“સમયના સથવારે…” – જેનીશ ભાયાણી

એકલતા નો એહસાસ થાય ત્યારે ગભરાશો નહિ દોસ્ત . ઈશ્વર કોઈ ને મોકલે જ છે તમારો હાથ પકડવા વાળી.. અને જ્યારે કોઈ સાથે ના હોય , તમે માની લીધું હોય કે તમે જિંદગી પૂરી રીતે હારી ચૂક્યા છો .. ત્યારે જરા પણ શંકા કર્યા વગર તમારા હદય પર હાથ રાખજો.. ઈશ્વર કહેશે હું છું ને તારી સાથે પછી ક્યાં તારે ચિંતા છે. મુસીબતો ના પર્વતો ને પાર કરવા માટે પણ મનુષ્ય એ હેલિકોપ્ટર કે વિમાન બનાવ્યું છે. તો આ તો સાક્ષાત ઈશ્વર છે , જેને મનુષ્યને  બનાવ્યા હોય તે મનુષ્ય ને પણ મુસીબતોનો પર્વતોને પાર કરવા માટે ઈશ્વર એ હેલિોપ્ટર કે વિમાન બનાવ્યું જ છે . બસ વિશ્વાસ હોવો જોઈએ.

ભારતનો ઇતિહાસ જુઓ .. જે મહાપરાક્રમી યોદ્ધાઓ થય ગયા તેમને પણ વિશ્વાસ હતો તેમના ઈશ્વર પર… માટે વિશ્વાસ જ મહત્વ ની વાત છે. જ્યારે ઘોર અંધકાર માં તમને એક આશા નું નાનું એવું કિરણ મળે ત્યારે સમજી લેજો ઈશ્વર એ તમારી સાથે હાજરી પુરાવી છે.. અને આ કિરણ રૂપી ઈશ્વર કેહવા માગે છે કે દોસ્ત ગભરાઈશ નહિ હું તારી સાથે છું. બસ વિશ્વાસ રાખજે.

ઘડિયાળ ના કાંટા કોઈને પુછીને નથી ચાલતા.. ઘડિયાળ ના કાંટા કોઈને અમીર…. ગરીબ… કે સત્ય અને અસત્યને પણ નથી પુછતા , છતાં પણ ક્યાંય અટક્યા વગર નિયત સ્વરૂપે ચાલ્યા જ કરે છે. કારણ કે તેને ઈશ્વર ઉપર વિશ્વાસ છે … માટે એને કોઈ રોકી શકતું નથી , ગરીબ કે અમીર એને અટકાવી શકતા નથી. ઈશ્વરે પણ મનુષ્યને સાથ આપવા માટે સમય નામનું એક આશાનું કિરણ બનાવ્યું છે.

જ્યારે હતાશ થય જાવ , જ્યારે થાકી જાવ , જ્યારે તમને એવું લાગે કે તમારી સાથે દુનિયામાં કોઈ નથી ત્યારે હસી ને ઘડિયાળ ઉપર જોજો.. અને બોલજો… બસ સમય ના સથવારે થોડી ક્ષણ વધારે વિતાવવાની છે . પછી સમય તો ઈશ્વર મને પણ આપશે… જિંદગી માં મનુષ્ય બધુજ સમય ઉપર છોડી દે તો મનુષ્ય ને દુઃખ નામનો શબ્દ સ્પર્શ કરી શકતો નથી . સમય ને પાણી ભીંજવી શકતું નથી, માટે જો મનુષ્ય સમય ના સથવારે ચાલે તો મનુષ્ય ને પણ કોઈ હરાવી શકતું નથી.

સમગ્ર જીવ સૃષ્ટિ સમયના ચક્ર મુજબ ચાલે છે તે વાત માં લેસ માત્ર પણ શંકાને સ્થાન નથી .  જુઓ પેલા વૃક્ષો સમય ના સથવારે ચાલે છે , માટે પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે. વસંતઋતુ અને પાનખર ઋતુ મુજબ વૃક્ષ સમય ની  સાથે ચાલે છે. સમુદ્ર પણ પોતાના મોજાંઓની લહેર સમય મુજબ ચલાવે છે.  મનુષ્ય પણ સમય મુજબ જ પરિવર્તન કરે છે , પરંતુ વ્યવહારિક બાબતમાં અને ધર્મ ની બાબત માં મનુષ્ય જો સમયને માન આપીને સમય સાથે ચાલે તો તે મનુષ્ય શ્રેષ્ઠ માનવી તરીકે ઓળખી શકાય છે.

વૃદ્ધ પિતા પોતાના પૌત્રને પણ સમય ના પાઠ ભણાવતા મે જોયા છે . ક્યારેક વૃદ્ધાશ્રમ માં જઇને કોઈ બેસહારા દાદા – દાદી ને પૂછજો તો ખરા કે જિંદગી ના આટલા ઊંડા ઘા સહન કર્યા પછી પણ તમે આનંદ થી કેમ જીવો છો ?  પોતાના પુત્રને લાડ લડાવતા એ માં ને જ્યારે તે જ પુત્ર  વૃદ્ધાશ્રમ માં મુકવા જાય ત્યારે શું એ માને પોતાના દીકરા ને લડવેલા લાડ યાદ નહિ આવતા હોય ??

અનાથ આશ્રમ માં રમી રહેલા નાના – નાના બાળકો જ્યારે બહાર જુએ અને એવું દ્રશ્ય જોવા મળે કે કોઈ માં પોતાના દીકરાને ઉંચકી ને જતી હોય , કોઈ દાદાની આંગળી પકડી ને પૌત્ર ફૂટપાથ પર ચાલ્યો જતો હોય … આ જોઈને બાળક ની મનોદશા શું હસે??  … સમાજ ની આવી ઘણી નાની – નાની  બાબતો વિચારતા જ હદય કંપી જાય છે. છતાં પણ સમાજ અને દુનિયા એના રસ્તે ચાલે છે, કારણ કે તે ઈશ્વર ના ભરોસે , સમય ના ભરોસે  આપણે સૌ સમય ના સથવારે ચાલીએ . ગમે એવી પરિસ્થિતિ માં  સૌનો સાથ આપીને ચાલીએ અને ભારત ની અખંડિતતા ને જાળવી રાખીએ. વંદે માતરમ્.

– જેનીશ ભાયાણી

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: