છીંક આવે ત્યારે આંખો શા માટે બંધ થઈ જાય છે ? આ રહ્યા કારણો

શું આપને ખ્યાલ છે કે છીંકતી વખતે આપની આંખો બંધ થઇ જતી હોય છે. અને જો આપનો જવાબ ‘હાં’માં હોય તો શું એ ખબર છે કે આવું કેમ થતું હોય છે? યુનિવર્સિટી ઓફ શિકાગોના પ્રોફેસર ડૉ. રોબર્ટ નેક્લેરીઓ જણાવે છે કે ઘણા લોકો એવું માનતા હોય છે કે છીંકતી વખતે આંખો ખુલ્લી રાખવાથી ‘ડોળા’ બહાર આવી જાય. જોકે, એ હકીકત નથી.તે આંખો બંધ કેમ થાય છે એનું વૈજ્ઞાનિક કારણ હોય છે. બાકી એને લઇને જે પણ વાતો વહે એ બધી કપોળ-કાલ્પનિક હોય છે.

છીંકતી વખતે ફેફસામાં હવાનું દબાણ ઉત્પન થતું હોય છે. જે નાક વાટે બહાર નીકળી જતું હોય છે. જોકે, આ દબાણ એટલું ભારે નથી હોતું કે આખી આંખો જ બહાર નીકળી જાય. અને એટલે જ એ વાત ચોખ્ખી મિથક છે કે જો છીંકતી વખતે આંખો બંધ ના થાય તો ડોળા બહાર નીકળી શકે છે.

છીંક શા માટે આવે? શ્વાસ લેતી વખતે જ્યારે કોઇ ધૂળ એવા કોઇ રેસાં-કણ શ્વાસ નળીમાં અટકાઇ જાય ત્યારે તેને સાફ કરવા માટે શરીર છીંક ખાય છે. આ પ્રકારનો કોઇ અવધરોધ જ્યારે શ્વાસનળીમાં અટકે મગજની ટ્રાઇઝેમિનલ નામની નર્વમાં અવસ્થાનો એક સંદેશ પહોંચે છે. એ બાદ શરીર આ અવરોધ હટાવવા માટે ફેંફસા વધુ પ્રમાણમાં ઓક્સિઝન ભેગો કરીને તેને જોરથી બહાર કાઢે છે અને છીંક આવે છે.

ટૂંકમાં છીંકતી વખતે આંખો બંધ કેમ થાય છે એનું વૈજ્ઞાનિક કારણ હોય છે. બાકી એને લઇને જે પણ વાતો વહે એ બધી કપોળ-કાલ્પનિક હોય છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: