શરીર માટે આશીર્વાદરૂપ નીવડે છે કારેલા, જાણો તેના ફાયદાઓ

કારેલા સ્વાદમાં કડવા હોવાથી ઘણાં લોકો તેને જોઈને મોં મચકોડે છે પણ આ શાકમાં લાખ તકલીફોને દૂર કરવાની તાકાત છે અને અહીં એ વિશેની જ સમજણ આપવામાં આવી છે.

ઘણી દવાઓમાં નાંખવામાં આવે છે

કારેલા ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ ઇલાજ છે. વજન ઉતારવામાં પણ કારેલા મદદ કરે છે. આ વનસ્પિતનો ઉપયોગ અનેક દવાઓ બનાવવામાં પણ થાય છે.

વિટામિન એ, બી અને સીથી ભરપુર

કારેલામાં એન્ટીઓક્સીડન્ટ હોય છે. જેમાં વિટામિન એ, બી અને સી હાજર હોય છે. જેમાં કેરોટીન, બીટા કેરોટીન. આયરન, ઝિંક. પોટેશિયમ, મેગ્નેશિયમ અને મેંગેનીઝ જેવા ગુણકારી તત્વો હોય છે. જે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે. રક્ત શુદ્ધિમાં કારેલાના રસમાં મરી પાવડર અને લીંબુનો રસ નાંખીને પીવામાં આવે છે.

કોલેસ્ટ્રોલને ઘટાડી કબજીયાત દૂર કરે છે 

લોહીમાં શુગરનું પ્રમાણ ઘટાડવાની તાકાત કારેલામાં છે. તેના રસમાં વિટામિન સી હોય છે. તે પાચનશક્તિ વધારીને અપચાની તકલીફ મટાડે છે. રોજે તેનું સેવન કરવાથી લિવરની સમસ્યાઓ મટે છે. સાથે જ આંખોનું તેજ વધારે છે.

પાચનશક્તિ વધારે છે

કારેલાનું જયુસ નબળા પાચનતંત્રને સુધારે છે, અને અપચાને દૂર કરે છે. આવું એટલા માટે થાય છે કારણ કે આ એસિડનો સ્ત્રાવને વધારે છે જેનાથી પાચનશક્તિ વધે છે. તેથી સારી પાચનશક્તિ માટે અઠવાડિયામાં એકવાર સવારે કારેલાનું જ્યુસ જરૂરથી લો.

સ્વાદુપિંડના કેન્સરના ઉપચારમાં ઉપયોગી

દરરોજ એક ગ્લાસ કારેલાનું જ્યુસ પીવાથી સ્વાદુપિંડનું કેન્સર ઉત્પન્ન કરવાવાળી કોશિકાઓ નષ્ટ થાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે કારેલામાં હાજર એન્ટી-કેન્સર ઘટકો સ્વાદુપિંડના કેન્સર ઉત્પન્ન કરવાવાળી કોશિકાઓમાં ગ્લુકોઝનું પાચન રોકી દે છે જેનાથી આ કોશિકાઓની શક્તિ નષ્ટ થઇ જાય છે.

સોરાઈસીસના લક્ષણોને દૂર કરે છે

એક કપ કારેલાના જ્યુસમાં એક ચમચી લીંબુનું જ્યુસ ભેળવી લો, આ મિશ્રણનું ખાલી પેટે સેવન કરો. 3 થી 6 મહિના સુધી આનું સેવન કરવાથી ચામડી ઉપર સોરાઈસીસના લક્ષણો દૂર થાય છે. આ તમારી રોગ પ્રતિકારક શક્તિને પણ વધારે છે અને સોરાઈસીસને પ્રાકૃતિક રૂપથી મટાડવામાં મદદ કરે છે.

Leave a Reply

%d bloggers like this: