જુના જમાના ની વાત

જુના જમાના ની વાત

નવી વોવારું આણું વળીને આવી ઘરના કામકાજ કરે અને સાસુ સસરા ની સેવા કરે.. ઘર ના બધા ખુશ છે..

સવારનો પહોર છે, ગાડું જોડાયું એમાં તલના બાચકા નખાયા. સાથે બે ત્રણ ખાલી તેલના ડબ્બા નાખ્યા.. અને કરશન (નવી વોવારું ના દેર) ગાડું હાંકીને જ્યાં.. બળદ ને હાકલો કરે.. હેરરરી.. ત્યાં અંદર થી ભાભી એ અવાજ માર્યો.. કરશન ભાઈ.. ઉભા રહો.. મારે કામ છે..

બળદ ની રાહ ખેંચાણી.. ભાભી નજીક ગયા અને બોલ્યા.. વિરા એક કામ કરીશ..?

હા.. બોલોને..?

મારી હારું હાનિ લેતો આવજે ને મને બોઉં ભાવે.. હું પિયર હતી ને ત્યારે મારાં બાપુ જયારે પણ તલ પિલાવે એટલે હાનિ લેતા આવે..

અને દીયરે કોલ આપ્યો ભાભી લેતો આવીશ.. હો.. અને બળદ એક હાંકલા મારીને ગાડું ઉપાડી ગ્યું.. હદરરરટ..

 

સાંજે દીયરે સાની ભાભી ને આપી ભાભી તો રાજીના રેડ

રોજ વહેલા સવારે એ દીકરી વહેલી ઉઠી ને ઘંટી મા દરણુ દળે ત્યારે વાટકા મા થોડી સાની ખાય લે અને પાછો વાટકો ઘંટી નીચે મૂકી દે.. આ રોજ નુ ક્રમ..

 

એક દિવસ એના સાસુ મા હજવારી વાળતા હશે ત્યારે ઘંટી નીચે થી વાટકો નીકળ્યો.. સાસુ સમજદાર થોડી સાની ચાખી તો ગોળ વગર ની મોળી હતી.. સાસુ મા ને દયા આવી.. અરેરેરે. બિચારી મારી વહુ મોળી સાની ખાય.. એને અંદર ગોળ ભેળવીને વાટકો મૂકી દીધો. બીજા દિવસે સવારે વહુ એ સાની ચાખી તો ગળી હતી.. થોડા વિચાર કર્યો કોણે ગોળ ભેળવ્યો હશે..? અંતે ખુશ થઇ જે હોય એ પણ આવી મજા..

 

આ વાત ને વર્ષો વતી ગયા હવે તો નવી વોવારું હતી એ પોતે સાસુ બની ગઈ એના દીકરાના લગન થઇ ગયા..

વહુ થોડા દિવસ સાસરે રોકાય ને પોતા ના પિયર ગઈ.. ત્યારે..

પાછળ થી આ સાસુ એ વહુ ને પુછયું બેટા.. આ નવી વહુ કેમ છે કામે કાજે.. મને તો હવે દેખાય નહીં હવે તો તમારે જ આ ધ્યાન દેવાનું હોય..

ત્યારે વહુ બોલી બા આમ તો ઠીક છે.. પણ કામ મા થોડી મોળી છે..

ત્યારે સાસુ જે બોલ્યા બેટા મોળી હોય ને તો થોડો ગોળ ભેળવી દેવાઈ.. (ત્યારે વહુ ને સમજાયું સાની મીઠી કેમ બની જતી ) એટલે આપડા ઘર ની રીત રિવાજ આવી જાય. ક્યારેય ઠપકો નો દેવો..

આવા હતા આપડા ગામડા ના વડીલો ના વિચાર આપડા ગામડા ના સંસ્કાર

આપડી સયુંકત કુટુંબ ની ભાવના એટલે જ હજી પણ જીવંત છે..

પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: