કળયુગમાં શ્રવણની ઝાંખી : આ યુવાન પોતાના પિતા કિડનીની બીમારીથી પીડાતા હોવાની માહિતી મળતા જ મલેશિયામાં નોકરી છોડી માદરે વતન પરત આવ્યો

ગોંડલ તાલુકાના પાટખીલોરી ગામના વતની અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરી સાત સમુંદર પાર મલેશિયામાં નોકરી કરતા યુવાને પિતાની કિડનીની બીમારીની સારવાર માટે નોકરીને ઠોકર મારી હતી. પિતાને પથારીમાંથી ઊભા કરવા સર્વસ્વ લૂંટાવી દીધું હતું જેની જાણ ધારાસભ્ય અને શાસક પક્ષના નેતાને થતા તેની વ્હારે દોડી આવ્યા છે.

મિત્ર પાસેથી પિતાની બીમારી અંગે સઘળી વિગત મેળવી

ટેકનોલોજીના જમાનામાં સાત સમુંદર પાર મલેશિયાના પેનાંગમાં નોકરી કરતા જયદીપ જયસુખભાઇ ગજેરાએ પરિવારનો સંપર્ક કરવા વીડિયો કોલ કર્યો હતો. જેમાં પિતાની સાથે વાત કરતા પિતાનો ચહેરો નાદુરસ્ત જણાતા વ્યથિત થવા પામ્યો હતો. પરિવારજનોએ તો બીમારી અંગે કશું જ ન જણાવ્યું પરંતુ પાટખીલોરીના મિત્ર પાસેથી સઘળી હકીકત જાણી વિદેશની ભૂમિ પર એક મિનિટ પણ વિતાવી તેના માટે મુશ્કેલ બની હતી અને તુરંત જ પિતાની સેવા માટે નોકરીને ઠુકરાવી વતનની દોટ ભરી હતી.

પિતાના સારવાર માટે ગુજરાતભરની હોસ્પિટલમાં ગયા

બાદમાં કિડનીની બીમારીથી પીડાતા પિતાને ગોંડલ, રાજકોટ, અમદાવાદ સહિત ગુજરાતભરની હોસ્પિટલમાં પૈસાને પાણીની જેમ વાપરી સારવાર કરાવી હતી. પરંતુ આ સમય દરમિયાન ઘરની કફોડી પરિસ્થિતિ થઈ જવા પામી હતી, આખરે યુવાન ગોંડલ નગરપાલિકામાં શાસક પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા પાસે પહોંચ્યો હતો અને બીપીએલ કાર્ડ કઢાવવાની માંગ કરી હતી.

પરંતુ સરકાર દ્વારા બીપીએલ કાર્ડ સેવા બંધ કરાઈ હોય રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા સમગ્ર ઘટના ધારાસભ્ય ગીતાબા જાડેજાને જણાવાતા તેઓ દ્વારા સરકારી તંત્રને ઘમરોળવામાં આવ્યું હતું અને આખરે યુવાનને પિતાની સારવાર માટે બીપીએલ કાર્ડ મળી જવા પામ્યું હતું.

અત્રે એ ઉલ્લેખનીય છે કે વિદેશમાં રહેતા કે નોકરી કરતા ઘણા લોકો સ્વજનના નિધન પછી પણ વતન આવતા નથી ત્યારે પાટખીલોરીના આ યુવાને માતા-પિતાની સેવા માટે લાખેણી નોકરીને ઠુકરાવી દઇ સમાજને પ્રેરણા રૂપી કાર્ય કરી બતાવ્યું છે. માતા-પિતાની સેવામાં જે સુખ છે તે સુખ મને મલેશિયાની નોકરીમાં નહીં મળે, યુવાને પિતાના ઇલાજ માટે દિવસ-રાત એક કર્યા.

મારો ભાઇ પણ સુરતથી આવી ગયો

બે ભાઈ અને એક બહેનના પરિવારમાં સૌથી મોટા જયદીપ ગજેરાએ જણાવ્યું હતું કે માતાપિતાએ પેટે પાટા બાંધી અમોને ઉછેર્યા હતા અને મને રાજકોટ ક્રાઈસ્ટ કોલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરાવ્યો હતો. જેના થકી મને મલેશિયામાં GEO ગ્લેમર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં નોકરી મળી હતી. પરંતુ ચાર માસમાં જ મને પિતાની તબિયત નાદુરસ્ત હોવાનું જાણ થતા હું તેમની સેવા માટે પરત આવી ગયો હતો. સુરત નોકરી કરતો મારો નાનો ભાઇ પણ પરત ગામડે આવી ખેતીકામમાં લાગી ગયો છે અને અમે માતા-પિતાની સેવા કરી રહ્યા છીએ.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: