જ્યારે પણ જોબન પગી ગઢપુર આવે ત્યારે તેમનો ઉતારો, અક્ષરઓરડીની બાજુમાં જ, ગંગાજળિયા કૂવાની દક્ષિણ બાજુ છાપરી હતી, તેમાં રહેતો. અને દરેક વખતે જોબનપગી શ્રીહરિની સુરક્ષામાં જોડાઈને, દ્વારપાલ બનીને રહેતા. એ સમયે તેમના હૈયામાં શ્રીહરિની ચરણરાજ લેવાનો મહિમા અતિશય વધી ગયેલો.
“ચરણરજ નો મહિમા, વધી ગયો મનમાંય;
ચરણરજ ને લૂંટવા, પગીનું દિલ ચહાય…151”
દિલમાં સતત થવા લાગ્યું કે, “આવાં સર્વોપરી પુરુષોત્તમ નારાયણની ચરણરજ મને મળી જાય તો મારૂ મોટું કામ થઈ જાય:”
આમ વિચારીને ત્યાં એક મહિનો રહેવાનું નક્કી કર્યું. સમય પૂરો થવા આવ્યે પણ ચરણરજ લઈ શકાય એવો ચોન્સ જ ના મલ્યો. ખૂબ મહેનત કરી જોઈ પણ, શક્ય જ ન થયું. કેમ કે, જ્યારે મહારાજ સભામાં, ગામમાં, લક્ષ્મીવાડી કે ઘેલે નહાવા જાય; ત્યારે તરત જ સેવકો મહારાજને મોજડી આપી દેતા, અને મહારાજ તે પહેરી લેતા. તેથી શ્રીહરિ અડવાણે પગે ચાલે જ નહીં, તો ચરણરજ કેમ લેવી ?
પછી જોબન પગીને વિચાર આવ્યો કે, “મારા જૂના સ્વભાવ મુજબ કાઈંક કરું, તો જ ચરણરજ લેવાની તક મળશે, એટલે જો એમની મોજડી જ ઢોલિયા નીચેથી ઉપાડીને કાક સંઘરી દઉં તો કામ થાય”
પછી એક દિવસ શ્રીહરિની મોજડી ચોરી. અને ઉગમણા બારણાંના ખૂણામાં મહારાજ સ્નાન કરતાં, ત્યાં મોટા પત્થરનો બાજોઠ હતો, તેની નીચે સંઘરી દીધી.
સવારે શ્રીજીમહારાજ જાગ્રત થયા, સ્નાનનદીક ક્રિયા કરીને જળપાન કર્યું. પોશાક પહેર્યો. પણ આજે મોજડી નહીં મળી. તેથી રતનજીબાપુ અને સેવકો મોજડી ખોળવા લાગ્યા. ઘણી તપાસ કરી પણ મોજડી નૈ મળી.
ત્યાતો મુક્તાનંદસ્વામી, બ્રહ્માનંદસ્વામી વગેરે આવ્યા. તેમણે મહારાજ ને પ્રાર્થના કરી, “હે હરિ ! ચાલો ગોપીનાથજી મહારાજના મંદિરે દર્શને !”
ત્યારે મહારાજ તેમણે કહે, “મારી મોજડી લાવી આપો ! અથવા મોજડીના ચોર ને હાજર કરો. પછી જ અહીથી મંદિરે જવું છે”
રતનજીબાપુ કહે, “મહારાજ ! ઘણી ગોતી પરંતુ મળતી નથી”
શ્રીહરિ કહે, “તમે પાર્ષદો અહી હાજર છો, જોબનપગી અહી હાજર છે. અને મોજડી જાય ક્યાં ? જલ્દીથી ચોર ને શોધો !”
બાજુમાં ઉભેલા જોબન પગીને વિચાર થયો, “ચોરી મેં કરી છે, અને મહારાજે હઠ લીધી છે. હવે હું નિખાલસપણે કબૂલાત નહીં કરું તો પ્રભુ મારા ઉપર નારાજ થશે” આમ વિચારી રડતાં રડતાં શ્રીહરિને દિલની વાત કહી, “હે નાથ ! આપની મોજડીનો ચોર હું છું !”
“હે વ્હાલા ! માફ કરજો ! આપની ચરણરજ લેવા માટે હું એક મહિના થી પ્રયત્ન કરી રહ્યો હતો. પણ તમે નિત્ય મોજડી પહેરીને જ ચાલતા. એથી અને ચરણરજ લેવાની તક નહીં મળી.” આટલું કહીને જોબનપગીએ માફી માગીને મોજડી લાવી આપી.
તેથી શ્રીહરિ રાજી થયા અને મંદિરે દર્શને જવા તૈયાર થયા. અને જોબનપગીને કહ્યું, “આજે હું અક્ષરઓરડીથી મંદિર સુધી પાદુકા વિના ચાલુ છું. તમે મારી પાછળ ચાલો અને ચરણરજ લેવા મંડો !”
ઊભા થઈને મહારાજ ચાલવા લાગ્યા, અને ખુશીના આંસુ સાથે જોબન પગી છેલ્લા મંદિર સુધીમાં શ્રીહરિના દરેક પગલાંની ચરણરજ લીધી. શ્રીજી પૂછ્યું, “તમે આનું શું કરશો હવે ?”
જોબનપગી કહે, “આપની ચરણરજ તો દિવ્ય બ્રંહ્મરસ ગણાય. માટે નિત્ય હું જમીશ ત્યારે પ્રથમ આ ચરણરજ જમીશ” અને એ જ નિયમ કાયમી બની ગયો. એ જમવા બેસે ત્યારે ઘરના સભ્યો ચરણરજમાંથી ચપટી ભરીને થાળીમાં મૂકે પછી જ થાળી જમવા આપતા. અને જોબન પગી દરેક કોળીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા જાય.
અનેક અવતારો થયા પણ, આવી રીતે પ્રગટ પ્રભુની ચરણરજનો મહિમા સમજનારા ભક્ત તો, માત્ર જોબન પગી જ થયા છે. તેમની પાસે શ્રીજી મહારાજની પ્રસાદી ના અનેક વસ્ત્રો હતા. ચરણાવિંદની અનેક જોડો હતી. ચાખડિયો, નખ, કેશ, માળા, કંકુ વગેરે પ્રસાદીની વસ્તુઓ હતી. તેને તે નિત્ય તેઓ દર્શન કરતાં
જય શ્રી સ્વામિનારાયણ ..!
પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.