પાલકનું વધુ પડતું સેવન ગંભીર બીમારીઓ નોતરી શકે

શિયાળો શરૂ થવાની તૈયારી છે. શિયાળામાં લીલા શાકભાજી પુષ્કળ માત્રામાં ખાવા જોઈએ. પાલક પણ આપણે ખાતા હોઈએ છીએ. જોકે, પાલકના ફાયદા હોવા છતાંય કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ના આવે તો તે નુકસાન કરી શકે છે. પાલકનું વધુ પડતું સેવન ગંભીર બીમારીઓ નોતરી શકે છે.

પાલકમાં ભરપૂર માત્રામાં ફાઈબર છે. એક કપ પાલકનો સૂપ કે રસ પીવાથી છ ગ્રામ ફાઈબર મળે છે. ફાઈબર પાચન માટે જરૂરી છે પરંતુ શરીરને ફાઈબરથી ટેવાતા ખાસ્સો સમય લાગે છે. આથી જ પાલક વધુ માત્રામાં લેવામાં આવે તો નુકસાન થાય છે. પેટમાં દુખાવો, ગેસ જેવી સમસ્યા રહે છે. આથી જ પાલક ઓછી ખાવી.

જો તમે એન્ટીકાયગુલેન્ટ વારફેરિન દવા લેતા હોવ તો તમારે ભૂલથી પણ પાલક ખાવું જોઈએ નહીં. પાલકમાં વિટામિન કે હોય છે. જે દવા સાથે લેવામાં આવે તો રિએક્શન કરે છે. પાલક વધુ માત્રામાં લેવામાં આવે તો શરીરમાંથી લોહી ઘટી જાય છે. પાલક વધારે ખાવાથી આયરન પૂરતા પ્રમાણમાં શોષિત થતું નથી.

આ ઉપરાંત પાલકના પત્તાના સેવનથી શરીર ઝેરી બની શકે અને નુકસાન થઈ શકે છે. સિંચાઈ સમયે પાલકમાં કેમિકલવાળું ખાતર નાખવામાં આવે તો તે ઝેરી બની શકે છે. આનું સેવન કરવાથી બીમારીઓ થાય છે અને ઘણીવાર ગંભીર બીમારી થવાથી વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે.

પાલક વધુ માત્રમાં ખાવાથી ગેસની સમસ્યા થઈ શકે છે. જ્યારે પાલક વધુ પડતા ફાઈબરવાળી વસ્તુઓ સાથે ખાવામાંઆવે તો આમ થાય છે. ઘણીવાર પેટનો દુખાવો, ઝાડા તથા તાવ આવે છે. જેનાથી શરીરમાં પાણીની માત્રા ઘટે છે. આટલું જ નહીં પાલકમાં પ્યૂરીન વધારે હોય છે, જે શરીરમાંમ મેટાબોલિઝ્મ વધારી દે છે. જે શરીરમાં યુરિક એસિડની માત્રા વધારે છે.

જો તમને ગઠિયા વા હોય તો તમારે ક્યારેય પાલક ખાવી જોઈએ નહીં. જો તમે પાલક ખાશો તો સાંધામાં ગંભીર દુખાવો તથા સોજો આવશે. પાલકમાં ઓક્સેલિક એસિડ હોય છે, જેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા આવશ્યક ખનીજ તત્વો રહેલા હોય છે. આ તત્વો શરીરમાં પૂરી રીતે શોષાતા નથી, તેથી અનેક રોગ થાય છે.

પાલકમાં પ્યૂરિન હોય છે. જેમાં કાર્બનિક યૌગિક હોય છે, જે આપણા શરીરમાં વધુ માત્રામાં આવી જાય તો યુરિક એસિડ બને છે. આમ થવાથી કિડનીમાં કેલ્શિયમની માત્રા વધે છે. જેથી કિડનીમાં પથરી થવાની શક્યતા અનેકગણી વધી જાય છે. પાલક ખાવાથી એલર્જી પણ થઈ શકે છે. કારણ કે આમાં હિસ્ટામઈન હોય છે, જે એલર્જીનું કારણ બને છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: