ઘોડો માંદો પડ્યો..:

ઘોડો માંદો પડ્યો..:

*એટલે તેના માલીકે ઘોડા ડોકટરને બોલાવ્યો.*

*ઘોડાને તપાસીને ડોકટરે કંહ્યુ કે, આ ઘોડાને ગ્લેંડર નામનો રોગ છે ત્રણ દિવસ દવા આપી જોઇયે નહીતર પછી ઘોડાને મારી નાખવો પડશે…*

*આ વાત એજ માલીકના બકરાએ સાંભળી લીધી. ડોકટરના ગયા પછી બકરાએ જઈને ઘોડાને કાનમા કહ્યુ કે, તું મુંજાતો નહી, ઇ તો કીધા કરે તને કશુજ થવાનું નથી.

*બીજે દિવસે ડોકટર આવ્યા બીમારીમા કોઇ ફેર ન હતો.. ફરી બકરાએ ઘોડાને હિંમત આપી..*

*ત્રીજે દિવસે તો બકરાએ ઘોડાને ઉભા થવા માટે ખુબજ પ્રોત્સાહીત કર્યો..ચાલ હિમત રાખ, ઉભો થા તને નહી પડવા દઊ..હા હવે બે ડગલા ભર..ચાલ..ચાલ તું ચાલી શકીશ, તને કશુજ નથી…સાબાસ..હવે દોડવાનુ શરુ કરી દે….*

*જો તું દોડી શકે છે..બસ હવે હણહણાટી કર… અને ઘોડાએ હણહણાટી કરી..માલીક આવ્યો..ખુબજ રાજી થયો..આનંદથી ઉછળીને એલાન કર્યુ કે, મારો ઘોડો સારો થઈ ગયો છે. મેં માતાજીને માનતા રાખી હતી તે ફળી..ચાલો ઉપાડો આ બકરાને માતાજીની માનતા પુર્ણ કરીએ….*

*બોધ:-* માલીકને ખબર નથી હોતી કે તેનો ક્યો કર્મચારી *પરિણામલક્ષી કામ* કરે છે.જે સારું કામ કરે છે તેને *દંડવામા* આવે છે.

*સમજાય તેને વંદન ના સમજાય તેને અભિનઁદન*
—જાગ્રૃત બનો

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: