પરવર ખાવાથી થાય છે ફાયદા તો એકવાર જાણો, આટલા છે ફાયદા…

પરવરનુ શાક મોટાભાગના લોકોને ભાવતુ નથી હોતુ. પણ શુ તમે જાણો છો કે આ આરોગ્ય માટે વરદાન છે. જી મિત્રો પરવરમાં રહેલા એંટીઓક્સીડેટ, કેલ્શિયમ પ્રોટીન અને વિટામીન એ, બી1, બી2 અને સી ઈમ્યુનિટી વધારવાની સાથે આરોગ્ય સાથે જોડાયેલ અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

એટલુ જ નહી, આયુર્વેદમાં તેનો ઉપયોગ દવાઓ બનાવવા માટે પણ કરવામાં આવે છે. એટલા માટે પરવર ખાવા જોઈએ.

સામગ્રી :-

 1. ૨૦૦ ગ્રામ પરવર,
 2. ૩ થી ૪ બટાકા,
 3. ૧/૨ કપ ચણાનો લોટ,
 4. ૨ ટે.સ્પૂન સીગંદાણાનો ભૂક્કો,
 5. ૧ ૧/૨ ટે.સ્પૂન લાલ મરચું,
 6. ૧ ટે.સ્પૂન ધાણાજીરું,
 7. ૧/૪ ટી.સ્પૂન હળદર,
 8. ૧ ટે.સ્પૂન ખાંડ,
 9. ૧ લીંબુ નો રસ,
 10. મીઠું સ્વાદ પ્રમાણે,
 11. ૨ થી ૩ ટે.સ્પૂન તેલ,
 12. ૧/૨ ટી.સ્પૂન તલ ,
 13. જીરું વધાર માટે

રીત :-

સૌ પ્રથમ પરવરની છાલ કાઢી તેના ઉભા કાપા કરી તેમાં થી બીયા કાઢી નાંખો. એજ રીતે બટાકાના પણ ચાર કટકા કરવા.

એક કડાઈમાં તેલ મૂકી તેમા વઘારની સામગ્રી નાખો.

તેમાં પરવર અને બટાકા , મીઠું ,હળદર નાખી ચઢવા દેવું.

શાક અધૅકચરુ ચઢે એટલે તેમાં બેસન, અને બીજો મસાલો નાખી ફરી તેને ચડવા મૂકવું જો નીચે ચોટતુ હોય તો કડાઈની નીચે લોઢી મૂકવી.

શાક ચઢી જાય એટલે તેને ગરમ ગરમ સવૅ કરવું.

આ રીતે પરિવાર નું શાક બનાવામાં આવે છે માટે પરિવાર નું શાક ખાવું.

One thought on “પરવર ખાવાથી થાય છે ફાયદા તો એકવાર જાણો, આટલા છે ફાયદા…

Leave a Reply

%d bloggers like this: