શા માટે ગુજરાતના ખેડૂતો આફ્રિકામાં ખેતરો ભાડે લઈ રહ્યા છે?

વિદેશમાં વેપાર, વ્યવસાય ક્ષેત્રે અગ્રેસર ગુજરાતીઓએ હવે આફ્રિકામાં ખેતી ક્ષેત્રે રહેલી તકો પર નજર માંડી છે.

ગુજરાત ઍગ્રો ઇન્ડસ્ટ્રીઝ કૉર્પોરેશન અને સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આફ્રિકન દેશોમાં કૉર્પોરેટ ફાર્મિંગનો વિકાસ કરવા માટે આફ્રિકાના લગભગ 20 દેશોના પ્રતિનિધિઓ સાથે વાટાઘાટ ચાલી રહી છે.

આફ્રિકાના પાંચ દેશોના પ્રતિનિધિઓ દિલ્હી ખાતે આફ્રિકન હાઇ કમિશનની મુલાકાતે આવ્યા હતા, ત્યારે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રતિનિધિઓએ તેમની મુલાકાત લીધી હતી.

આ મુલાકાતમાં ગુજરાતના ખેડૂતો દ્વારા આફ્રિકાના દેશોમાં લીઝ પર જમીન લઈને કૉર્પોરેટ ખેતી શરૂ કરવાના આયોજન વિશે તેમજ આફ્રિકન દેશોના નાગરિકો અને ગુજરાતના ખેડૂતોને કૉર્પોરેટ ફાર્મિંગ ક્ષેત્રે રહેલી તકોનો લાભ મેળવવા માટે કેવી રીતે પ્રોત્સાહિત કરવા એ અંગે ચર્ચા થઈ હતી.

કૉર્પોરેટ ફાર્મિંગ માટે આફ્રિકાના દેશોની જ પસંદગી કેમ?

આ પ્રશ્નનો ઉત્તર આપતાં સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગ તેજુરા જણાવે છે, “આફ્રિકામાં આખા વિશ્વમાં આવેલી કુલ ખેતીલાયક જમીનના 60% જેટલો ભાગ આવેલો છે.”

“તેની સરખામણીએ વિશ્વની કુલ વસતિની માત્ર 10% વસતિ જ આફ્રિકામાં આવેલી છે. તેમજ આફ્રિકન દેશોના લોકો પાસે ખેતી માટે કોઈ સારી ટૅક્નૉલૉજી નથી.”

“આ કારણે ત્યાંની કરોડો-અબજો એકર જમીન વણખેડાયેલી પડેલી છે.”

“આફ્રિકન દેશોમાં છેલ્લાં ઘણાં વર્ષોથી અનેક ગુજરાતીઓ ખેતી કરી રહ્યા છે. હાલ આપણે આફ્રિકા પાસેથી મોટા પ્રમાણમાં કઠોળ અને અન્ય ખાદ્યપદાર્થોની આયાત કરીએ છીએ.”

“આપણા દેશમાં જમીનના ભાવ અને અન્ય પરિસ્થિતિને જોતાં એવું કહી શકાય કે અહીં દિવસે દિવસે ખેતી મોંઘી બનતી જાય છે.”

“તેની સામે આફ્રિકાના દેશોમાં સરકાર બિલકુલ ઓછા ભાવે લીઝ પર અને પાર્ટનરશિપમાં જમીનો મળી શકે છે.”

“તેથી જો અહીંના લોકો મોટી સંખ્યામાં આફ્રિકન દેશોમાં જઈને ખેતી કરે તો તે તેમના માટે તે ફાયદાકારક સાબિત થઈ શકે છે.”

આફ્રિકન દેશોમાં ખેતીલાયક જમીન લીઝ પર લેવાનો ખર્ચ અને લીઝ અંગેની પ્રક્રિયા વિશે વાત કરતાં તેઓ જણાવે છે, “આફ્રિકન દેશોની સરકારો વનટાઇમ લીઝ ઉપર જમીન આપે છે.”

“લીઝની રકમ દેશ અને વિસ્તાર પ્રમાણે અલગઅલગ હોય છે. સામાન્ય સંજોગોમાં એક એકર જમીન લીઝ પર મેળવવા માટે 5થી 10 હજાર રૂપિયા ચૂકવવા પડતા હોય છે.”

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: