સુરતઃકીમ નજીક આવેલી પીપોદરા જીઆઈડીસીમાં યાર્ન બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી પ્રચંડ હતી કે, દૂર દૂર સુધી ધૂમાડાના ગોટે ગોટા દેખાયા હતાં. આગ પર કાબૂ મેળવવા માટે સુરતના વરાછા,કામરેજ સહિતના ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી રહી છે.આગના પગલે આસપાસના વિસ્તારોમાં અફડાતફડી સાથે ભયનો માહોલ પેદા થયો છે.
કામદારોએ માલ ખાલી કર્યો
પીપોદરા જીઆઈડીસીમાં ગોલ્ડી ગ્રીન કંપનીની પાછળ આવેલી યાર્ન બનાવતી માઈક્રો કંપનીમાં આગ લાગી ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે યાર્ન ઝપેટમાં આવ્યા બાદ આગે ભયાવહ રૂપ ધારણ કર્યું હતું. આગની જવાળાઓમાં સળગતાં સામાનને બચાવવા કામદારોએ બોક્સને સલામત જગ્યાએ મુકવાનું શરૂ કર્યું હતું.
બાદમાં આગ બાજુની કંપનીમાં પણ ફેલાઈ હતી. જો કે, ફાયરબ્રિગેડે ઘટના સ્થળે દોડી આવીને સૌ પ્રથમ આસપાસ પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી. ફાયરબ્રિગેડ દ્વારા હાલ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.