આ રોગોને ટૂંક સમયમાંજ કંટ્રોલ કરે છે અખરોટ, જાણો વધુમાં

તમારી થાયરોઇડ ની ગ્રંથિઓ ની ગતિવિધિ ને નિયંત્રિત કરવા માટે અને એની ક્રિયા ને સુધારવા માટે એક ઘરેલુ ઉઓચાર છે જે હર્મોન ના વધુ પડતા ઉત્પાદન ને રોકી શકે છે. અખરોટ અને મધ થાયરોઇડ ને નિયંત્રિત કરવા નો ઘરેલુ ઉપચાર છે.

થાયરોઇડ , એન્ડોક્રાઇન ગ્રંથિઓ માંથી એક છે જે હર્મોન નું ઉત્પાદન કરે છે. આ મેટાબોલિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય માં પ્રમુખ ભૂમિકાઓ નિભાવે છે. એમાં ઘણી મહત્વપૂર્ણ ગતિવિધિઓ હોય છે જે આપણા શરીર માં થવા વાળા પ્રોટીન સંશ્લેષણ પરીશન્સરણ અને ઓક્સિજન ની પ્રક્રિયા માં બાધા નાખે છે. પણ ક્યારેક ક્યારેક , થાઇરોઇડ ગ્રંથિઓ હાર્મોનલ અસંતુલન ને કારણે આપણા શરીર માં વિકાર ઉત્પન્ન કરે છે.જે આપણી જીવન શૈલી ને પ્રભાવિત કરે છે.

થાઇરોઇડ ગ્રંથી ખરાબ થવા ના લક્ષણ કયા છે ?

થાઇરોઇડ ખરાબીના લક્ષણ વિકસિત થવા વાળી સમસ્યા ના પ્રકાર પર નિર્ભર કરે છે.એના સિવાય થોડા સામાન્ય સંકેત જેના પર ધ્યાન દેવા થી ખબર પડી શકે કે તમને થાઇરોઇડ છે. જેમ કે થાક ,ચિંતા ,ગભરામણ ,યૌન ઈચ્છાઓ ની કમી ,સૂકી ત્વચા ,વાળ ખરવા ,ભુખ ઓછી લાગવી, માંસપેશીઓઆ દુખાવો વગેરે. એના સિવાય ઊંચું બીપી,અને કોલેસ્ટ્રોલ, અનિયમિત માસિક ધર્મ અને પળભર માં શરદી ને ગરમી લાગવી.

થાઇરોઇડ ના ઉપાય માટે અખરોટ અને મધ કેવી રીતે લાભકારી?અખરોટ કે અન્ય મેવા જેના સાથે મધ ભેળવી ને ખાવા થી થાઇરોઇડ હાર્મોન ના સંતુલન ને ઉતેજીત કરવા માટે પૂરક રીતે ઉપયોગ કરવા માં આવે છે. એના મિશ્રણ નું રોજ સેવન કરવા ને કારણે હાર્મોન ના ઉત્પાદન માં કમી થાય છે.

થાઇરોઇડ કન્ટ્રોલ કરવા માટે અખરોટનું મહત્વ

ઘણા લોકો આ નહીં જાણતા હોય કે કેવી રીતે ના મેવા સારું થાઇરોઇડ નું સ્વાસ્થ્ય બનાવી શકે છે. આપણે એવા મેવા નું સેવન કરવું જોઈએ જે પોષક તત્વો થી ભરપૂર હોય. મેવાઓ માં વધુ પ્રમાણ માં સેલેનિયમ હોય છે જે થાઇરોઇડ ની ગતિવિધિઓ માં હસ્તક્ષેપ કરે છે.સેલેનિયમ નો નિમ્ન સ્તર આયોડીન ની ખામી થી સંબંધિત છે. મેવા માં આવશ્યક ફેટી એસિડ હોય છે જે થાઇરોઇડ ગ્રંથિઓ ને સોજા થી બચાવી શકે છે.

આ રક્ત પરીસંચરણ માં સુધારો કરે છે અને શરીર ને ઉર્જા પ્રદાન કરે છે.થાઇરોઇડ નિયંત્રિત કરવા માટે મધ મહત્વનું.મધ એન્ઝાઇમ ,ખનીજો, વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટ થી ભરપૂર હોય છે. કાર્બનિક મધ માં પ્રાકૃતિક શર્કરા હોય છે જે કોશિકાઓ માટે એક ઉર્જા પ્રદાન કરે છે. આ શરીર ના વિષાતક પદાર્થો ને દૂર કરવા માં મદદ કરે છે. જૈવિક મધ માં ઓમેગા 6 ફૈટી એસિડ ની માત્રા ઉચ્ચ હોય છે. જે શરીર ની હાર્મોનલ પ્રક્રિયાઓ ને નિયંત્રિત કરે છે.

અખરોટ અને મધ ને કેવી રીતે બનાવો ઘરેલુ દવા ?

એવા અખરોટ નો ઉપયોગ કરો જેમાં વધુ માત્રા માં સેલેનિયમ હોય ,જેમ કે અખરોટ ની લકડી, કાજુ , ત્રિકોણફળ વગેરે.

સામગ્રીરીત

સુકામેવા ના નાના નાના ટુકડાઓ કરી અને તેને ચોપ કરી લો. એના પછી એને મધ સાથે કાંચ ના જાર માં રાખી લો.હવે જાર ને સરખી રીતે હલાવો જેથી બંને સરખી રીતે ભળી જાય.જાર ને એરટાઈટ રાખો જેથી હવા અંદર ન જાય. 7 થી 10 દિવસ સુધી ઠંડી જગ્યા પર સૂરજ ની કિરણો થી બચાવી ને રાખો.

એનું સેવન કેમ કરો ?

નાસ્તાની પેહલા મધ અને અખરોટના મિશ્રણના બે ચમચીનું સેવન કરો. તમે એને રાત્રે પણ એક વખત લઈ શકો છો. તમારી દિનચર્યા માં આ મિશ્રણ ને શામિલ કરો.તમને પરિણામ જલ્દી જોવા મળશે.અખરોટનું ફળ એટલે કે અખરોટની કડક છાલને તોડતા અંદરથી જે ગર્ભ નીકળે એ બાળકો માટે ખૂબ જ ઉપયોગી હોય છે. આયુર્વેદમાં અખરોટના ફળને નિર્દોષ બતાવવામાં આવ્યું છે.

બાળકોના શરીરના વિકાસ માટે, એમની બુદ્ધિ, શક્તિ અને સ્ફૂર્તિ વધે એના માટે અખરોટનો ઉપયોગ જરૃરી ગણવામાં આવ્યો છે. અખરોટના ફળને લેપ તરીકે જ્યાં દાદર થઈ હોય ત્યાં લગાડવામાં આવે તો ખૂબ જ ફાયદો કરે છે. કેટલાક આયુર્વેદ વિજ્ઞાાનીઓ તો એમ પણ માને છે કે જો ત્રીસથી પચાસ ગ્રામ અખરોટ રોજ ખાવામાં આવે તો મગજ બળવાન બને છે અને મગજની તકલીફો દૂર થાય છે.

અખરોટના ફળ સિવાય અખરોટના ઝાડની છાલ, એના પાંદડા, અખરોટની છાલ અને અખરોટના છોડના મૂળિયા પણ અનેક રીતે ઉપયોગી છે. રશિયન વિજ્ઞાાનીઓના મતે અખરોટના બધા ભાગોમાં ઝેર ભરેલું હોય છે પણ આ ઝેર માનવી માટે અમૃતની ગરજ સારે છે.અખરોટના પાંદડાના અર્કમાંથી હોમિયોપેથિક દવાઓ બને છે. અખરોટના છોડના મૂળિયામાંથી દાંતના રોગોની દવાઓ બનાવવામાં આવે છે.

કેટલાક લોકો પાનનો ઉકાળો બનાવી એનાથી ગુમડા અને ફોલ્લીઓને સાફ કરતા હોય છે. રશિયાના કેટલાક વિસ્તારોમાં અખરોટના પાનને પાણીમાં ઉકાળીને ચાની જેમ પીવાનો રિવાજ છે.આ વિસ્તારોના રહેવાસીઓ અખરોટના લીલા પાંદડાને પાણીમાં ઉકાળીને સૂકવી દે છે ત્યાર પછી એ પાંદડાને દાણાની જેમ વાટી નાખી ચાની જેમ પીએ છે. આ પાણી પીવાથી નશો થાય છે. પણ આ ઉકાળો બ્લડ પ્રેશર, અપચો અને પેટના અનેક રોગોનો રામબાણ ઇલાજ થઈ પડે છે. અખરોટના પાંદડાના પાણીથી કોગળા કરવાથી દાંતનો દુ:ખાવો અને દાંતના બીજા રોગો મટી જાય છે.

આ જ પાણીને ઠંડુ કરીને એનાથી આંખો ધોવાથી આંખોની શક્તિ વધે છે.લાખ દુ:ખો કી એક દવા જેવા અખરોટના વૃક્ષની છાલ પણ અનેક રોગોના ઉપચારમાં ઉપયોગી છે. વૃક્ષની છાલને પાણીમાં ઉકાળી એના કોગળા કરવામાં આવે તો ગળાના અનેક દર્દો દૂર થાય છે. ઉત્તર પ્રદેશ અને પંજાબ બાજુ તો અખરોટની છાલનું લાંબા દાંતણ ચાવીને દાંત સફેદ અને ચકચકિત રાખવામાં આવે છે. હોઠ લાલ રંગના રાખવા માટે પણ અખરોટની છાલનો ઉપયોગ સ્ત્રીઓ કરતી હોય છે. ઘણા લોકો અખરોટની છાલને બાળીને એની રાખનો પાવડર બનાવે છે.

આ પાવડર દાંત ઉપર ઘસવાથી દાંતની મજબૂતાઈ વધે છે. કેટલીક વાર આ પાવડરને ખાંડ સાથે ખાવામાં આવે છે. જેનાથી ડાયાબિટીસ જેવા રોગોમાં રાહત મળે છે.અખરોટના વૃક્ષની છાલ ગુમડા પર પણ લગાવીને ગુમડાની પીડા ઓછી કરાય છે. આ જ છાલ રંગકામમાં અને દવા બનાવવાના ઉપયોગમાં પણ આવે છે.અખરોટની લાકડીઓની ખાસિયત એ છે કે પાણી લાગવા છતાંય એમાં સડો લાગતો નથી.

આથી જ હોડીઓ અને શિકારા બનાવવામાં અખરોટની લાકડીઓનો ઉપયોગ થાય છે. કાશ્મીરના દાલ સરોવર અને ઝેલમ નદીમાં આવેલા બધા હાઉસબોટ અને શિકારાઓ અખરોટની લાકડીના બનેલા છે. આ બધા કરતાંય સહુથી મજાની અને આપણા ફાયદા માટેની વાત એ છે કે બીજા બધા સૂકા મેવા કરતા અખરોટ પ્રમાણમાં સસ્તા છે. આટઆટલી ખૂબીઓ અને ગુણો ધરાવતા અખરોટની મજા માણવાનું બહુ મોંઘુ પડતું નથી.

અખરોટમાં પ્રોટીન કેલ્શ્યિમ, મેગ્નશ્યિમ, આર્યન,ફોસ્ફરસ, કોપર, સેલેનિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર છે.અખરોટ ઘણી બિમારીથી બચાવે છે.ડાયાબિટીઝડાયાબિટીસના દર્દીઓએ દરરોજ અખરોટનું નિયમિત રીતે સેવન કરવાથી ડાયાબિટીસ ટાઇપ -2માં આરામ મળે છે.મજબૂત પાચનતંત્રઅખરોટમાં રહેલા પોષક તત્વ કબજિયાત, અપચો અને એસિડીટીની સમસ્યા દૂર કરે છે. રોજ તેનં સેવન કરવાથી પાચનક્રિયા મજબૂત બને છે.ઉંઘ ન આવવીજે લોકોને ઉંઘ ન આવવાની સમસ્યા હોય તો રાતે સૂતા પહેલા 1 કે 2 અખરોટનું નિયમિત સેવન કરે.અખરોટ તનાવ દૂર કરી સારી ઉંઘમાં મદદ રુપ બનશે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: