વહેંચણી – એક ઉત્તમ નિર્ણય…  

વહેંચણી – એક ઉત્તમ નિર્ણય…

વડીલ : વાલાભાભા

મોટો છોકરો : રાકેશ

વચલો : સુરેશ

નાનો : મુકેશ

રાકેશ –

“બાપા   ! પંચ આવ્યું છે, હવે વહેંચણી કરો. ”

સરપંચ –

“જો ભેગા રહેવું ફાવતું ન હોય તો છોકરાઓ ને ભાગ પાડી દયો ઇ હારુ..,

હવે તમે કયો કે કયા છોકરા હારે તમે રેવાના ?”

(સરપંચે વાલાભાભા ને પૂછ્યું. )

રાકેશ  –

“અરે એમાં હુ પૂછવાનું, ચાર મહિના મારે ન્યા, ચાર મહિના વચલા ને ન્યા ને ચાર મહિના નાનકા ને ન્યા રેશે ”

બાકી ના બે છોકરા – હા ઠીક છે… હાલશે અમારે..

સરપંચ

” હાલો ત્યારે, ઇ પાકુ થઈ ગ્યુ,હવે ઘર જમીન ના ભાગ કરીએ !”

વાલાભાભા

(અત્યાર હુધી ઉપર આકાશમાં આંખ્યું માંડીને બેઠા હતા.

અચાનક જોરથી રાડ પાડી બોલ્યા….)

“હેની વહેંચણી..?

“હેના ભાગ…?

“હેં…”

“ભાગ હુ પાડીશ, વહેંચણી હું,તમારો બાપ કરીશ,

આ ત્રણેયે પેરેલા કપડે મારા ઘરમાંથી નીકળી જાવાનું છે..”

“ચાર ચાર મહિના ની પાળીમાં, વારાફરતી મારા ઘરે આવીને રેવા આવવાનું,

અને બાકીના મહિનાની વ્યવસ્થા જેને જેમ પોહાય એમ કરી લેવી ….બાકી મને ફાવે તો હું ખેતરમાં કામ માટે દાડે બોલાવીશ… અને હખણીના રહે તો રેવા ઓરડો આપીશ પણ ભાળે ”

“સંપત્તિનો માલિક હું છું ”

પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: