સંવેદના ગ્રુપ દ્વારા 1.50 લાખ પરિવારોની પૂરી પાડી શકાય તેટલી રાહત કીટ મોકલવાઇ

સંવેદના ગ્રુપ દ્વારા 1.50 લાખ પરિવારોની પૂરી પાડી શકાય તેટલી રાહત કીટ મોકલવાઇ

પશ્ચિમ બંગાળમાં બુલબુલે વેરેલા વિનાશ બાદ ૧૫ લાખની સહાય

ગત 9 થી 11 નવેમ્બર દરમ્યાન પશ્ચિમ બંગાળ અને ઓડીસા રાજ્યમાં ચક્રવાતી તોફાન બુલબુલની અસરને કારણે બંને રાજ્યોમાં મોટા પાયે વિનાશ સર્જાયો હતો.

બુલબુલની અસરને કારણે બંને રાજ્યોમાં મુશળધાર વરસાદ સાથે ભારે વાવાઝોડાને કારણે બંને રાજ્યોમાં લાખો હેકટર પાકને નુકસાન થવા પામ્યું હતું અને સંખ્યાબંધ લોકોનો આશરો છીનવાય જવા પામ્યો હતો.

ચક્રવાત બુલબુલ (9 થી 10 નવેમ્બર, 2019) પશ્ચિમ બંગાળમાં વિનાશની એક નિશાન છોડીને 6 લાખ લોકોને અસર થઈ અને દક્ષિણ અને ઉત્તર પરગના જિલ્લાઓ, પૂર્વ મેદનીપુર, હાવડા અને હુગલીમાં હજારો મકાનોને નુકસાન પહોંચ્યું.  લોકોને વીજળી વિના છોડી દેવામાં આવ્યા હોવાને કારણે રસ્તાઓ અવરોધિત કરવામાં આવ્યા છે. ચક્રવાતી વાવાઝોડાએ કરોડોના પાકનો નાશ કર્યો છે અને લાખો લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા હતા.

પશ્ચિમ બંગાળના વિવિધ જિલ્લાઓ-ગામડાઓમાં વિનાશક વાવાઝોડાના કારણે મોટી સંખ્યામાં તારાજી સર્જાઈ હતી. લાખોની સંખ્યામાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા પડ્યા હતા.

ત્યારે પશ્ચિમ બંગાળમાં અસરગ્રસ્તોની સહાયતા માટે સુરતની વિવિધ સંસ્થાઓ સંગઠનો કે આગળ આવીને અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ, કપડાં વગેરેની વ્યવસ્થા કરી હતી.

જ્યારે વરાછા વિસ્તારમાં વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરતા સંવેદના ગ્રુપ દ્વારા પશ્ચિમ બંગાળના અસરગ્રસ્તોને સહાયતા માટે ત્રણ ટ્રક જેટલી જીવનજરૂરિયાતની ચીજવસ્તુ, જેમાં ગરમ કપડા બાળકો સ્ત્રીઓ માટે કપડા વગેરે સામગ્રી પહોંચાડીને માનવતા ભર્યું કાર્ય કર્યું છે.

જેમાં કપડા અનાજ કરિયાણાના અને જીવનજરૂરી ચીજવસ્તુઓ મળી ને 18 ટનથી વધુ જ સાધનસામગ્રી ચીજવસ્તુઓ મોકલવામાં આવી હતી.

અસરગ્રસ્તો માટે મોકલવામાં આવી સામગ્રી સાથે સંસ્થાના 10 જેટલા યુવાનોની એક પણ પશ્ચિમ બંગાળ પહોંચી હતી અને રાજ્યના દક્ષિણ અને ઉત્તર પરગ ના જિલ્લાઓ પૂર્વ મેદિનીપુર, હાવડા અને હુગલીમાં અસરગ્રસ્તોની મુલાકાત લઇ રાહત પહોંચાડી હતી.

જેમાં મહિલાઓ અને બાળાઓ માટે સેનેટરી નેપકીન થી લઈને મેડિકલ કીટ સુધીની વ્યવસ્થા કરવામાં આવી હતી.

સવેંદના સંસ્થાના સંદીપભાઈ જણાવ્યું હતું કે ડિઝાસ્ટર માટે ગ્રુપમાં ૭૦ લોકો થકી સેવા કામગીરી કરે છે ડિઝાસ્ટર વખતે વિવિધતા સંસ્થા દ્વારા આવતા  ફંડ તેમજ ગ્રુપના ફંડ થકી અસરગ્રસ્તોને જીવન જરૂરી સામગ્રી પહોંચવામાં આવે છે. આ સહાયતા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરાય છે. સંવેદના ગ્રુપ દ્વારા 1.50 લાખ પરિવારોની પૂરી પાડી શકાય તેટલી રાહત કીટ મોકલવાઇ, જેમાં પશ્ચિમ બંગાળમાં બુલબુલે વેરેલા વિનાશ બાદ ૧૫ લાખની સહાય થયેલ.

પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: