સ્વ. શ્રી સવજીભાઇ કોરાટ (પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી માર્ગ અને મકાન ગુ .રા) ની 21 મી પુણ્યતિથી નિમિતે હાર્દિક શ્રદ્ધાંજલી .

સ્વ. શ્રી સવજીભાઇ કોરાટ (પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી માર્ગ અને મકાન ગુ .રા)

ની 21 મી પુણ્યતિથી નિમિતે હાર્દિક શ્રદ્ધાંજલી .

સાંકળી તમારું ગામ છે . તેની સૌને જાણ છે .

કારણ ?

કારણ કે ……મીઠાશ તમારા જીવનની એટલી હતી કે …આટલા વર્ષો પછી પણ , તમારું લોકહદય માં સ્થાન છે .

સવજીભાઇ તમારું નામ છે . તેની સૌને જાણ છે .

કારણ ?

કારણ કે ……જાતિ – ભાતી ભૂલીને સૌના બની રહેનારા લોક નેતા તમે અમારા સૌના હતા .

Loading…


કોરાટ તમારી અટક છે . માટે કોર્ટે જવાની જરૂર ના પડતી .

કારણ ?

કારણ કે ……નાના – મોટા ઝઘડાઓ નું સમાધાન કરી ભેગા બેસાડનાર કોરાટ સાહેબ આપ સૌના હિતેષુ હતા .

તેદી રસોય બનાવતી બહેનોને જોય છે .મારી આંખથી

લોટ માં પાણીની તેને જરૂર ના હતી .

કારણ ?

કારણ કે …….અશ્રુઓની ધારા વહેતી હતી મારી બહેનોની આંખોમાં .

સ્નેહીજનો ની જાનમાં જવાનું છોડી ,

મર્દ તણી મયત માં સૌ આવ્યાં હતાં .

કારણ ?

કારણ કે……..સૌની આંખોના આસું જાણે એમ કહેતા હોય કે …અમે સવજીભાઇ ના ચાહક હતાં .

 

રહેણી, કહેણી અને વર્તન આપનું ,હજી યાદગાર છે .

કારણ ?

કારણ કે ……વ્યસનો અને કુરિવાજો છોડાવી , દૂષણોને ડાબી દેનારા , બહુ ઓછા મળે રાજકારણ માય .

 

રાષ્ટ્રધર્મ , સંસ્કૃતિ અને પરિવર્તનના વાહક સત્યનેતા તમે હતાં .

કારણ ?

કારણ કે ……સરહદના વિરોને સલામ ,આંગણ ઔષધ ,તુલસી ,ઘરે ગાયોના સ્થાન ,વડીલોના રાખો માન ,ગામે ગામ એક દાદા હનુમાન ,આટલું સમજાવનાર એક હતાં કોરાટ .

 

સરદાર પછીના છોટા ગણ્યા સૌવે તમને સરદાર ,

કારણ ?

કારણ કે ……ગુજરાત નું ગૌરવ , સૌરાષ્ટ્ર નું રતન ,અમ કાઠીયાવાડ નું ખમીર સમાન હતાં સવજીભાઇ કોરાટ તમે .

 

ફૂલઆ સર્વ સમાજનું પ્રભુ ભલે તમે ચોળી નાખ્યું ,

પણ ઘણા પસ્તાતાં હશો આપ પણ ,

કારણ ?

કારણ કે …….તપાસ કરો , હજી પણ મહેકતી હશે પ્રભુ , કાતિલ હથેળી આપની ,

 

ભલે લાખો શ્રદ્ધાંજલી આપે સૌ આજ કોરાટ સાહેબ આપને ,

‘ભીખુ ભેડા’ કહે ખબર નહીં સાચી શ્રદ્ધાંજલી કોની હશે .

કારણ ?

કારણ કે ……..આપશ્રી એ બતાવેલ મારગડે ચાલનારા લાખોમાં વિરલા કોણ કોણ હશે .

 

**પરબ્રહ્મ પરમાત્માના ચરણોમાં સ્થાન મેળવનાર**

(સ્વ .શ્રી સવજીભાઇ કોરાટના અમર આત્માને તેમની 21 મી પુણ્યતિથિ નિમિતે વિવિધ રીતિ સમાજનાં તેમના મિત્રો , સગા –સંબંધી સ્નેહીજનો વતી ‘ભીખુ ભેડા ‘ નાં લાખ-લાખ વંદન સાથ પ્રેમાંજલી ,પુષ્પાંજલી ,ધૂપમ દીપમ સાથ શ્રદ્ધાંજલી …….)

લી . જયશ્રી ભેડા

(‘ભીખુભાઈ ભેડા ‘ ની કાવ્યરચના માંથી )

જય સ્વામિનારાયણ

પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Loading…


Leave a Reply

%d bloggers like this: