વધુ સમય ACમાં રહો છો તો ચેતી જજો, સ્વાસ્થ્ય માટે છે હાનિકારક

આજકાલ લોકોની એર કંડિશનરમાં રહેવાની ટેવમાં પણ વધારો થયો છે. અમે તમને જણાવી દઈએ કે આ ટેવને કારણે તમારા સ્વાસ્થ્ય પર માઠી અસર પડી શકે છે. ACના કારણે શરીરની રોગ પ્રતિકારક ક્ષમતામાં ઘટાડો થવા લાગે છે. તેની પાછળનું કારણ તેમાં રહેલો વાયુ છે, જે બહારના વાતાવરણની સરખામણીમાં કૃત્રિમ રીતે ઠંડક ફેલાવે છે. ઘર કે ઓફિસમાં 8થી10 કલાક સુધી સતત બેસી રહેવું એ સ્વાસ્થ્ય  માટે હાનિકારક સાબિત થઇ શકે છે.

ACમાં રહેવાથી થતા નુકસાનનાં કારણો જાણો :

એસીના કારણે હવાની અવર-જવર પર રોક લાગી જાય છે જેથી એસીમાં રહેલો હાઇડ્રો ફ્લોરો કાર્બન વાયુ શરીર માટે ઘાતક નીવડે છે. લોકો એવું માને છે કે એસી ચાલુ હોય ત્યારે રૂમનાં બારી અને દરવાજા એવી રીતે બંધ હોવા જોઇએ કે જેથી બહારની હવાની અવર-જવર તદ્દન બંધ થઈ જાય. પરંતુ આમ કરવાથી કૃત્રિમ વાયુના સતત સંપર્કના કારણે શરીર પર તેની આડઅસર થાય છે અને હાનિકારક સાબિત થાય છે.

એસીમાં જો રાતભર સૂઇ રહેતા હોય તો તો નુકસાનમાં વધારો થાય છે. સામાન્ય રીતે શરીરનું તાપમાન 37 ડિગ્રી સે.ની આસપાસ હોય છે. પરંતુ આખી રાત એસીમાં સૂઇ રહેવાથી શરીરના તાપમાન અને રૂમના તાપમનમાં મોટો તફાવત જોવા મળે છે જે હાનિકારક છે. એસી વાતાવરણની સાથોસાથ આપના શરીરમાંથી પણ ભેજ ખેંચી લે છે જેના લીધે શરીરની ત્વચા સુકાઇ જાય છે. જેના કારણે આંખોમાં બળતરા, માથા અને શરીરના દુખાવાની સમસ્યા ઊભી થાય છે.

એર કંડિશનરમાં લાંબો સમય રહેવાથી શરદી જેવી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. આંખોને પણ એટલું જ નુકસાન થાય છે.આ ઉપરાંત ગળા, હાથ અને ઘુંટણના દુખાવાની પીડાનો સામનો કરવો પડે છે.ફક્ત ઠંડક મેળવવા માટે આખા શરીરને નુકસાન પહોંચાડવું યોગ્ય નથી. એર કંડિશનરથી ટેવાયેલ માણસોને એસી વગર બેચેની અનુભવાય છે જે તેની લતનો સૌથી મોટો ગેરલાભ છે. એસી એક વ્યસન જેવું થઈ જાય છે અને જયારે એસી ની હવા ન મળે તો તે માણસને ચેન પડતું નથી.

Leave a Reply

%d bloggers like this: