વધુ પડતું મીઠું ખાવાથી તમને પણ થઇ શકે છે આ નુકશાન..

જો ખોરાકમાં મીઠું ન હોય તો સ્વાદહીન લાગે છે. પરંતુ જો મીઠું વધારે પડી જાય તો તે ટેસ્ટ તો ખરાબ કરે જ છે પણ સાથે તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે. તાજેતરમાં જ અમેરિકામાં આ વિષય પર એક રિસર્ચ થયું. તેમાં એ વાત સામે આવી કે મીઠાંના વધુ પડતા ઉપયોગથી આંતરડાંમાં સોજો આવી જાય છે. તેથી જરૂરી છે કે મીઠાંનો ઉપયોગ શક્ય એટલો ઓછો કરવામાં આવે. આ વ્યક્તિને તંદુરસ્ત રાખે છે.

તાજેતરમાં, અમેરિકામાં થયેલા અભ્યાસમાં સામે આવ્યું છે કે વધુ પડતું મીઠું ખાવાથી આંતરડાંમાં સોજો આવી શકે છે. સંશોધકોએ આ વાત બે દાયકા પહેલાં કરવામાં આવેલા એક ક્લિનિકલ ટ્રાયલના ડેટાનું વિશ્લેષણ કરતી વખતે જણાવી હતી. આ સંશોધનમાં અતિશય સોડિયમનો વપરાશ કરનારા લોકોનાં આંતરડાં પર સોજો જોવા મળ્યો. આ ઉપરાંત, વધુ ફાઇબરવાળો ખોરાક લેતા લોકોમાં ઓછા ફાયબરવાળા ખોરાક ખાતા લોકોની સરખામણીએ વધુ સોજો જોવા મળ્યો.

આંતરડાંમાં સોજાનું કારણ
સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું છે કે, અમેરિકાની લગભગ એક તૃતિયાંશ વસતી આંતરડાંમાં સોજાની સમસ્યાથી પીડાય છે. સંશોધકો આનું કારણ પેટમાં ગેસ બનવાનું જણાવે છે. તેઓ જણાવે છે કે આ ગેસ ફાઇબર પચાવનારા બેક્ટેરિયાના કારણે બને છે. વધુ ફાઇબરવાળા ખોરાકમાં મીઠાંની માત્રા વધી જવાથી ગેસની સમસ્યા વધી જાય છે. તેથી વધુ ફાઇબરવાળા ખોરાકમાં મીઠાંની માત્રા ઓછી જ રાખવી જોઇએ.

અલ્સરની પણ સમસ્યા થઈ શકે છે
અમેરિકામાં કરેલાં સંશોધન મુજબ, ખૂબ મીઠું ખાવાથી અલ્સર થઈ શકે છે. કારણ કે, શરીરમાં મીઠાંની વધુ માત્રા હેલિકોબેક્ટર પાઇલોરી એટલે કે એચ.પાઇલોરી બેક્ટેરિયા સક્રિય બને છે. તે પેટમાં અલ્સર રોગનું કારણ બની શકે છે. સંશોધનમાં સામે આવ્યું છે કે વધુ મીઠું ખાવાથી એચ.પાઇરોલી જોખમી સ્વરૂપ લઈ છે અને પાચનતંત્ર નબળું બનાવે છે. તેના કારણે અલ્સરની સમસ્યા પેદા થઈ શકે છે.

આ રોગોનો પણ ભોગ બની શકાય છે
મીઠાંના વધુ ઉપયોગથી આંતરડાંનું કેન્સર, કિડની સંબંધિત સમસ્યા, માથામાં દુખાવો, શરીરમાં સોજો અને કિડનીમાં પથરીની સમસ્યા પણ થઈ શકે છે.

Leave a Reply

%d bloggers like this: