કાઠિયાવાડી ભોજન : બાજરો ખાવાથી થાય છે અનેક ફાયદાઓ…

આજના યુગમાં આપણે જોઈએ છીએ કે વધારે પડતાં લોકો ઘઉં ખાવાનું પસંદ કરે છે. પરંતુ પહેલાના સમયમાં લોકો ઘઉંની સાથે-સાથે બીજું અનાજ પણ ખાવાનું પસંદ કરતાં હતા. જેમ કે જવ, ચણા, બાજરો, મકાઈનો લોટ પણ અનાજ તરીકે ઉપયોગમાં લેતા હતા. આ મોટા અનાજ સ્વાસ્થયવર્ધક અને અનેક પોષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે. પણ અત્યારે લોકો ઘઉંનો વધુ પડતો ઉપયોગ કરે છે જેના લીધે પૂરતું પોષણ મળતું નથી. પણ જો તમે એક વખત આ અનાજના ફાયદા વિષે જાણી લેશો તો જરૂરથી તેને પોતાના દૈનિક આહારમાં સમાવશો.

બાજરાના લોટાના રોટલા, લાડવા અને ખિચડી ખાવાની ખુબ જ મજા પડે છે. મિત્રો બાજરાની પ્રકૃતિ ગરમ હોય છે અને તેની અંદર વધારે પડતી ઉર્જા હોય છે. જેના કારણે બાજરો ખાતા લોકો વધુ પડતાં ઉર્જાવાન અને તંદુરસ્ત હોય છે. ચાલો તો જાણીએ આ બાજરાના આવા અદ્દભુત ફાયદાઓ વિશે.

પોષક તત્વથી ભરપૂર.

બાજરાની અંદર મેગ્નેશિયમ, કેલ્શિયમ, મેગ્નિજ, ફૉસ્ફરસ, ફાઈબર અને વિટામિન બી અને એન્ટિઓક્સિડેંટ જેવા તત્વો અધિક માત્રામાં હોય છે. જે લોકોને આ તત્વોની ઉણપ હોય તેમના માટે બાજરો એક ઉત્તમ વિકલ્પ છે. આ તત્વોની કમી વાળા લોકોએ દિવસમાં એક વાર બાજરાનું સેવન કરવું જોઈએ.

હૃદયની બીમારીઓ દૂર કરે છે.

જેમ કે તમે જાણો છો કે બાજરો એ મેગ્નેશિયમ અને પોટેશિયમનો સારો એવો સ્ત્રોત છે, જે કોલેસ્ટ્રોલના લેવલને કંટ્રોલ કરવા માટે ખુબ જ  જરૂરી છે. જેનાથી હૃદયની બીમારીથી બચી શકાય છે અને તે તમને તંદુરસ્ત બનાવી રાખે છે.

પાચનક્રિયામાં સહાયક નીવડે છે.

આજે પેટને લગતી અનેક બીમારીએ લોકોના સ્વાસ્થય પર અસર કરી છે. ત્યારે તેના નિવારણ માટે બાજરાનો આપણા નિયમિત ખોરાકમાં સમાવેશ કરવો જોઈએ. જે આપણા માટે ખુબ જ લાભદાયક છે. બાજરાની અંદર ફાઈબરનું પ્રમાણ ખુબ વધારે હોય છે. જે પાચનક્રિયાને સારી કરીને શરીરને અપચાથી દૂર રાખે છે. સાથે-સાથે તે ગેસ, કબજીયાત અને એસિડિટીથી પણ બચાવે છે.

કેન્સરથી પણ બચાવે છે.

અનેક જીવલેણ બનતા કેન્સરના ઈલાજ માટે અથવા તો તેને ઓછું કરવા માટે બાજરો ખુબ જ ફાયદાકારક છે. બાજરામાં રહેલ એન્ટિઓક્સિડેંટ શરીરને અનેક રોગો સામે લાડવા માટે શક્તિ પ્રદાન કરે છે. આ ઉપરાંત તે કેન્સર જેવી જીવલેણ બીમારીને રોકવામાં પણ મદદ કરે છે.

વજન ઓછું કરવા માટે સહાયક થાય છે

જો તમે વધતાં વજનથી પરેશાન છો તો તેના માટે બાજરાનું સેવન ખુબ જ અસરકારક નીવડે છે. બાજરાની અંદર ફાઈબર હોવાને કારણે પેટ ભરેલું લાગે છે અને ભૂખ ખુબ જ ઓછી લાગે છે. જેના કારણે વજનને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. વધતું વજન એ આજ સમયની એક મોટી સમસ્યા છે, જેને દૂર કરવા માટે બાજરો રામબાણ ઈલાજ સાબિત થાય છે.

ઉર્જા પ્રદાન કરે છે.

બાજરો ઉર્જાનો એક ખુબ જ સારો સ્ત્રોત છે. બાજરાની અંદર ઘણા એવા પ્રાકૃતિક ગુણ રહેલા હોય છે. જેના કારણે તેનું સેવન કરવાથી શરીરને થાક ઓછો લાગે છે અને આખો દિવસ તમે ઉર્જાથી ભરેલા રહો છો. શરીરને શક્તિશાળી બનાવવા માટે બાજરો એક ઉત્તમ ખોરાક છે.

ગર્ભવતી મહિલાઓ માટે ખુબ જ ફાયદાકારક છે.

ગર્ભાવસ્થામાં બાજરાનું સેવન ખુબ જ ફાયદાકારક નીવડે છે. બાજરાની અંદર કેલ્શિયમ વિપુલ માત્રામાં રહેલ છે. જેના કારણે ગર્ભવતી મહિલાને કેલ્શિયમની ઉણપ હોય તો તે બાજરાથી પૂરી થઈ જાય છે. આથી ગર્ભવતી મહિલાઓને બાજરાની રોટલી કે ખિચડી બનાવીને ખાવી જોઈએ. જેનાથી તેને ભરપૂર પોષણ મળી રહે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: