જયપુરનો મયંક પ્રતાપ સિંહ નામનો યુવાન દેશનો સૌથી નાની ઉંમરનો જજ બન્યો

રાજસ્થાનનો 21 વર્ષનો રહેવાસી હાલ ઇન્ટરનેટ પર છવાઈ ગયો છે. મૂળ જયપુરનો રહેવાસી મયંક પ્રતાપ સિંહ માત્ર રાજસ્થાન જ નહીં પણ દેશનો સૌથી નાની ઉંમરનો જજ બન્યો છે. રાજસ્થાન જૂડિશલ સર્વિસ 2019ની પરીક્ષામાં તે પ્રથમ નંબરે આવ્યો છે.

મયંકનો રાજસ્થાન યુનિવર્સિટીમાં બી.એ LLBનો અભ્યાસ આ વર્ષે એપ્રિલ મહિનામાં જ પૂરો થયો છે. જોવાની વાત તો એ છે કે, અત્યાર સુધી જજ બનવાની વય ઓછામાં ઓછી 23 વર્ષની હતી, પરંતુ જાન્યુઆરી 2019થી જ નિયમ બદલાઈ જતા આ ઉંમર 23થી ઘટાડીને 21 વર્ષની કરવામાં આવી હતી.

જ્યારે મયંકને ઉંમરમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાની વાતની ખબર પડી ત્યારે તેણે પળવારનો પણ વિચાર કર્યા વગર રાજસ્થાન જૂડિશલ સર્વિસ 2019ની પરીક્ષા આપી અને પ્રથમ ટ્રાયલે જ તે પાસ કરી. મયંકે આ પરીક્ષા માટે કોઈ પણ પ્રકારના કોચિંગ ક્લાસ લીધા નથી અને તૈયારી પણ જાન્યુઆરી મહિનામાં જ શરુ કરી હતી.

એક તરફ આજની યંગ જનરેશન સોશિયલ મીડિયામાંથી નવરી નથી પડતી તેવામાં મયંક પ્રતાપ સિંહનો આ પ્લેટફોર્મ સાથે દૂર-દૂર સુધી કોઈ સંબંધ નથી. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન મયંકે જણાવ્યું કે, મેં અત્યાર સુધી ફેસબુક પર કોઈ અકાઉન્ટ બનાવ્યું નથી.

પરીક્ષાની તૈયારી વખતે પણ હું વ્હોટ્સ એપ માત્ર ભણવાના કામ માટે જ કરતો હતો. હું રોજના ઓછામાં ઓછા 13 કલાક અભ્યાસ કરતો હતો પણ ક્યારેક દિવસના 15-15 કલાક પણ વાંચતો હતો. ભણતર સિવાય મયંકને ઓટોબાયોગ્રાફી વાંચવાનો પણ ઘણો શોખ છે.

મયંકને હજુ 11 મહિના ટ્રેનિંગ લેવી પડશે તે પછી જ તેઓ જજની ફરજ બજાવશે. આટલી નાનકડી ઉંમરમાં જજ બનવા પર મયંકે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, એક સારા જજ બનવા માટે તમારામાં પ્રામાણિકતા હોવી ઘણી જરૂરી છે. મને નહોતી ખબર કે, 197 વિદ્યાર્થીઓની વચ્ચે હું પ્રથમ નંબરે આવીશ. સ્કૂલ સમયથી મારે આ ફિલ્ડમાં જવું છે, તે વાત મારા મગજમાં હતી.

મયંકને રાજસ્થાન યુનિવર્સિટીમાં બી.એ LLBમાં ગોલ્ડ મેડલ પણ મળ્યો છે. મયંકે આજની યંગ જનરેશનને મેસેજ આપતા કહ્યું કે, ભારત પાસે સૌથી વધારે યંગ જનરેશન છે. જો આ યુથ ડેડિકેશનથી અને સાચી જગ્યા પર કામ કરશે તો એક દિવસ તેમને ચોક્કસથી સફળતા મળશે.

અત્યારે આપણાં દેશમાં ઘણાં બધા સારા ફિલ્ડ છે. જરૂરી નથી કે તમે ચોપડીઓ વાંચીને જ આગળ જાઓ, તમારા ઇન્ટરેસ્ટનું ફિલ્ડ સિલેક્ટ કરો અને તેમાં મહેનત કરીને કરિયર બનાવો.જો દેશની યંગ જનરેશન આ વાત સમજી જશે તો દેશ અને પોતાનું એમ બંનેનું ભલું થશે.

પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: