સુર્યપુત્રી તાપી નદીના કિનારે વિકસેલ સુરત શહેરનો ઇતિહાસ

સુર્યપુર નામથી આદિકાળમાં તાપી નદી કિનારે વસેલું આ શહેર પહેલા મુઘલો ત્યાર બાદ પોર્ટુગીઝો અને પછી અંગ્રેજો માટે મુખ્ય બંદર બની રહ્યું. ઐતિહાસીક સંશોધનોને આધારે જાણવા મળ્યું છે કે શ્રી કૃષ્ણ જ્યારે મથુરા થી દ્વારકા જતાં હતાં ત્યારે તેમણે સુરતમાં આગમન કર્યું હતું. તેનો બીજો ઉલ્લેખ સમ્રાટ અશોકનાં સોપારા (મુંબઇ) અને સૌરાષ્ટ્રનાં શીલાલેખોમાં મળી આવે છે. જેમાં સુર્યપુર ને લાટ પ્રદેશ નું મુખ્ય નગર ગણવામાં આવ્યું હતું. ત્યાર બાદ સાતવાહનનું સામ્રાજ્ય દખ્ખણ પ્રદેશ થી લાટ તરફ વિસ્તર્યુ હતુ પણ તે ફક્ત દમણની આસપાસ ના મહાળ ક્ષેત્ર પુરતુ સીમીત હતું તેમની ઇચ્છા સુર્યપુરને મેળવવાની હતી પણ તે થઇ શક્યું નહીં. ત્યાર બાદ સોલંકીકાળ દરમિયાન તે ગુજરાતનું એક મહત્વનું બંદર બની રહ્યું

૧૬ મી સદી દરમ્યાન મુઘલકાળમાં સુરત તો ભારતનું એક સમૃદ્ધ શહેર અને બંદર બની ગયું, તેથી તેની સુરક્ષા માટે સમગ્ર શહેરની ફરતે એક મજબુત અને ઊંચો કોટ બાંધવામાં આવ્યો જેનું નામ આપવામાં આવ્યું “શેહરે પનાહ” જેને સ્થાનિક લોકો નાનાં કોટ તરીકે પણ ઓળખતા હતાં. વખત જતાં શહેર વિસ્તરતું ગયું અને તે “શેહેરે પનાહ”ની બહાર નીકળી ગયું, સુરતની સમૃદ્ધિ દિન-પ્રતિદિન વધી રહી હતી તેથી શહેરની સુરક્ષાનો પ્રશ્ન ફરી ઉદભવ્યો, તેથી ફરી એક વખત નવા શહેરને સુરક્ષા આપવા એક નવા કોટનું નિર્માણ થયું, જેને નામ આપવામાં આવ્યું, આલમ પનાહ જેને સ્થાનિક લોકો “મોટા કોટ” તરીકે ઓળખતાં હતાં.

સુર્યપુત્રી તાપી નદીના કિનારે વિકસેલ સુરત શહેરનો ઇતિહાસ અતિ ભવ છે. સુરત શહેરની સમૃદ્ધિથી આકર્ષાઇને છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા ઇ.સ. ૧૬૦૦ના અરસામાં સુરત શહેરમાં બે વખત લૂંટ કરવામાં આવેલ. સુરત શહેરમાં ચોર્યોસી બંદરના વાવટા ફરકતા હોવાથી ચોર્યોસી નામ પડેલું. આમ ભુતકાળમાં સુરત એક અગત્‍યનું બંદર હતું. વલંદાઓએ સુરત શહેરમાં કોઠી પણ સ્થાપેલી. ઇ.સ. ૧૬૧રમાં અંગ્રેજોએ ભારતભરમાં સૌ પ્રથમ સુરતમાં વ્‍યાપારી કોઠી સ્થાપી અને ઇ.સ. ૧૬૧૪માં ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે વેપારના હક્કો મેળવેલ.

સુરતના ઇતિહાસ સંદર્ભે વધુ ઉંડાણપૂર્વક અભ્‍યાસ કરીએ તો જણાય છે કે સુરતના સ્પષ્ટ ઉલ્લેખો પંદરમી સદીની શરૂઆતથી જ મળી આવ્‍યા છે. તે પૂર્વે સદીઓના ઐતિહાસિક અનુભવમાંથી સુરત જિલ્લાનો ભૂમિ વિસ્તાર પસાર થયો હતો. આ પ્રદેશ ઉપર અનેક રાજકુલોએ શાસન કર્યુ હતું. સેંકડોની સંખ્‍યામાં મળી આવેલા તામ્રપત્રો દ્વારા રાજવીકુલો દ્વારા પ્રચલિત પ્રાંત/ધર્મની પરંપરા સ્થાપિત થઇ ચુકી હતી. સુરત વિશ્વભરના વેપારીઓ નિકાસકારો માટે વસવાટનું મુખ્‍ય આકર્ષણ બની રહ્યું હતું.

સુરત નગરનો ઐતિહાસિક ઉલ્લેખ જયારથી મળ્યો છે ત્‍યારથી નગરના બે નામે સુરત અને સુર્યપુરની પરંપરા જોવા મળેલ છે. સુર્યપુર શબ્દ પ્રયોગ સૌ પ્રથમ જૈન ધાતુ પ્રતિમાલેખમાં મળે છે. સુરત નામોલ્લેખ પણ છેક પંદરમી સદીના મઘભાગથી મળે છે. ઉપરાંત જૈન સાહિતકિ કૃતિઓમાં, ફારસી ઇતિહાસ ગ્રંથોમાં સુરત શબ્દ પ્રયોગ સતત થયેલો જોવા મળે છે. પંદરમી સદીના પૂર્વાધ દરમાન મુસ્લિમ સલ્તનત નીચે રહેલા આ નગર બંદર માટે સુરત શબ્દ રૂઢ થઇ ગયેલો.

સુરત કયારે વસ્‍યું એ વિશે મુસ્લિમ ઇતિહાસકારો નોંધે છે કે, કુત્બુદિન અયબકે ઇ.સ. ૧૧૯૪માં અને મહંમદ તુગલકે ઇ.સ. ૧૩૪૭માં સુરતની મુલાકાત લીધી હતી. ઇ.સ. ૧૩૭૩માં સુલતાન ફિરોઝ તુગલકે સુરતના રક્ષણ માટે નાનો કિલ્લો બંધાવો હતો. અને ૧૩૯૧માં ગુજરાતના ગર્વનર ઝફરખાતે એના પુત્ર મસ્તીખાનને રાંદેર તથા સુરતના ગર્વનર તરીકે નીમ્‍યો હતો. મુળ સુરત દરિયામહેલ, શાહપોર, નાણાવટ, સોદાગરવાડ વિગેરે વિસ્તાર પૂરતું મર્યાદિત હતું. પરંતુ ઇસુની પંદરમી સદીના અંતમાં મલિક ગોપી નામના શ્રીમંત અમીરે ગોપીપુરા વસાવી તથા ગોપીતળાવ બંધાવી તેનો વિસ્તાર કર્યો. તેની પત્નીની સ્મૃતિમાં તેણે રાણીતળાવ બંધાવું એ પછી સુરતના ગર્વનર તરીકે તેની નિમણૂંક થઇ હતી. પરંતુ ૧પ૧પની આસપાસ ગુજરાતના સુલતાનની ખફગીનો ભોગ બનવાથી તેને મારી નાંખવામાં આવ્‍યો.

સોળમી સદીના શરૂઆતમાં પોર્ટુગીઝોને સુરતના બંદર ઉપર કબજો જમાવ્‍યો. એમણે શહેર લૂંટાયું તથા જાહોજલાલીનો નાશ કર્યો પોર્ટુગીઝોના હુમલાથી બચવા સુરતના નાઝીમ ખ્વાજા સફર સલમાનીએ ઇ.સ. ૧પ૪૦માં જુના નાના કિલ્લાને સ્થાને નવો મજબૂત ઉંચો અને વિશાળ કિલ્લો બંધાવો. જે આજે પણ તાપી નદીના હોપપુલ પાસે મોજુદ છે. સુરત જીતવા મોગલ બાદશાહ અકબર પોતે અહીં આવો અને દોઢ માસના ઘેરા પછી ફેબ્રુઆરી-૧પ૭૩માં એણે સુરતના કિલ્લા ઉપર કબજો મેળવો હતો.

મોગલ યુગ દરમાન સુરતની વસ્તી વિસ્તાર વેપાર સંબંધી અને જાહોજલાલીમાં ખૂબવધારો થયો. પશ્ચિમ ભારતનું એ મુખ આંતરરાષ્ટ્રીય બંદર બનું. મક્કા જવા માટેના વહાણો સુરતથી જ ઉપડતા. આજે એ સ્થળ મક્કાઇપુલ તરીકે ઓળખાય છે. અંગ્રેજોએ એમની સૌ પ્રથમ કોઠી ઇ.સ. ૧૬૧૩માં સુરતમાં નાખી. એ પછી ડચ લોકો, ફ્રેન્ચ લોકો અને આર્મેનિયનો પણ આવ્‍યા. એના કબ્રસ્તાનો કતારગામ દરવાજા પાસે છે. ૧૬૪૪માં મક્કા જતા આવતા મુસ્લિમોની સગવડ માટે એક ભવ અને વિશાળ મોગલસરાઇ (મુસ્લિમોની ધર્મશાળા) બાંધવામાં આવી. જેનો ઉ૫યોગ આજે સુરત મુનિસિપલ કોર્પોરેશનના મુખ્‍ય કાર્યાલય તરીકે થાય છે અને એની આસપાસનો વિસ્તાર મુગલીસરા તરીકે ઓળખાય છે.

મોગલ યુગ દરમાન વીરજી વોરા, કૃષ્ણ અર્જુન ત્રવાદી, આત્મારામ ભૂખણ વિગેરે કરોડપતિઓ સુરતમાં હતા. મક્કા જવા માટે સુરત બંદરનો ઉપાયોગ થતો. અહીં વેપાર માટે દેશ-પરદેશના અનેક વહાણો આવતા તેથી ચૌર્યાસી બંદરના વાવટા અહીં ઉડતા એમ કહેવાતું. કુરજા સામે એક ટંકશાળ હતી. જયાં સોનાચાંદીના સિક્કા પાડવામાં આવતા. ઔરંગઝેબના સમયમાં તેની બહેન જહાન આરાને સુરતની જાગીર આપવામાં આવી હતી. તે જયાં રહેતી તે વિસ્તાર આજે બેગમવાડી અને બેગમપુરા તરીકે ઓળખાય છે.

મોગલ યુગમાં સુરતની જે સમૃદ્ધિને જાહોજલાલી હતી તેમાં મરાઠા યુગ દરમ્‍યાન ઓટ આવી. સુરત ઉપર મરાઠાઓનું વિધિસરનું વર્ચસ્વ સ્થપાયું ન હતું પણ શિવાજીએ ચોથ ઉઘરાવવા સુરતને ૧૬૪૪માં અને ૧૬૭૮માં એમ બે વખત લૂંટાયું. અંગ્રેજોને સુરત અસલામત લાગતાં તેમણે એમનું મુખ્‍ય મથક સુરતની મુંબઇ ખસેડાયું. તે પછી મુંબઇનો વિકાસ થયો. સુરતમાં ઘણા વેપારીઓ પણ મુંબઇ જઇ વસ્યા.

અંગ્રેજી શાસન સ્થપાયા પછી સુરતમાં ભૌતિક સગવડ સુધારા દાખલ થયા અને આધુનિક સંસ્થાની સ્થાપના થઇ. ઇ.સ. ૧૮પ૦માં એન્ડુસ લાયબ્રેરીની અને ૧૮પરમાં સુરત શહેર સુધરાઇની સ્થાપના થઇ. ૧૮૬૪માંસુરત રેલવે સાથે જોડાયું અને ૧૮૭૭માં હોપપુલ બંધાયો. સમય જતાં રસ્તાઓ, વીજળી, વનારિગૃહ, તાર-ટપાલ, શાળા કોલેજો વિગેરેના બાંધકામ થયા.

દરમ્યાન સુરતને કેટલીક મોટી આગ અને રેલે ભયંકર નુકશાન કર્યુ. ૧૮૩૭ની મોટી આગમાં સુરતના મઘ ભાગના ઘણાખરા મકાનો નાશ પામા હતા. આઝાદીની ચળવળમાં સુરતે મહત્વનો ફાળો નોંધાવો છે. ૧૮૮પમાં કોંગ્રેસના પ્રથમ અધિવેશનમાં સુરત છ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ૧૯૦૭માં કોંગ્રેસનું ઐતિહાસિક અધિવેશન સુરતના અઠવાગેટ પાસેના દિવાળીબાગ પાસેના વિસ્તારમાં યોજાયું ત્‍યારે દેશના તમામ નેતાઓ સુરત આવ્‍યા હતા. ગાંધીજી તથા સરદાર વલ્લભભાઈએ અનેક વખત સુરતની મુલાકાત લીધી હતી. પાટીદાર આશ્રમ અને દયાળજી આશ્રમ સુરતની સ્વાતત્ર ચળવળના બે મુખ્‍ય કેન્દ્ગો હતા.

ગુજરાતમાં સમાજ સુધારાની ચળવળની શરૂઆત સુરતથી થઇ હતી. દુર્ગારામ મહેતાજી, નર્મદાશંકર વિ.એ મહત્વનો ફાળો આપો હતો. સુરતે નંદશંકર, નર્મદાશંકર, નવલરામ, મહીપતરામ નીલકંઠ, રમણભાઈ નીલકંઠ, જયોતિન્દ્ગ દવે, ચં.ચી. મહેતા જેવા મકાન સાહિત્‍યકાર આપ્‍યા છે. શિક્ષણ, કલા, સંગીત, ઉદ્યોગ, વાપાર અને ધર્મના ક્ષેત્રે સુરતનું નોંધપાત્ર પ્રદાન છે. સુરતમાં આર્ટ, સિલક, જરી, હીરાના ઉદ્યોગો વિકસ્‍યા છે. હજીરા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય કંપનીઓને પ્રોજેકટ શરૂ કર્યા છે. સુરતનો હાલનો વિકાસ જોતાં સુરત જાણે કે ફરીથી સોનાની મુરત બનવાની તૈયાર કરી રહ્યું હોય તેવું જણાય છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: