શું તમે જાણો છો ? લાલ અને લીલું સફરજનમાથી ક્યુ વધુ ફાયદાકારક છે ?

લગભગ આખું વર્ષ મળતું સફરજન દુનિયામાં સૌથી વધુ માત્રામાં ખવાતું ફળ છે. તેમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો રહેલા હોય છે. તેનો સ્વાદ મીઠો હોય છે અને મોટા ભાગના લોકો તેને પસંદ કરે છે. સામાન્ય રીતે લોકો ગ્રીન એપલ કરતા લાલ સફરજન ખાવાનું વધુ પસંદ કરે છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે લીલુ સફરજન લાલ કરતા વધુ ફાયદાકારક હોય છે. તેમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ અને એન્ટિ ઓક્સિડન્ટ્સ રહેલા હોય છે.

ડાયાબિટીસઃ

લીલા સફરજનમાં લાલની સરખામણીએ શુગર ઓછી અને ફાઈબર વધુ હોય છે. આથી ડાયાબિટીસમાં લીલુ સફરજન ખાવાથી વધુ ફાયદો થાય છે.

અસ્થમાઃ

એક સંશોધન અનુસાર લીલા સફરજનમાં ફ્લાવોનોઈડ (છોડમાં મળતુ પિગમેન્ટ) વધુ માત્રામાં હોય છે. અસ્થમાના દર્દીઓ માટે તે ખાસ્સુ ફાયદાકારક પુરવાર થાય છે. તેના નિયમિત સેવનથી ફેફસાના કેન્સરનો ખતરો ઘટી જાય છે.

એન્ટિ એજિંગઃ

લીલુ સફરજન એન્ટિ ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે. તેના નિયમિત સેવનથી ત્વચામાં ચમક આવે છે અને તમે જવાન દેખાવા માંડો છો.

બ્લડ ક્લૉટઃ

લીલા સફરજનમાં મળતું વિટામિન કે શરીરમાં લોહી ગંઠાવા નથી દેતુ. વૈજ્ઞાનિકોના મતાનુસાર નિયમિત રૂપે સફરજનનું સેવન કરવાથી લોહી ચોખ્ખુ થાય છે અને સ્ટ્રોકનો ખતરો ઘટે છે.

હાડકા માટે ફાયદાકારકઃ

 

લીલા સફરજનમાં વિટામિન એ, કેલ્શિયમ, ફાઈબર અને અનેક પોષકતત્વ હોય છે. તેના નિયમિત સેવનથી હાડકા મજબૂત બને છે અને ઓસ્ટિયોપોરોસિસ જેવી બીમારીનો ખતરો ઘટી જાય છે.

આંખો માટે ફાયદાકારકઃ

લીલા સફરજનમાં વિટામિન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. તે આંખો માટે ફાયદાકારક છે. તેના નિયમિત સેવનથી આંખોનો પ્રકાશ વધે છે અને સ્ટ્રેસ ઓછો થાય છે.

રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવેઃ

લીલા સફરજનના નિયમિત સેવનથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર ફેંકાઈ જાય છે, મેટાબોલિઝમ મજબૂત બને છે અને રોગપ્રતિકારક શક્તિ સુધરે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: