સુરતના સરસ ગામે બિરાજમાન સિદ્ધનાથ મહાદેવની પ્રાગટ્ય કથા

જયારે ‘ખુદ’ (અહમ) ખતમ થાય છે ત્યારે ‘ખુદા’ (ઈશ્વર) પ્રગટ થાય છે.

સુરતથી 30 કીલોમીટરના અંતરે અને ઓલપાડ તાલુકાથી 6 કી.મીના અંતરે સરસ ગામે આવેલા સિદ્ધનાથ મહાદેવનો અનોખો મહિમા છે. સિદ્ધનાથ મહાદેવ ભક્તોની મનોકામના સિદ્ધ કરે છે.

શ્રાવણ માસમાં હજારો શિવ ભક્તો સિદ્ધનાથ મહાદેવના દર્શન કરવા ઉમટી પડે છે.

સિદ્ધનાથ મહાદેવ મંદિરના ઇતિહાસની વાત કરી તો તેની સાથે અલગ-અલગ દંત કથાઓ જોડાયેલી છે. કહેવાય છે દરિયા કિનારે આવેલા આ વિસ્તારમાં ગોકર્ણ ઋષિનો આશ્રમ હતો. આશ્રમના પશુઓ આ જગ્યા પર ઘાસ ચરવા માટે આવતા હતા. પરંતુ ગાયોના ટોળામાંથી એક ગાય નિત્ય અલગ થઇ જતી ટેકરી પર ઊભી રહેતી અને ત્યાં તેના આંચળમાંથી દુધની ધારા વહેતી.

આ દ્રશ્ય ગોપાલકો એ જોયા અને તેમણે ગોકર્ણ ઋષિને આ વાતની જાણ કરી અને ગોકર્ણ ઋષિએ પોતાના અંતર મનથી જોયું તો જમીનમાં શિવલિંગ હતું. ત્યારબાદ ગોકર્ણ ઋષિએ આ જગ્યા પર તપ કર્યું અને તેમના તપોબળથી આ શિવલિંગ જમીનમાંથી બહાર આવ્યું અને સિદ્ધનાથ મહાદેવના નામે મહાદેવ ઓળખાયા.

બીજી એક દંતકથા એવી પણ છે કે રાજા મહારાજાના સમયમાં લુટારાઓના ત્રાસથી રાજાઓ પોતાના રાજ્યનો ખજાનો શિવ મંદિરમાં છુપાવી દેતા હતા.

આથી વરસો પહેલા લુંટારાઓની નજર આ સિદ્ધનાથ મહાદેવ મંદિર પર પડી હતી. ગાયકવાડના સમયના આ મંદિરમાં શિવલિંગ નીચે મોટા પ્રમાણમાં ખજાનો હોવાનું માની લુંટારાઓએ આ મંદિરમાં લુંટ ચલાવી હતી.

શિવલિંગ પર હથોડા અને કુહાડીના ઘા મારી શિવલિંગ તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે શિવલિંગમાં પડેલા છિદ્રો માંથી અસંખ્ય ભમરા બહાર આવ્યા અને લુંટારાઓને ઝેરી ડંખ મારવાનું શરુ કરતા લુંટારા જીવ લઈને ભાગ્યા હતા.

આજે પણ આ લુંટારા દ્વારા ખંડિત થયેલા શિવલિંગ માં છિદ્રો જોવા મળે છે.

મંદિરની આજુબાજુનો વિસ્તાર દરિયાના કારણે ખારું તળ ધરાવે છે, છતાં શિવલિંગમાંથી આજે પણ કુદરતી રીતે મીઠું ઝરણ વહી રહ્યું છે. સ્થાનિકો તેને ગંગાજી માને છે.

આ મંદિરના દર્શન માટે માત્ર સુરતમાંથી જ નહીં પરંતુ ભારતભરમાંથી શિવભક્તો આવી શિવજીને નકમસ્તક થાય છે. આમ તો ભોળાનાથ ભોળા ભક્તો મનથી યાદ કરે તો પણ તેમને આશીર્વાદ આપે છે.

ત્યારે સરસના સિદ્ધનાથ મહાદેવ પણ વરસોથી ભક્તોની માનતા સિદ્ધ કરે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: