ભાવનગરના કોળિયાક બીચ પર આવેલું છે શ્રી નિષ્કલંક મહાદેવનું ઐતિહાસિક મંદિર

ભાવનગરમાં જઇએ એટલે અચુક કોળીયાક બીચ ઉપર જઇને તે દરિયામાં અંદર આવેલાં નિષ્કલંક મહાદેવના મંદિરે દર્શન કરવા જવાનું મન થઇ આવે. આદિકાળથી દરીયાની વચ્ચે મહાદેવજી અહીં બિરાજમાન છે. રોજે દરિયો મહાદેવજીને પોતાના પાણીમાં સમાવી લે છે અને દરીયાના પાણીથી શિવજીને જળાભિષેક કરાવરાવીને તેમના ભક્તોને દર્શન કરવા માટેનો સમય આપી થોડા સમય માટે પોતે આ મંદિરથી અળગો થઇને દૂર પાણીના ઘુઘવાટા કરતો રાહ પણ જુએ છે.

અહીં વસતા લોકોમાં નિષ્કલંક મહાદેવ માટે અપાર પ્રેમ અને શ્રદ્ધા છે. અહીં વસતા લોકો નિષ્કલંકને પોતાને તળપદા નામ નકલંક મહાદેવ તરીકે વધારે સંબોધીત કરે છે. અહીં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ પાણીમાં ચાલીને મંદિરે દર્શન કરવા પહોંચે છે.

જો કે નિષ્કલંક મહાદેવ પાસે દરીયામાં ઓટ હોય ત્યારે જ તમે જઇ શકો છો. ભરતીનો સમય જેમ જેમ નજીક આવતો જાય તેમ તેમ દરીયો ભોળેનાથને પોતાની અંદર સમાવી લેવા મંદિરની પાસે આવતો જાય છેસર્વ દર્શનાર્થીઓએ તે પહેલાં જ મંદિર ખાલી કરી નાખવું પડે છે. જે સમયે ભરતી હોય છેતે સમયે તો મહાદેવજીની મૂર્તિના દર્શન પણ નથી થતાંબસ ઉપર લહેરાતી ધજા અને તેનો સ્તંભ જ દેખાય છે. નિષ્કલંક મંદિરે શિવજીનાં પાંચ સ્વયંભૂ લિંગ છે.

પૌરાણિક માન્યતા :-

આ મંદિરનો ઇતિહાસ મહાભારત કાળથી જોડાયેલો છે. મહાભારતમાં પાંડવોએ કૌરવોનો નાશ કરીને યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. પણ પાંડવોના મનમાં પોતાના સ્વજનોને જ મારવાનું અત્યંત દુખ અને રંજ હતાં. તેમને મનમાં વારંવાર એ પીડા ઉઠતી હતી કે અમે અમારા જ સગાં સબંધીઓને મારીને ઘોર પાપ કર્યું છે. આ મનની પીડા તેમણે ભગવાન શ્રી કૃષ્ણને કહી. ભગવાન શ્રી કૃષ્ણએ તેમની વાત સાંભળી પહેલાં તો તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તમે માત્ર કૌરવોને તેમના કર્મોનું ફળ જ આપ્યું છે.

ઘણું સમજાવવા છતાં પાંડવોના મનમાંથી આ વાત જતી નહોતીતેથી ભગવાન શ્રી કૃષ્ણએ તેમને એક કાળી ધજા અને કાળી ગાય આપી. તેમણે પાંડવોને જણાવ્યું કે મારું ન માનો તો કોઇ વાંધો નહી પણ ભગવાન શિવનું તો માનશો નેપાંડવોએ હા કહી. એટલે શ્રી કૃષ્ણએ કહ્યું આ ગાય જે તરફ જાય તે તરફ તમે જાવ અને આ ધજા પણ લેતાં જાવ. જો તમારા હાથમાં રહેલી કાળી ધજા સફેદ થઇ જાયતેમજ તમારી આગળ ચાલી રહેલી આ ગાય પણ સફેદ થઇ જાય તો તમારે સમજવું કે તમારા પાપ ધોવાઇ ગયાં છેઅને ભગવાને તે સર્વે પાપ માફ કરી દીધાં છે. અને જે જગ્યાએ ગાય તેમજ ધજા સફેદ થઇ જાય તે જગ્યાએ જ ભગવાન શિવની તપસ્યા કરજો.

પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું તેમજ ગાયનું અનુસરણ કર્યું. ઘણા દિવસો સુધી ચાલ્યા બાદ કોળીયાક બંદર આવ્યું ત્યાં જ પાંડવોના હાથમાં રહેલી ધજા અને ગાયનો રંગ બદલાઇ ગયો. પાંડવો ખૂબ ખુશ થઇ ગયા અને દરીયા કિનારે જ બેસી ગયા. અને તે જગ્યાએ બેસીને જ તેમણે ભગવાન શિવની તપસ્યા કરવા માંડી.

થોડા દિવસોની તપસ્યા બાદ ભોળેનાથ પ્રસન્ન થયા અને તેમણે પાંચેય પાંડવોને અલગ અલગ પાંચ શિવલિંગના રૂપે દર્શન આપ્યાં. બસ તે સમયે ઉત્પન્ન થયેલા પાંચેય શિવલિંગ હજી પણ ત્યાં જ સ્થિત છે. પાંચેય શિવલિંગની સામે નંદી પણ છે. આ જગ્યાએ એક નાનકડું તળાવ પણ છેજેને પાંડવ તળાવ કહેવામાં આવે છે.

જે પણ વ્યક્તિ અહીં પગે લાગવા આવે તે સૌપ્રથમ પાંડવ તળાવમાં હાથ-પગ ધુએ અને પછી શિવજીના દર્શન કરવાનો લાભ લે છે. બીજી માન્યતા ત્યાંના લોકોમાં એ પણ છે જે ઘરનું જે સ્વજન સ્વર્ગે સિધાવી ગયું હોય તો તેની રાખ લાવીને શિવજીને અડાડીને તેને આ દરિયામાં વહાવી દેવામાં આવે તો સ્વજનને મોક્ષ પ્રાપ્ત થઇ જાય છે.

ભાદરવી અમાસનો મેળો :-

દર વર્ષે નિષ્કલંક મહાદેવના મંદિરે ભાદરવી અમાસનો મેળો ભરાય છે. આ સમયે ગામના અનેક લોકો અહીં ઉમટે છે અને ભગવાનનાં દર્શન કરે છે. જો કે તે સમયે ભરતી પણ ખૂબ હોય છેતેથી લોકો ઓટ આવે ત્યાં સુધી દરિયાકાંઠે ભરાતા મેળાની મોજ માણે છે. અને જેવી ઓટ શરુ થાય કે તરત ભગવાનનાં દર્શન કરવા નીકળી પડે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: