અમદાવાદ શહેરના પાંજરાપોળમાં બીઆરટીએસની અડફેટે બે સગાભાઈ

અમદાવાદ: શહેરના પાંજરાપોળ વિસ્તારમાં બીઆરટીએસ બસની અડફેટે બે સગાભાઈના મોત નીપજ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોની સુવિધા માટે બીઆરટીએસ બસની સુવિધા શરૂ કરી છે પણ છેલ્લા કેટલાક સમયથી બેફામ ચાલતી બીઆરટીએસ બસથી અકસ્માતના પ્રમાણમાં નિરંતર વધારો જોવા મળી રહ્યો છે. બીઆરટીએસ કોરિડોર આવ્યા બાદ અકસ્માતમાં 75 ટકાનો વધારો થયો છે. બે વર્ષમાં અમદાવાદમાં બીઆરટીએસની અડફેટે કુલ 21ના મોત થયા છે.

BRTS અકસ્માત

વર્ષ મોત
2017-18 14
2018-19 7
કુલ 21

ટ્રાફિક સાઇન પૂરતા પ્રમાણમાં નથી
આ અકસ્માત પાછળના મુખ્ય કારણોમાં ટ્રાફિક સાઇન પૂરતા પ્રમાણમાં નથી, પ્રતિબંધ હોવા છતાય લોકો બીઆરટીએસ કોરિડોરમાં પોતાના વાહનો પુરપાટ ઝડપે ચલાવતા હોય છે. બીઆરટીએસના પ્લાનિંગ મુજબ ઘણી જગ્યાએ ટ્રાફિક સાઇન,રેલિંગ અને તેની નીચે મૂકેલા બેરિકેડ્સ રોડ સાઇડ વધારે બહાર નીકળે છે, સાથે લોકો રોડ ક્રોસ કરવા માટે સીધા જ બીઆરટીએસના રૂટમાં જતા રહે છે. આ બધાં કારણોથી અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે.

અકસ્માતના કારણો
– અપૂરતાં પ્રમાણમાં ટ્રાફિક સાઇન
– સર્વિ‌સ રોડ, મેઇન રોડ પર આડેધડ પાર્કિંગ
– ઝીબ્રા ક્રોસિંગનો અભાવ
– રેલિંગ પર રેડિયમ નથી
– ઠેર-ઠેર રેલિંગ તૂટેલી
– સિમેન્ટના બેરીગેટ્સ પ્લાનિંગ વગરના

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: