પર્યાવરણ પ્રેમ : એક પરિવારે લગ્નમાં કંકોત્રીને બદલે કૂંડા પર વર-વધુનું નામ અને જગ્યા લખીને 400 લોકોને આમંત્રણ આપ્યું.

પર્યાવરણ પ્રતિ લોકોમાં જાગૃતતા લાવવા માટે ભોપાલના એક પરિવારે લગ્નમાં કંકોત્રીને બદલે કૂંડા પર વર-વધુનું નામ અને જગ્યા લખીને 400 લોકોને આમંત્રણ આપ્યું. આ કૂંડામાં અલગ અલગ પ્રકારના છોડ હતા જેને આઠ મહિના પહેલાં જ લગાવ્યા હતા.

ભોપાલના તુલસી નગરમાં રહેનાર રાજકુમાર કનકનેના દીકરા પ્રાંશુનાં લગ્ન 20 નવેમ્બરનાં હતાં. પહેલા પરિવારે વિચાર્યું કે લગ્નના કાર્ડ આપવામાં આવે પણ ત્યારે ઘરના મોટા દીકરા પ્રતીકે કહ્યું કે આપણે લગ્નના નિમંત્રણમાં એવું કરીએ જેથી લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય. પરિવારે આઠ મહિના પહેલા લાગેલ છોડના કૂંડા પર નામ છપાવીને સૌને નિમંત્રણ આપવાની વાત પાર સહમતી જતાવી.

વિચાર એવો જ હતો કે લોકો કાર્ડ લઈને ભૂલી જાય છે પરંતુ જો આ છોડ તેમના ઘરમાં હશે તો અમારા પરિવારના આ ખાસ પળને હંમેશાં યાદ રાખશે. પ્રતીકે જણાવ્યું કે અમે કંકોત્રી ન છપાવી. ભોપાલમાં ઓળખીતાઓ અને સંબંધીઓને 400 છોડ આપી નિમંત્રિત કર્યા અને બહારગામના સંબંધીઓને વોટ્સએપ પર આમંત્રણ આપી લગ્નમાં આવવા કહ્યું. આ પ્રયોગ ઘણો સફળ રહ્યો અને લોકોએ તેના ઘણા વખાણ કર્યા.

પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: