રાજકોટના ધવલ સાદરિયાએ 18000 ફૂટની ઊંચાઈએ સિક્કિમ હિમાલય પર તિરંગો લહેરાવ્યો

‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’ ઉક્તિને સાર્થક કરતાં અને સાહસિક પ્રવૃત્તિઓ કરવાનો શોખ ધરાવતાં રાજકોટના યુવાન ધવલ સાદરિયાએ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના હિમાલયમાં નાના ટ્રેકિંગથી શરૂઆત કરી ધીમે ધીમે પર્વતારોહણને પોતાનો શોખ બનાવી લીધો. કંઈક કરી છૂટવાની અને શીખવાની વૃત્તિએ તેઓને પર્વતારોહણ તાલીમ સંસ્થાઓ સાથે મિલાપ કરાવી દીધો.

ધવલે એડવાન્સ કોર્સ વેસ્ટ સિક્કિમમાં આવેલ કાંચનજંઘા નેશનલ પાર્કમાં 15,800 ફૂટની ઊંચાઈએ આવેલ એડવાન્સ બેઝ કેમ્પ પર પૂર્ણ કરેલ છે. આ તાલીમ દરમિયાન હાઈટ ગેઈન અંતર્ગત ધવલે 6 હજાર મીટરથી વધું ઊંચાઈ ધરાવતા રથોંગ-કાબરુ ડોમ શિખરોની પર્વતમાળામાં આવેલા એક શિખર પર 18000 ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવીને રાજકોટ તેમજ સમગ્ર પરિવારનું ગૌરવ વધાર્યું છે.

પર્વતારોહક ધવલે ઓક્ટોબર-નવેમ્બર, 2019માં દાર્જિલિંગ સ્થિત ભારતની પ્રથમ પર્વતારોહણ સંસ્થાન હિમાલયન માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી એડવાન્સ માઉન્ટેનિયરિંગ કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. હજુ પણ ભવિષ્યમાં ધવલ નેપાળ હિમાલયમાં આવેલા વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ અને અન્ય શિખરો સર કરવાની ઈચ્છા ધરાવે છે

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: