સવારે વાંસી મોઢે પાણી પીવાથી શું થાય છે જાણો

પાણી આપણા જીવન માટે ખુબ જ જરૂરી છે. સવારે મોઢે પાણી પીવાથી આપણા શરીરમાં રહેલી લાળ પેટમાં જાય છે. આ લાળ ખુબ જ ફાયદાકારક હોય છે. મોઢાની અંદર રહેલી આ લાળગ્રંથી એક એવો તરલ પદાર્થ છે જે એન્ટીસેપ્ટિક જેવું કામ કરે છે. રોગપ્રતિકારક શક્તિ વધારે છે. રોગો સામે લડે છે અને આપણને સ્વસ્થ રાખે છે.

ત્વચાના એટલે કે ચામડીના રોગોના દર્દી માટે પણ વાસી મોઢે પાણી પીવું હિતકારક છે. તો ચાલો જાણીએ કેટલા પ્રમાણમાં પાણી પીવું જોઈએ તથા તેના ફાયદા :

  1. સવારે ઉઠીને વાસી મોઢે 2 ગ્લાસ પાણી પીવાથી શરીરની અંદરના અંગો જલ્દીથી એક્ટીવ એટલે કે સક્રિય થઇ જાય છે. ચહેરા પરની ચામડી પણ યુવાન થઇ જાય છે અને ચહેરા પર ગ્લો આવે છે. વાસી મોઢે પાણી પીવાથી શરીરની અંદરનો કચરો પણ સાફ થઇ જાય છે. પેટની સફાઈ બરાબર થાય છે અને પેટને લગતા રોગો દુર થાય છે. તેથી દરરોજ સવારે વાસી મોઢે પાણી પીવું જોઈએ.
  2. રાત્રે સુતા પહેલાં પાણી પીવામાં આવે તો હ્રદયરોગના હુમલા એટલે કે હાર્ટ એટેકની સંભાવના એકદમ ઘટી જાય છે. હૃદય નોર્મલ રહે છે.

  1. સવારે સ્નાન પહેલાં એક ગ્લાસ્સ પાણી પીવાથી તમારું હાઈ બ્લડ પ્રેશર પણ કંટ્રોલમા રહે છે.
  2. સાંજે નાસ્તો કરતા પહેલાં 1 ગ્લાસ પાણી પીવું જોઈએ. તેનાથી તમારું પેટ ભરેલું લાગશે અને વધારે નાસ્તાની જરૂર પણ નહિ પડે. તેનાથી તમારા શરીરમાં વધી રહેલા મોટાપા એટલે કે મેદસ્વીતાને રોકી શકાય છે.
  3. ઓફીસ, ઘર અથવા અગત્યની મીટીંગમાં જતા પહેલાં અથવા ટેન્શનના સમયમાં 1 ગ્લાસ પાણી પીવું જોઈએ. તેનાથી મગજ પર ભાર ઓછો થશે અને મગજ ઠંડુ રહેશે.

  1. આખા દિવસ દરમિયાન જેટલી વાર પાણી પીવો તે તો સારું જ છે પરંતુ ઉપર જણાવ્યા પ્રમાણે પીવાથી પણ મોટી મોટી બીમારીઓ રોકી શકો છો.

(જમતા પહેલાં અને જમ્યા પછી 45 મિનીટ સુધી પાણી ન પીવું.)

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: