ફુદીનો, 10 થી 15 મેથીના દાણા વહેલી સવારે અને રાતે ભોજન માં હિંગ અને લસણ નો વધારો હોજરી ની વિકૃતિ ઘટાડે છે.

5.ચામડીના રોગો:-

ચોમાસા માં ભેજવાળા વાતાવરણ અને ફૂગના વધતા પ્રમાણના કારણે વાળમાં ખોળો થવો સામાન્ય બાબત છે. વાઢીયા, ખીલ અને બેક્ટેરિયલ ચેપ ભીના કપડાથી વધે છે. ફૂગ નો ચેપ જેમકે દાદર એ હાથ અને પગના મૂળ ભાગમાં અને અંગુઠાની વચ્ચે થાય છે.

ઘરગથ્થુ ઉપચાર:-

કરંજ નું તેલ ચામડીના રોગમાં અસરકારક છે. તે વાળમાં થતા ચામડીના રોગ જેમકે , ખોળો તેમાં પણ ઉપયોગ માં લઇ શકાય છે.

ચામડી ને સારી રાખવા જરૂર મુજબ પાણી પીવું અને લીમડાના ફેસવૉશ થી ચહેરાને સાફ કરવું.જેથી ચામડીની જાળવણી થઈ શકે.

આ ઉપરાંત ચોમાસામાં  કમળો, વાઇરલ ફીવર જેવા રોગો પણ જોવા મળે છે. રોગોને અટકાવવા માટે ઉપર જણાવેલ ઉપાયો ઉપરાંત નીચેની તકેદારી પણ લેવી જોઈએ.

ઘરમાં કે ઘરની નજીક પાણીભરાઈ ના રહે તેનું ધ્યાન રાખવું, ઘરમાં કૂંડાઓમાં કે કુલરમાં પાણી ભરાઈ ના રહે તેનું ધ્યાન રાખવું.

ઘરમાં તથા ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવી કે જેથી મચ્છરોનો ઉપદ્રવ અટકાવી શકાય.

રસ્તા પાર કે લારી પાર મળતા ખોરાક જેવા કે ખુલા કાપેલા ફળો કે પાણીપુરીથી દૂર રહેવું.

પગમાં પણ ભેજના કારણે ફંગસ થઇ શકે છે જેનું ખાસ ધ્યાન રાખવું. અને ભીના કપડાં કે મોજા લાંબા સમય સુધી પહેરી ના રાખવા જોઈએ.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: