અયોધ્યા : ગાયોને ઠંડીથી બચાવવા માટે થ્રી લેયર મખમલી કોટ

અયોધ્યામાં નગર નિગમે ગાયોને ઠંડીથી બચાવવા માટે મખમલી કોટ પહેરાવવાની તૈયારી ચાલુ કરી દીધી છે. અયોધ્યાના નગર આયુક્ત ડોક્ટર નીરજ શુક્લાએ કહ્યું, અહીંની ગૌશાળામાં ગાયોને ઠંડીથી બચાવવા માટે કાઉ કોટ બનાવવામાં આવી રહ્યા છે. વ્યવસ્થા બે ત્રણ ચરણમાં લાગૂ થશે કારણકે અહીંયા ગાયોની સંખ્યા 1200 છે. પહેલાં 100 કોટ વાછરડા માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે.

કાઉ કોટ ત્રણ લેયરમાં છે. પહેલા લેયરમાં મુલાયમ કપડું, ત્યારબાદ ફોમ અને પછી જૂટ લગાવવામાં આવ્યું છે. પહેલા લેયરમાં મુલાયમ કપડું એટલા માટે લગાવવામાં આવ્યું કે જેથી ખુંચે નહીં. ફોમ એટલા માટે જેથી તે પાણી શોષી લે અને ગરમાવો પેદા કરે. આનું સેમ્પલ તૈયાર થઇ ગયું છે.

જેની 250થી 300 રૂપિયા કિંમત

નવેમ્બર પૂરો થતા જ ડિલિવરી થઇ જશે. તેની કિંમત 250થી 300 રૂપિયા વચ્ચે રાખવામાં આવશે. નર અને માદા માટે અલગ અલગ ડિઝાઇન હશે.

પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: