શિયાળામાં હોઠ ફાટવાની સમસ્યાથી દૂર રહેવા, બસ આટલું કરો…

શિયાળામાં મોટા ભાગના લોકોને હોઠ ફાટવાની સમસ્યા થતી હોય છે. થોડીક ઠંડી પડે તો પણ એની પહેલી અસર હોઠ પર દેખાતી હોય છે.  હોઠની સુંદરતાને સારી રાખવી હોય તો તમારે જાતે જ કેટલીક કેર કરવી પડશે. બદલાતી સીઝનની સૌથી પહેલી અસર હોઠ પર પડે છે એટલે એની જાળવણી કરવી જોઇએ. તો આવો જોઇએ એવી કેટલીક ઘરેલુ ટિપ્સ.

મલાઈ અને ગુલાબની પાંખડી

રાતના સમયે મલાઇમાં ગુલાબની પાંખડી મસળીને એની પેસ્ટ બનાવીને હોઠ પર લગાવો અને 10 મિનિટ પછી હોઠ ધોઈ નાખો. હોઠ સુકાતા બંધ થશે સાથે જ હોઠ પરની કાળાશ પણ ઓછી થશે.

ઘી

સદીઓથી ફાટેલા હોઠની સારવાર માટે ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. થોડું હૂંફાળું ઘી હોઠ પર દિવસમાં બેથી ત્રણ વાર ઘસો. જો તમારા હોઠ વારંવાર ફાટી જતા હોય તો આ રેસિપી તમારા માટે જ છે. સુકાઈ ગયેલા હોઠ પર ઘી ખૂબ સારું કામ કરે છે. રાતે લગાવીને સૂઈ જવાથી હોઠ સોફ્ટ અને સુંવાળા બને છે.

રાઇનું તેલ

રાઇના તેલને જમાનાઓથી હોઠ માટે સારું માનવામાં આવ્યું છે, પણ બહુ જ ઓછા લોકો એનો વપરાશ કરે છે. રાત્રે સૂતાં પહેલાં રાઇના તેલનાં થોડાં ટીપાં ડૂંટી પર લગાવો અને હળવેથી મસાજ કરો. એની અસરરૂપે લોહી નીકળતું હોય એવા ફાટેલા હોઠ સોફ્ટ અને સુંવાળા થઈ જશે.

મધ

હોઠને મોઇસ્ચરાઇઝ કરવા માટે મધ શ્રેષ્ઠ ઇન્ગ્રીડિઅન્ટ છે. રાતના સમયે મધ લગાવવું બેસ્ટ છે. હોઠની સોફ્ટનેસ તો એનાથી પાછી આવે જ છે સાથે તડકાને કારણે ટેન થયેલી સ્કિનની કાળાશ પણ દૂર કરે છે.

એલોવેરા

પોતાના એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ માટે એલોવેરા જાણીતું છે. સ્કિનને દરેક પ્રકારના ઇન્ફેક્શનથી એ દૂર રાખે છે. હોઠ પર લગાવવાથી એનું સુંવાળાપણું પાછું આવે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: