અનાનસ ખાવાથી થાય છે સ્વાસ્થ્યને અનેક પ્રકારના ફાયદા

મોટાભાગના લોકોને અનાનસનું ફળ ખૂબ ભાવતું હોય છે. આ ખાટા મીઠા સ્વાદ ધરાવતું અનાનસ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. અનાનસ ની અંદર નહિવત માત્રામાં ફેટી એસિડ હોય છે, જ્યારે કેલ્શિયમ, ફાઇબર અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. આથી જો નિયમિત રૂપે અનાનસનું સેવન કરવામાં આવે તો તેના કારણે આપણા સ્વાસ્થ્યને અનેક પ્રકારના ફાયદા થાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અનાનસ ખાવાના અમુક ફાયદાઓ વિશે,

સ્વાસ્થ્ય માટે અનાનસ

અનાનસ આપણા સ્વાસ્થ્યને અનેક રીતે ઉપયોગી સાબિત થાય છે. અનાનસ ને તમે ખાવામાં સલાડમાં અને ડેઝર્ટ તરીકે પણ ઉપયોગ કરી શકો છો. અનાનસ ની અંદર અનેક એવા પોષક તત્વો હોય છે જે તમને શરદી, ઉધરસ, ગળામાં સોજો અને વાની સમસ્યાને દૂર કરવામાં ફાયદાકરક સાબિત થાય છે.

એન્ટીઓક્સિડેન્ટનો ઉચ્ચ સ્ત્રોત

અનાનસની અંદર વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત એની અંદર ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ હોય છે. આથી તેનું સેવન તમારા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આખી શિયાળાની ઋતુમાં તેનું સેવન કરવાના કારણે તમને ઠંડી સામે પણ રક્ષણ મળે છે. સાથે-સાથે શરદીના કારણે થયેલા સંક્રમણથી પણ બચી શકાય છે.

હાડકાને મજબૂત બનાવવા

અનાનસની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે. જે તમારા હાડકાઓને મજબુત બનાવવામાં મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત એનું સેવન કરવાના કારણે તમને ભરપૂર માત્રામાં એનર્જી મળી રહે છે. જો દિવસ દરમિયાન એક ગ્લાસ જેટલા અનાનસનાં જ્યુસ નું સેવન કરવામાં આવે તો તમને એક દિવસ દરમિયાન જરૂરી એવું મેગ્નેશિયમ અને કેલ્શિયમ તેમાંથી મળી રહે છે.

આંખો માટે છે ઉપયોગી

અનાનસની અંદર ભરપૂર માત્રામાં વિટામિન એ હોય છે. જે તમારા આંખોની દરેક સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. એક રિસર્ચ અનુસાર જાણવા મળ્યું છે કે જો દિવસમાં ત્રણ વખત ખાવામાં આવે તો તેના કારણે તમારી ઉંમરની સાથે સાથે આંખોની રોશનીમાં પણ વધારો થાય છે.

હૃદયને સ્વસ્થ રાખવા માટે

અનાનસની અંદર મળી આવતો એન્ટિઓક્સિડન્ટ તમારા શરીરની અંદર રહેલા કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડે છે. જેથી કરીને તમારું હદય યોગ્ય રીતે કાર્ય કરે છે, અને તમારું હ્રદય કાયમી માટે સ્વસ્થ રહે છે.

કેવીટીથી બચવા

અનાનસની અંદર એસીડીક ગુણો હોય છે અને આથી જ તેનું સેવન કરવાના કારણે તમારા મોં ની અંદર રહેલા બધા જ બેક્ટેરિયા નાશ પામે છે. હાથી અનાનસનું સેવન કરવાના કારણે તમારા દાંતમાં થતી કેવિટી ની સમસ્યામાંથી છુટકારો મળે છે.

બ્રોનકાઈટીસ

અનાનસની અંદર એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે .આથી તેનું સેવન બ્રોનકાઈટીસ ની સમસ્યાને દૂર કરવામાં પણ ફાયદાકારક સાબિત થાય છે. સાથે સાથે બ્રોનકાઈટીસના કારણે તમારા નળીઓ ની અંદર આવેલા સોજાને પણ ઓછો કરે છે.

હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં

અનાનસનું સેવન તમારા શરીરની અંદર હાઈ બ્લડપ્રેશરની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. અનાનસ ની અંદર ભરપૂર માત્રામાં પોટેશિયમ અને નહિવત માત્રામાં સોડિયમ હોય છે, જે તમારા શરીરની અંદર બ્લડ પ્રેશર નોર્મલ કન્ડિશનમાં રાખે છે.

આમ આ રીતે જો નિયમિત રૂપે અનાનસનું સેવન કરવામાં આવે તો તેના કારણે તેની અંદર રહેલા પોષક તત્વો તમારા શરીરને અનેક રીતે ફાયદો પહોંચાડે છે .

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: